ETV Bharat / state

Electric Vehicles: વડોદરામાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો પરંતુ મેજર EV ચાર્જરની સંખ્યા માર્યાદિત

author img

By

Published : Jun 1, 2023, 9:02 PM IST

વડોદરા આરટીઓ ખાતે 9,260 ઇલેક્ટ્રિક વાહનો રજીસ્ટર્ડ થયા છે. જેમાં 5,671 EV વાહનોને સરકાર દ્વારા સબસીડી પુરી પાડવામાં આવી છે. વડોદરા શહેરની અંદર અત્યારે 5 પબ્લિક પ્લેસ પર મેજર ઇવી ચાર્જર ઉપલબ્ધ છે. હાલમાં બાઇક 1 કિલોમીટર પર 20 થી 25 પૈસે ફરે છે જ્યારે કાર 1 રૂપિયાની આસપાસ ઉપયોગ થાય છે.

electric-vehicle-sales-up-in-vadodara-but-number-of-major-ev-chargers-limited
electric-vehicle-sales-up-in-vadodara-but-number-of-major-ev-chargers-limited

વડોદરામાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો

વડોદરા: દિન પ્રતિદિન ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર જિલ્લામાં પણ EV વાહનોનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે. બે વર્ષના ટૂંકા ગાળામાં વડોદરા આરટીઓ ખાતે 9,260 વાહનો રજીસ્ટર્ડ થયા છે. જેમાં 5,671 ઇવી વાહનોને સરકાર દ્વારા સબસીડી પુરી પાડવામાં આવી છે. આ સબસીડીમાં કુલ 12.67 કરોડથી પણ વધુ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. ઓટોમોબાઇલ ઉધોગ એક્સપર્ટ કહી રહ્યા છે કે EV ને વધુ વેગ આપવા સરકારે સબસીડી અને ઇનફાસ્ટ્રક્ચર સપોર્ટ ડેવલોપ વધુ કરવો પડશે.

સરકાર તરફથી પ્રોત્સાહન: આ અંગે વડોદરા આર.ટી.ઓ ખાતે મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ઉદય.એ.કારેલીયાએ જણાવ્યું હતું કે, આજકાલ ઇલેટ્રિકલ વિહિકલ પરચેસ કરવાનો ટ્રેન્ડ ઘણો સારો રહ્યો છે. પબ્લિક ઇલેક્ટ્રિકલ વિહિકલ લેવા માટે પ્રોત્સાહિત પણ થઇ છે, તેના માટે સરકારે પણ ઘણી મહેનત કરી છે અને સબસીડીનું આયોજન પણ કર્યું છે.

12 કરોડથી વધુ સબસીડી ચુકવવામાં આવી: ઇલેક્ટ્રિકલ વિહિકલની વાત કરવામાં આવે તો તારીખ 01/07/21 થી આજદિન સુધી 9,260 વાહનો ખરીદી અને તેનું રજીસ્ટેશન આર.ટી.ઓ ખાતે થયેલું છે. આ વાહનોમાંથી 6,677 વાહનોને ગુજરાત સરકારની સબસીડી માટે અરજી કરેલી છે. આ અરજી પૈકી 5,671 અરજીઓ મંજુર કરવામાં આવી છે અને કુલ રૂપિયા 12,67,88,000 સબસીડી રૂપે અરજદારોને ચુકવામાં આવ્યા છે.

સબસીડી ન મળવાના કારણો: જે વાહન ચાલકોને સબસીડી નથી મળી તે અંગે સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, રજીસ્ટર થયેલા વાહનો 9,260 છે, જ્યારે અમને મળેલી અરજી 6,677છે. આ બંને વચ્ચેનો ડિફરન્ટ જે છે એ મુખ્ય બે કારણોથી હોઇ શકે એક તો વાહન પરચેસ થયી ગઇ હોય પણ એમને અરજી કરવાની બાકી હોય આવા કિસ્સામાં અમને અરજીના મળી હોય. સાથે ઘણા વાહનો એવા છે કે, જે સબસીડી માટે એલિજેબલ ન હોય એટલે કે આવા કિસ્સાઓ ક્યાંક કેન્દ્ગ સરકારની ફેમ-2 સબસીડીની સ્કીમ છે.

