ETV Bharat / state

ભાજપનો આંતરિક વિખવાદ જ મને જીત અપાવશે, વાઘોડિયા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર સત્યજિત ગાયકવાડનું નિવેદન

author img

By

Published : Nov 16, 2022, 11:57 AM IST

ભાજપનો આંતરિક વિખવાદ જ મને જીત અપાવશે, વાઘોડિયા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર સત્યજિત ગાયકવાડનું નિવેદન
ભાજપનો આંતરિક વિખવાદ જ મને જીત અપાવશે, વાઘોડિયા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર સત્યજિત ગાયકવાડનું નિવેદન

વડોદરામાં વાઘોડિયા બેઠક (Vaghodia Assembly Seat ) પર કૉંગ્રેસે સત્યજિતસિંહ ગાયકવાડને ટિકીટ (Satyajitsinh Gaekwad Congress Candidate) આપી છે. ત્યારે કૉંગ્રેસના આ ઉમેદવારે પત્રકાર પરિષદ યોજી વિશેષ માહિતી આપી હતી. સાથે જ તેમણે 25,000 મતોથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

વડોદરા રાજ્યમાં ચૂંટણીનો માહોલ (Gujarat Election 2022) જામી ગયો છે. ત્યારે દરેક રાજકીય પક્ષોએ ઉમેદવારોની યોદી જાહેર કરી દીધી છે. તેવામાં શહેરની સૌથી ચર્ચાસ્પદ વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસે આ વખતે સત્યજિતસિંહ ગાયકવાડને (Satyajitsinh Gaekwad Congress Candidate) ટિકીટ આપી છે. કૉંગ્રેસના ઉમેદવારે આ વખતે 25,000 મતથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. ત્યારે આ અંગે માહિતી આપવા માટે તેમણે પત્રકાર પરિષદ યોજી હતી.

કૉંગ્રેસે મોડી રાત્રે કરી જાહેરાત આપને જણાવી દઈએ કે, વાઘોડિયા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની (Madhu Srivastav Independent Candidate) ટિકીટ કપાયા પછી રાજકારણ ગરમાયું છે. બીજી તરફ કૉંગ્રેસે ગઈકાલે મોડી રાત્રે સત્યજિત ગાયકવાડને (Satyajitsinh Gaekwad Congress Candidate) ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.

કૉંગ્રેસે મોડી રાત્રે કરી જાહેરાત

25 હજાર મતથી જીતીશ તેવો વિશ્વાસ જિલ્લાની વાઘોડિયા બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડે (Satyajitsinh Gaekwad Congress Candidate) જણાવ્યું હતું કે, કૉંગ્રેસે મને ટિકિટ આપી છે તો જીત નિશ્ચિત છે. સાથે મારો સંઘર્ષ સીધો ભાજપના ઉમેદવાર સાથે છે. વાઘોડિયામાં (Vaghodia Assembly Seat) ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ મુખ્ય મુકાબલો થશે તેવી વાત કરી હતી. કૉંગ્રેસના નારાજ હોદ્દેદારોને મનાવી લેવામાં આવશે અને નારાજ હોદ્દેદારો મને નહીં પંજાના ચિહ્નને જોઈ કામે લાગી જશે.

ભાજપની આંતરિક જૂથબંધી મને ફાયદો કરાવશે તેમણે ઉમેર્યું (Satyajitsinh Gaekwad Congress Candidate) હતું કે, ભાજપની આંતરિક જૂથબંધી મને ચોક્કસ ફાયદો કરાવશે અને વાઘોડિયામાં ઈંગ્લીશ મીડિયમ સ્કૂલો પણ શરૂ કરાવીશ તેવું વચન આપ્યું હતું. તેઓ વાઘોડિયા બેઠક પર 25,000 મતથી કૉંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે વિવિધ પ્રજા લક્ષી કામગીરી માટે હું કટિબદ્ધ રહીશ તેવી વાત કરી હતી.

