ETV Bharat / state

બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા આજે અંતિમ સંસ્કાર

author img

By

Published : Aug 1, 2021, 1:16 PM IST

હરિપ્રસાદ સ્વામીજી
હરિપ્રસાદ સ્વામીજી

હરિધામ સોખડામાં આજે 1 ઓગષ્ટના રોજ મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં જણાવ્યા અનુસાર, અંતિમ સંસ્કાર વિધિ કરાવામાં આવશે. આ પ્રસંગે માત્ર સંતો અને અગ્રણીઓ જ હાજર રહેશે. હરિભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે.

  • બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીની આજે અંતિમ સંસ્કાર
  • હરિપ્રસાદ સ્વામીજીની અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિ પાંચ પંડિતો દ્વારા કરાશે
  • સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરાશે

વડોદરા : હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થયા છે. આજે 1 ઓગષ્ટના રોજ મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં જણાવ્યા અનુસાર, અંતિમ સંસ્કાર વિધિ કરાવામાં આવશે.

અંતિમ સંસ્કાર વિધિમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે

આ પ્રસંગે માત્ર સંતો અને અગ્રણીઓ જ હાજર રહેશે. હરિભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હરિભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે. અંતિમ સંસ્કાર વિધિમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. આ સમગ્ર મામલે ગુરૂપ્રસાદ સ્વામીજીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 1 ઓગષ્ટના રોજ સવારથી જ અંત્યેષ્ટી માટેની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરી દેવાશે.

હરિપ્રસાદ સ્વામીજીના આજે અંતિમ સંસ્કાર

આ પણ વાંચો : કુંવરજી બાવળિયા વડોદરાના હરિધામના સોખડા ખાતે પહોંચ્યા

સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરાશે

અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરવામાં આવશે. જેમાં રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ.વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશિકભાઈ ત્રિવેદી મુખ્ય પુરોહિત રહેશે. ગુરૂપ્રસાદ સ્વામીજીએ વધુમાં જણાવ્યું હતું કે, અંત્યેષ્ટી સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે. ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુ ભગવાનના પ્રતિનિધિ રૂપ શાલિગ્રામજીની પૂજા કરાશે. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે.

આ પણ વાંચો : સોખડા હરિધામ મંદિર પરિસરમાં અક્ષરનિવાસી સંતશ્રીના નશ્વરદેહને દર્શનાર્થે મુકાયો

મંદિરની પ્રદક્ષિણા પછી અંત્યેષ્ટી સ્થળે લીમડાવનમાં અંતિમયાત્રા પહોંચશે

ગુરૂપ્રસાદ સ્વામીએ વધુમાં જણાવ્યુ હતું કે, શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક પૂર્ણ થયા પછી હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહને વિશેષ પાલખીમાં પધરાવવામાં આવશે. મંદિરની પ્રદક્ષિણા પછી અંત્યેષ્ટી સ્થળે લીમડાવનમાં અંતિમયાત્રા પહોંચશે. ત્યાં પણ પુરૂષસૂક્તના શ્લોકોના ગાન વચ્ચે વિધી કરવામાં આવશે. અંત્યેષ્ટી માટે ચંદન, કેર, ઉમરો, પીપળો, સેવન, તુલસી અને લીમડાના લાકડાનો ઉપયોગ થશે. અખંડ દીપથી ચિતા પ્રજ્વલિત કરાશે.

ગંગા, જમુના, ઘેલા, ઊંડ, સરયૂ, નર્મદા, તાપીના જળથી સ્વામીના દિવ્ય વિગ્રહને અભિષેક કરાવાશે

ભગવાન સ્વામિનારાયણ જે જળાશયોમાં સ્નાન કરેલું છે. તે તમામ નદી ગંગા, જમુના, ઘેલા, ઊંડ, સરયૂ, નર્મદા, તાપીના જળથી સ્વામી હરિપ્રસાદના દિવ્ય વિગ્રહને અભિષેક કરાવાશે. જેની સાથે વડીલ સંતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોના ગાન કરાશે. પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ ઉપરાંત હૃદયસ્થ આત્માના પ્રતિનિધિ રૂપ ષટપિંડ પૂજન કરાશે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.