કયા સંજોગોમાં સબસીડી ન મળે: જે મોડલ અપ્રુલ થયેલા ના હોય તેવા લોકોને ગુજરાત સરકારની સબસીડી મળવા પાત્ર નથી. બીજુ કે ગુજરાત સરકારની અન્ય સબસીડીની સ્કીમો છે એમાં જેને પાર્ટિસીપેટ થયા હોય અને અરજી કરેલી હોય તે લોકો પણ આર.ટી.ઓ કચેરી ખાતે અરજી કરી નથી શકતા, તો એવા પણ વાહનો હોય છે. અને ઘણા વાહનો એવા છે કે જે લોકો રજીસ્ટેશનને પાત્ર જ નથી એટલે કે એમની બેટરી કેપેસિટી અને મોટર કેપેસિટી રજીસ્ટેશનની મર્યાદાથી નીચી હોય છે તો આવા વાહનોને સબસીડી નથી મળતી.

'આ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષીથી કાર્યરત છીએ અને હાલમાં ઇવીનું ચલણ વધ્યું છે. જેમ જેમ લોકોમાં જગૃતતા આવી રહી છે તેમ આ ઇવીનું ચલણ વધી રહ્યું છે. આપણી સરકાર જીરો કાર્બન ફ્રુટપ્રિન્ટ પર આગળ વધી રહી છે. જેટલો સપોર્ટ સેન્ટ્રલ અને રાજ્ય સરકાર દ્વારા જેટલી સબસીડી આપવામાં આવે છે તે સારી બાબત છે. પરંતુ હજુ પણ વધારે વેચાણ વધારવું હોય તે માટે હજુ પ્રયાસો કરવા જોઈએ.' -કપિલ ભીંડી, ઓટોમોબાઇલ ઉધોગ અક્સપર્ટ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ ખૂબ જરૂરી: ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ એક EV ના પેનીટ્રેશનમાં મહત્વનો ભાગ ભજવશે. જેમ કે વડોદરા શહેરની અંદર અત્યારે 5 પબ્લિક પ્લેસ પર મેજર ઇવી ચાર્જર ઉપલબ્ધ છે. ઘરે ઘરે લોકો ચાર્જ કરી શકે છે, પરંતુ પેટ્રોલ પંપની જેમ બેટરી સરફિંગ સ્ટેશન, ઇવી ચાર્જર છે તેઓ ઇનફાસ્ટ્રક્ચર સપોર્ટ ડેવલપ કરીશું ત્યારે સરકારને સપોર્ટ કરવો જોઈએ અને ઇલેકટ્રોનિક વાહનોમાં વધારો થશે. પબ્લિકને જનરલ ઓવરઓલ એ કંપેર કરવાનું હોય છે કે તેનો વપરાશ કેટલો હોય છે. તેની કેપિસિટી કેટલી હોય છે. સાથે લોન ફેસિલિટી તમામ પાસાઓનો વિચાર કરી ખરીદી કરવાની હોય છે.

મેક ઇન ઇડિયા તરફ આગળ વધીશું: આપણે મેક ઇન ઇન્ડિયા મોહિમ તરફ આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇડિયાને લઈ તે દિશામાં ભારતમાં જેટલા વધારે આવા વિહિકલ બનશે તેટલા જ ભાવમાં સરળ પડશે. આમ જેટલું ઉત્પાદન વધશે તેટલું જ ભારતને આગળ લઈ જઈ શકશું. આ બાબતને ધ્યાનમાં લઈ જો આગળ વધાવમાં આવે તો ચોક્કસથી ઇવીને આગળ લઈ જઈ શકાય છે.