લોકોએ મને હંમેશા ખોબે ખોબે મત આપ્યા છે કૉંગ્રેસના ઉમેદવાર સત્યજિતસિંહ ગાયકવાડે (Satyajitsinh Gaekwad Congress Candidate) જણાવ્યું હતું કે, વાઘોડિયા વિધાનસભા એટલે વાઘોડિયા તાલુકા અને વડોદરા ગ્રામ્ય તાલુકા બંનેએ મને ખોબેખોબા મત કાયમ આપ્યા છે. હું 4 લોકસભા લડ્યો છું. ત્યારે મને વાઘોડિયાએ મને 15થી 17,000ની લીડ આપી અને વડોદરા ગ્રામ્ય તાલુકાના ક્ષત્રિય મતદારોએ અને બીજા બધા મતદારોએ મને હંમેશા 22થી 25,000ની લીડ આપી છે અને મને વિશ્વાસ છે કે, જંગી મતોથી કૉંગ્રેસ જીતવા જઈ રહી છે,

કૉંગ્રેસને ફળ મળશે તેમણે ઉમેર્યું (Satyajitsinh Gaekwad Congress Candidate) હતું કે, વિરોધ પક્ષમાં જૂથવાદ કે ઝગડા હોય એની હંમેશા ફળ વિરોધ પક્ષને મળતું હોય છે, કૉંગ્રેસને પણ એનું ફળ મળશે અને કૉંગ્રેસે આ વખતે ચૂંટણીમાં (Gujarat Election 2022) 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીના વાઘોડિયામાં (Vaghodia Assembly Seat) રહેલા કુશાસનની સામે લડવા જઈ રહ્યા છીએ. ત્યારે હું કૉંગ્રેસનો માત્ર ઉમેદવાર નથી વાઘોડિયાની લાખો જનતાના પ્રતિનિધિ તરીકે એમના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે અમે આ ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ.

કોઈ અમારી નજીક નથી કૉંગી ઉમેદવારે વધુમાં જણાવ્યું (Satyajitsinh Gaekwad Congress Candidate) હતું કે, આ ચૂંટણીમાં જે મુખ્ય જંગ છે એ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે. પૂર્વ ભાજપના નેતા મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ બાપુ લડશે. તો એમના ટેકેદારોના મત તેઓ લઈ જશે પણ તેવો ક્યાંય ભાજપને કૉંગ્રેસની હરોળમાં જીતનો ઉમેદવાર તરીકે કોઈ પણ અમારી નજીક નહીં આવી શકે. તો જિલ્લા પંચાયતના અમારા સભ્ય રહી ચુક્યા છે અને એમની સાથે સાથે પ્રવીણભાઈ અમારી જિલ્લા પંચાયતની ચૂંટણી (Gujarat Election 2022) લડ્યા છે.

દિલીપ ભટ્ટ નારાજ હશે પણ કૉંગ્રેસ નહીં છોડે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વિધાનસભામાં આપણે સૌએ મળી કૉંગ્રેસના પંજાને જીતાડવાનો છે અને દિલીપ ભટ્ટ સિનયર લીડર છે. તેઓ ચોક્કસ નારાજ હશે, પણ મને વિશ્વાસ છે. દિલીપ ભટ્ટ ક્યારેય કૉંગ્રેસ છોડી કે કૉંગ્રેસના સંગઠનને છોડી બીજું કશું વિચારી શકે નહીં અને મારા પડખે ઊભા રહશે. કૉંગ્રેસની અંદર જેટલા પણ ઈચ્છુક ઉમેદવારો હતા. એ બધાને એમ હતું કે, અમને ટિકીટ મળે આજે ટિકીટ મને આપી છે. મારા અનુભવ અને કૉંગ્રેસમાં રહેલી 20 વર્ષની નિષ્ઠાથી મેં કૉંગ્રેસમાં કામ કર્યું છે. મારી સિન્યોરિટી જોઈને મને ટિકિટ આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.