ETV Bharat / state

રાઈડ વિથ શી ટીમ: મહિલા દિન પર ફીટ ઇન્ડિયા દ્વારા સાઈકલ રેલી કાઢવામાં આવી

author img

By

Published : Mar 8, 2021, 12:04 PM IST

Updated : Mar 8, 2021, 12:49 PM IST

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વડોદરા શહેર પોલીસ કમિશ્નર આયોજીત ફિટ ઇન્ડિયાના રાઈડ વિથ શી ટીમ દ્વારા સાઈકલ રેલીનું આયોજન કાઢવામાં આવી હતી.

Vadodara
Vadodara

  • મહિલા દિન પર ફીટ ઇન્ડિયા દ્વારા સાઈકલ રેલી કાઢવામાં આવી
  • શહેર પોલીસ કમિશ્નર દ્વારા રેલીનું ફ્લેગઓફ કરવામાં આવ્યું
  • વડોદરાના પોલીસ કમિશ્નરે બરોડિયન્સનો આભાર માન્યો

વડોદરા: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે શહેર પોલીસની શી ટીમ દ્વારા ફિટ ઇન્ડિયાના ભાગ રૂપે રાઈડ વિથ શી ટીમ સાઈકલિંગ રેલી કાઢવામાં આવી હતી. તેમાં મહિલા પોલીસ સહિત વડોદરાના લોકો જોડાયા હતા. શહેર પોલીસ કમિશ્નર ડૉ.શમશેર સિંગ દ્વારા ફ્લેગ ઓફ કરી રેલીને પ્રસ્થાન અપાવ્યું હતું. આ રેલીને ન્યાયમંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.

8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ફિટ ઇન્ડિયાના ભાગ રૂપે રાઈડ વિથ શી ટીમ સાયકલ રેલી કાઢવામાં આવી

8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન...આજની મહિલા પુરુષના ખભે ખભા મિલાવીને ચાલી રહી છે. કોઈ એવું કામ નથી કે જે પુરુષ કરી શકે અને મહિલાઓ ન કરી શકે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વડોદરાના શહેરના પોલીસ કમિશ્નર દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિટ ઇન્ડિયાના ભાગરૂપે રાઈડ વિથ શી ટીમ દ્વારા સાઈકલિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની મહિલાઓ બાઇક અને સાયકલ સાથે રેલીમાં નીકળી હતી.

રાઈડ વિથ શી ટીમ: મહિલા દિન પર ફીટ ઇન્ડિયા દ્વારા સાઈકલ રેલી યોજાઈ

આ પણ વાંચો: સયાજી હોસ્પિટલમાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતી મહિલા શક્તિને બિરદાવી

શહેર પોલીસ કમિશ્નર દ્વારા રેલીનું ફ્લેગઓફ કરવામાં આવ્યું

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વડોદરાના પોલીસ કમિશ્નર દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિટ ઇન્ડિયાના ભાગરૂપે રાઈટ વિથ શી ટીમ દ્વારા સાઈકલિંગ રેલી કમાટી બાગ ખાતે વડોદરાના પોલીસ કમિશ્નર ડૉ.શમશેર સિગે ફ્લૅગ ઓફ કરાવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલા પોલીસ બાઈક સાથે રેલીમાં નીકળી હતી અને બરોડિયન્સ પર સાયકલિંગ રેલીમાં જોડાયા હતા.

આ પણ વાંચો: નારી શક્તિને સલામ: ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ

વડોદરાના પોલીસ કમિશ્નરે બરોડિયન્સનો આભાર માન્યો

સાયકલિંગ રેલીમાં વડોદરાના પોલીસ કમિશ્નર ડૉ. શમશેર સિંગ, જોઈન્ટ સીપી, DCP કિરણસિંહ વાઘેલા, ACP ભરત રાઠોડ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાયકલિંગ રેલીમાં જોડાયા હતા. આ રેલી કમાટીબાગથી નીકળી કાલાઘોડા, દાંડિયા બજાર ચાર રસ્તા કીર્તિસ્તંભ થઈને ન્યાય મંદિર ખાતે સમાપન કરવામાં આવી હતી. આ રેલીમાં બાઇક સાથે બરોડિયન મોટી સંખ્યામાં જોડાયા હતા. વડોદરાના પોલીસ કમિશ્નરે બરોડિયન્સનો આભાર માન્યો હતો.

Last Updated : Mar 8, 2021, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.