ETV Bharat / state

ચૂંટણીના બહિષ્કારનું એલાન! નેતાઓ માત્ર વચનો જ આપી રહ્યા છે : ગ્રામજનો

author img

By

Published : Nov 11, 2022, 2:22 PM IST

સાવલી તાલુકાના જુના સમલાયા ગામે (Vadodara Election boycott) આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો સૂર ઉઠ્યો છે. ગ્રામજનોની મુશ્કેલીઓનો ઉકેલ ન આવતા (Election boycott in Samlaya village) ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. (Gujarat Assembly Election 2022)

ચૂંટણીના બહિષ્કારનું એલાન! નેતાઓ માત્ર ઠાલા વચનો આપી જતા રહે : ગ્રામજનો
ચૂંટણીના બહિષ્કારનું એલાન! નેતાઓ માત્ર ઠાલા વચનો આપી જતા રહે : ગ્રામજનો

વડોદરા : જિલ્લાના સાવલી તાલુકાના જુના સમલાયા ગામે સ્થાનિક (Vadodara Election boycott) ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ ન આવતા ઉશ્કેરાયા છે. સમલાયાના ગ્રામજનોએ વર્ષો જૂની સમસ્યાઓ અંગે તંત્રના વિવિધ અધિકારીઓને રજૂઆતો કરી હતી. પરંતુ આ સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો હતો. જેથી આ ગામના લોકોમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપી ગયો હતો. જેને લઈને ગ્રામજનોએ આવનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. (Election boycott in Samlaya village)

પ્રજાજનોની મુશ્કેલીઓનો ઉકેલ ન આવતાં ચૂંટણી બહિષ્કારનું એલાન

સમસ્યા શું છે સમલાયા પછવાયાનો રોડ સરકારમાં મંજુર થવા છતાં આજે પણ તે બદતર હાલતમાં યથાવત છે. જેથી સ્થાનિક ગ્રામવાસીઓમાં ભયંકર રોષ ફેલાયો હતો અને સૌ ભેગા મળી તંત્ર વિરુદ્ધ નારાઓ લગાવ્યા હતા. ગ્રામજનોની માંગણી મુજબનો આ રોડ અગાઉ તંત્ર દ્વારા 1 કરોડ 65 લાખ રૂપિયાના ખર્ચ મંજુર થયો છે. એવી માહિતી ગ્રામજનો પાસેથી મળી હતી. પરંતુ તેઓના કહેવા મુજબ તંત્ર આ બાબતે વિલંબથી કામ કરે છે. જેના કારણે લાંબો સમય વીતી જવા છતાં આ રોડની કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે પણ સ્થાનિક ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ભયંકર રોષ જોવા મળી રહ્યો છે. માગણી છે કે મંજુર થયેલા રોડની કામગીરી તત્કાલ ધોરણે શરૂ કરવામાં આવે. (Gujarat Assembly Election 2022)

ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન જુના સમલાયા ગામના ગ્રામજનોની માંગણી છે કે, ચોમાસા દરમિયાન અમોને અમારા ખેતરોમાં જવામાં પારાવાર મુશ્કેલીઓ પડે છે. જેના કારણે ખેડૂતોને ખેતીમાં પૂરતું ધ્યાન આપવામાં અગવડ પડી રહી છે. જેથી ખેત ઉત્પાદનમાં આની મોટી અસર જોવા મળે છે. ગ્રામજનોનું કહેવું છે કે, તેઓને ખેતરોમાં જવા માટે ચાર માર્ગો છે. જો આ ચાર માર્ગો ટૂંકા સમયગાળામાં તંત્ર દ્વારા બનાવી આપવામાં નહીં આવે તો આ ગ્રામજનો આવનારી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરશે. આ મંજુર થયેલા રોડ તંત્ર દ્વારા ટૂંકા સમયગાળામાં જ બનાવી આપવા જોઈએ અને ખેડૂતોની આ સમસ્યાઓનું નિરાકરણ સત્વરે કરવું જોઈએ. (Vadodara Assembly Elections)

પ્રતિનિધિઓ માત્ર મત લઈને જતા રહે છે સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે, આ વિસ્તારના પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દરેક ચૂંટણીમાં અહીં આવે છે. માત્ર ઠાલા વચનો આપી જતા રહે છે. તેઓને પ્રજાની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં કોઈપણ પ્રકારનો અંગત રસ હોય તેવો અનુભવ તેમણે થયો નથી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજાજનોના મત માત્ર પોતાના સ્વાર્થ ખાતર મેળવવાનું લક્ષ્ય હોય છે. પ્રજાની સેવા કરવાનું કે તેઓની સમસ્યાઓનું સમાધાન કરવામાં નેતાઓને કોઈપણ પ્રકારનો રસ હોતો નથી. (Election boycott in Gujarat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.