ETV Bharat / state

વડોદરાના મકરપુરા રેલવે ટ્રેક પર પિતા-પૂત્રએ ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

author img

By

Published : Oct 27, 2021, 7:49 PM IST

વડોદરા(Vadodara) શહેર નજીક આવેલ મકરપુરા અને વરણામા રેલવે ટ્રેક વચ્ચે મોડી સાંજે અલકાપુરી વિસ્તારમાં રહેતા અને પ્લાસ્ટીકની ‌ફેકટરી ધરાવતા પિતા અને પુત્રએ ટ્રેન નીચે જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે રેલવે પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પિતાપુત્ર(Father and son)ના થયેલા મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ(Sayaji Hospital)માં ખસેડવામાં આવ્યો છે.

વડોદરાના મકરપુરા રેલવે ટ્રેક પર પિતા-પૂત્રએ ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું
વડોદરાના મકરપુરા રેલવે ટ્રેક પર પિતા-પૂત્રએ ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

  • વડોદરામાં પિતા-પુત્રએ રેલવે સ્ટેશન પહોંચીને જીવનનું અંતિમ પગલું ભર્યું
  • પિતાપુત્રના આપઘાત કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી
  • પુત્ર માનસિક બીમારીથી પીડિત હતો તેવું જાણવા મળ્યું

વડોદરાઃ વડોદરા(Vadodara) શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણ પુરી સોસાયટીમાં દિલીપભાઈ વિમલભાઈ દલાલ (ઉં- 70), પૂત્ર રસેશભાઈ દિલીપભાઈ દલાલ (ઉં- 43) પત્ની સાથે રહેતા હતા. દિલીપભાઇ પ્લાસ્ટીકની ફેક્ટરીના માલિક હતા. મોડી રાત્રે પિતા પુત્ર રીક્ષામાં બેસીને મકરપુરા રેલવે સ્ટેશન(Makarpura railway station) પહોંચ્યા હતા. જ્યાં ભાવનગર એક્સપ્રેસ નીચે બંનેએ શરીર પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે રેલવે પોલીસને જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે ઘટના સ્થળે આવી ટ્રેન નીચે આવી જતા પિતાપુત્રની વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે પિતાપુત્રના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. તેમજ બનાવ અંગે ફેક્ટરી માલિક દિલીપભાઈના પત્નીને જાણ કરી હતી.

આર્થિક બાબત પિતા-પુત્રનો કાળ બન્યો

દિલીપ ભાઈનો પુત્ર રસેશ માનસિક બીમારીથી પીડિત હતો. તેમજ પરિવારમાં તેઓ અને તેમની પત્ની જ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ પ્રાથમિક જાણકારી મુજબ આર્થિક ભીંસમાં પિતા-પુત્રએ આ પગલું ભર્યાનું અનુમાન છે. મકરપુરા નજીક પિતા પુત્રએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી નાખતા આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસનો ઘમઘાટ શરૂ કરી દીધી છે. પિતા પુત્રએ ક્યાં કારણોસર મોતને વ્હાલું કર્યું છે. તે દિશામાં તપાસ હાથ ધરી પરિચિત લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યા છે.

આ પણ વાંચોઃ છલાંગ લગાવવા જતી ગર્ભવતી પ્રેમીકાને પોલીસે કહ્યું, "તારા પેટમાં જે બાળક છે તેનો વિચાર કર"

આ પણ વાંચોઃ હવે ટીકીટ વગર પણ પ્લેનમાં જમી શકાશે, રાજ્યની પ્રથમ હાઇફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરેન્ટનો વડોદરામાં પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.