'હું ઇલેક્ટ્રિક બાઇક વાસવી છે જે મારા માટે હાલ ખૂબ સારી છે. પેટ્રોલ કરતા વપરાશમાં સરળ રહે છે પરંતુ બેટરી લાઈફ બાદ ખબર પડે કે કેટલી કોસ્ટ વધે છે. તેઓનું કહેવું છે કે ઇલેક્ટ્રિક વાહનમ થોડી સર્વિસમાં પ્રોબ્લેમ રહે છે. જેને વધારે 80 કિલોમીટરથી વધુ ફરવું હોય તો આ બેસ્ટ છે. બાકી 20 કિમિ ફરનાર વાહનચાલકે ખરીદી કરવી યોગ્ય નથી.' -ઘનશ્યામભાઈ ચૌહાણ, વાહન ચાલક

બેટરીના વોલ્ટજ આધારે એવરેજ: ઇલેક્ટ્રિક વિહિકલ અંગે ચાર્જિંગ સ્ટેશન ડેવલોપ કરનાર ડેવલોપર્સને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે બાઇક અને કાર બંનેમાં બેટરીના વોલ્ટજ અલગ હોય છે. જેથી બેટરીના વોલ્ટજ આધારે એવરેજ મળતું હોય છે. હાલમાં બાઇક 1 કિલોમીટર પર 20 થી 25 પૈસે ફરે છે જ્યારે કાર 1 રૂપિયાની આસપાસ ઉપયોગ થાય છે. 1 કિવી બેટરી ચાર્જ માટે 1 યુનિટ જેટલો વપરાશ થતો હોય છે જેથી ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વીજળીના યુનિટ પર ભાવ જુદા જુદા હોય છે એટલે રહેણાંક વિસ્તાર આધારિત કિલોમીટર પ્રતિ કેટલો ખર્ચ થાય છે તે કાઢવો મુશ્કેલ છે.

સબસીડી કઈ રીતે મળે: હાલમાં ઇલેક્ટ્રિકલ વાહનોનું ચલણ વધી રહ્યું છે ત્યારે લોકો સરકાર દ્વારા આપવામા આવતી સબસીડી આધારે ખરીદી કરતા હોય છે. જેમાં નિયમ મુજબ એક કિલો વોટ અવરમાં 10 હજાર રૂપિયાની સબસીડી મળવા પાત્ર છે. જેમાં બાઇકમાં વધુમાં વધુ 2 kw સુધી વધુમાં વધુ 20 હજાર સબસીડી મળવાપાત્ર છે તો કારમાં 15 kw સુધી વધુમાં વધુ એટલે કે 1.50 લાખ સુધી સબસીડી મળવા પાત્ર છે.

રજિસ્ટ્રેશન માટેના નિયમો: સામાન્ય રીતે કોઈ પણ કાર કે બાઇકને નંબર પ્લેટ જોવા મળતી હોય છે. પરંતુ ઇલેક્ટ્રિકલ વિહિકલમાં એવું હોતું નથી. CMVR મુજબ (2)(u) કેન્દ્ર મોટર વાહન નિયમ મુજબ જે કોઈ વાહનની મોટર કેપિસિટી 2500 વોટની હોય કે તેથી વધુ હોય તોજ તે રજિસ્ટ્રેશન પાત્ર ગણાતું હોય છે. સાથે જે કોઈ વાહનનું વજન 7.5 ટન થી ઓછું હોય છે તેને આરટીઓ આવવાનું હોતું નથી.

આરટીઓમાં રજીસ્ટર થયેલ EV વાહનો: વડોદરા આર ટી ઓ ખાતે નોંધણી થયેલ વાહનોની વાત કરવામાં આવે તો જુલાઈ 2022થી ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 291 વાહનો નોંધાયા છે. જાન્યુઆરી 2022થી ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 5569 વાહનો નોંધાયા છે. જાન્યુઆરી 2023થી મે 2023 સુધીમાં 3400 વાહનો મળી કુલ 9,260 વાહનો રજીસ્ટર્ડ થયેલ છે. એટલે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે1તેમ તેમ ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધતી જોવા મળી રહી છે.

Electric Vehicles: ગુજરાતની સડકો પર દોડી રહ્યા છે 1.50 લાખ ઇલેક્ટ્રિક વાહનો, અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં ડબલ સબીસીડી

Electric Vehicles: કચ્છમાં 2925 જેટલા ઇલેક્ટ્રિક વાહનો, જાણો શું કહેવું છે ડીલર અને ગ્રાહકોનું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.