ETV Bharat / state

પાદરાના અપક્ષ ઉમેદવાર દિનુમામાને ટેકો આપનારા APMC પ્રમુખ જબરા ભરાયા, હવે ભાજપે ચડાવી બાંયો

author img

By

Published : Dec 13, 2022, 1:26 PM IST

પાદરાના અપક્ષ ઉમેદવાર દિનુમામાને ટેકો આપનારા APMC પ્રમુખ જબરા ભરાયા, હવે ભાજપે ચડાવી બાંયો
પાદરાના અપક્ષ ઉમેદવાર દિનુમામાને ટેકો આપનારા APMC પ્રમુખ જબરા ભરાયા, હવે ભાજપે ચડાવી બાંયો

વડોદરામાં પાદરા બેઠક (Padra Assembly Seat) પરથી ભાજપ સાથે છેડો ફાડીને દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ અપક્ષ (Dinesh Patel Padra Independent Candidate) ઉમેદવારી નોંધાવી હતી. તેમને આ ચૂંટણીમાં પાદરા APMCના પ્રમુખ (Padra APMC President) પ્રવિણસિંહ સિંધાએ પણ મદદ કરી હતી. ત્યારે હવે રાજકીય હિસાબો સરભર કરવા માટે APMCમાં પ્રવિણસિંહ સામે અવિશ્વાસની દરખાસ્ત (motion of no confidence for Padra APMC President) જિલ્લા રજિસ્ટરને સુપરત કરવામાં આવી હતી.

ભાજપના સમર્થકોનું પ્રેશર

વડોદરા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) અનેક બેઠકો એવી હતી, જ્યાં રસાકસી રહી હતી. તો કેટલીક બેઠકો પર કેટલાક ધારાસભ્યોએ બળવો કરી પાર્ટીની સાથે નહીં પણ સામે કામ કર્યું હતું. આવી જ રીતે વડોદરાની પાદરા વિધાનસભા બેઠક (Padra Assembly Seat) પરથી ભાજપમાંથી છેડો ફાડનારા દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ (Dinesh Patel Padra Independent Candidate) અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આ ચૂંટણીમાં તેમનો કારમો પરાજય થયો હતો. જ્યારે પાદરા APMCના પ્રમુખ પ્રવિણસિંહ સિંધાએ (Padra APMC President) તેમને આ ચૂંટણીમાં ટેકો આપ્યો હતો.

રાજકારણના અસલી હિસાબોની પતાવટ હવે શરૂ APMCના પ્રમુખ દિનેશ પટેલના સમર્થનમાં (Dinesh Patel Padra Independent Candidate)આવતા ભાજપના કાર્યકર્તાઓએ હવે રાજકીય હિસાબો સરભર કરવાનું નક્કી કર્યું છે. ત્યારે પાદરા APMCના પ્રમુખ પ્રવિણસિંહ સિંધા (Padra APMC President) સામે અવિશ્વાસની દરખાસ્ત જિલ્લા રજિસ્ટરને સુપરત કરવામાં આવી છે.

દિનુમામાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી હિન્દી સિનેમાના અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી તાપસી પન્નુની 'બદલા' નામની એક ફિલ્મ હતી. તેમાં બદલા લેના હર બાર સહી નહી હોતા મગર માફ કર દેના ભી હર બાર સહી નહી હોતા. બસ આવું જ જોવા મળી રહ્યું છે પાદરામાં. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે હવે રાજકીય વેરઝેરભર્યા હિસાબોની પતાવટ કરવાની પ્રવૃત્તિઓ પણ તેજ ગતિથી શરૂ કરી દેવામાં આવી છે. હાલ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Election 2022) પાદરા વિધાનસભા બેઠક (Padra Assembly Seat) ઉપરથી ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડી દિનેશભાઈ પટેલ ઉર્ફે દીનું મામાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે હવે તેમને ટેકો આપનારા પાદરા APMCના પ્રમુખ હવે ભરાઈ ગયા છે.

ભાજપના સમર્થકોનું પ્રેશર અપક્ષ ઉમેદવારી કરનાર દિનુ મામાના (Dinesh Patel Padra Independent Candidate) ટેકેદાર તરીકે પાદરા APMCના પ્રમુખ પ્રવિણસિંહ સિંધાએ દિનુમામાના સમર્થક તરીકે કામગીરી કરી હતી. ભારતીય જનતા પાર્ટીમાંથી બળવો કરી ભાજપ વિરૂદ્ધ અપક્ષ ઉમેદવારને કેમ ટેકો કર્યો તે સંદર્ભે હવે પ્રવિણસિંહને ચેરમેન તરીકે હટાવી દેવા કોઈક પ્રકારનું રાજકીય પ્રેશર કામ કરી રહ્યું છે, જેથી હવે આ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

સત્તાવિરોધી કામગીરી કરનારા સામે વેરઝેર સત્તા વિરુદ્ધ કામગીરી કરનાર વ્યક્તિઓ સામે પણ વેરઝેરની પ્રવૃત્તિઓ શરૂ કરી દેવામાં આવી હોવાની ચર્ચાઓ શરૂ કરી દેવાઈ છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, આ પ્રવૃત્તિઓ ચૈતન્યસિંહ ઝાલાના ઈશારે થતી હોય તેમાં લાગી રહ્યું છે. માટે દીનુ મામાના સમર્થકોની મુસીબત વધી છે.

કાલિદાસ ગાંધી અને ચૌહાણની આગેવાનીમાં આ દરખાસ્ત રજૂ કરાઈ APMCના (Padra APMC President) પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનારા કાલિદાસ ગાંધી અને પ્રદ્યુમનસિંહ ચૌહાણ મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને તેઓ કોના ઈશારે કામ કરી રહ્યા છે તે હવે જોવું રહ્યું. આ દરખાસ્ત કયા કારણોસર પ્રમુખ સામે રજૂ કરવામાં આવી છે. તે રહસ્ય હજી ખૂલવા પામ્યું નથી. આનું મુખ્ય કારણ હજી પણ અકબંધ રહેવા પામ્યું છે. તો રાજકીય બદલારૂપે જ ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે જોવું રહ્યું કે, કોણ કેવી રીતે પ્રવિણસિંહનું પતતુ કપાય છે?

પાદરા APMCનું પ્રમુખ પદ પ્રવિણસિંહ સિંધા ગુમાવે તેવી શક્યતા પાદરા એપીએમસીના પ્રમુખ (Padra APMC President) સામે જિલ્લા કલેકટરમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને તે મંજુર થશે તો એપીએમસીમાં પ્રમુખ પદ (Padra APMC President) કોનું રહેશે એ પણ એક મોટું રહસ્ય અકબંધ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર પ્રવૃત્તિ પાદરા વિધાનસભાના હાલના (Padra Assembly Seat) ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ ચૈતન્યસિંહ ઝાલાના ઈશારે ચાલી રહ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. શું જિલ્લા કલેકટર આ દરખાસ્તને માન્ય રાખશે કે કેમ ? અને પ્રવિણસિંહ સિંધાને સત્તા ગુમાવી પડે છે કે કેમ ? એ તો આવનારો સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.