ETV Bharat / state

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા શહેરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

author img

By

Published : Jan 24, 2021, 10:28 AM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા શહેરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા શહેરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

વડોદરા કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આગામી તા. 21 મી ફેબ્રુઆરી 2020 ના રોજ યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરતા આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 26 મી જાન્યુઆરી વડોદરા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે થવાનો હતો તે કાર્યક્રમ રદ કરાયો છે જે કાર્યક્રમમાં નહીં આવે. એટલું જ નહીં શહેરમાં ઠેર-ઠેર રાજકીય હોર્ડિંગ્સને ઉતારવાનું કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે આગામી તા. 21 રોજ 19 વોર્ડ 76 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે.

  • સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી
  • 19 વોર્ડ 76 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
  • ચૂંટણી જાહેરાત થઈ જતા આદર્શ આચાર સંહિતા લાગુ પડી

વડોદરા : કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આગામી તા. 21 મી ફેબ્રુઆરી 2020 ના રોજ યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરતા આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 26 મી જાન્યુઆરી વડોદરા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે થવાનો હતો તે કાર્યક્રમ રદ કરાયો છે જે કાર્યક્રમમાં નહીં આવે. એટલું જ નહીં શહેરમાં ઠેર-ઠેર રાજકીય હોર્ડિંગ્સને ઉતારવાનું કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે આગામી તા. 21 રોજ 19 વોર્ડ 76 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે.

શહેર કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઇ

શહેરમાં કોર્પોરેશનની સ્થાપના 1966ની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજજો મળ્યો હતો. 2015 પહેલા વોર્ડ દીઠ ત્રણ કોર્પોરેટર હતા. ત્યારબાદ 2015થી વોર્ડ ચાર કોર્પોરેટરો થયા હતા અને 19 વોર્ડને 76 બેઠકો થઇ હતી.

વીએમસીની ચૂંટણી 21 ફેબ્રુઆરીને યોજાશે

છેલ્લા કેટલાક દિવસથી ચૂંટણીના ધમધમાટ શહેરમાં શરૂ થઈ ગયા હતા. રાજકીય પક્ષો દ્વારા શહેરની અંદર કાર્યાલયના ઉદ્ધાટનો અને નાગરિકોને જોડાવવા માટેના હેલ્પલાઇન નંબરો પણ શરૂઆત થઇ ગઇ હતી. ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરી દેતા 21મી ફેબ્રુઆરીના રોજ વડોદરા કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. જેમાં 19 વર્ષની અંદર 76 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે. આમ તો શહેરની અંદર આમ આદમી પાર્ટીથી લઈને અનેક રાજકીય પાર્ટીઓ આવેલી છે. પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ કહી શકાય કે ખેલાશે. જ્યારે આર.એસ.પી કાઉન્સિલર ભાજપમાં જોડાતા હવે એ પણ ચૂંટણીમાં ઝંપલાવશે નહીં. 21મી ફેબ્રુઆરીના રોજ સવારે 07:00 થી સાંજના 06:00 સુધી મતદાન થશે. જ્યારે તેની મતગણતરી તા.23 ફેબ્રુઆરીના રોજ થશે.

આદર્શ આચાર સંહિતા લાગુ

ચૂંટણી જાહેરાત થઈ જતા આદર્શ આચાર સંહિતા લાગુ પડી ગઈ છે. આગામી 26મી જાન્યુઆરીના રોજ વડોદરા શહેર-જિલ્લાના ભજનના કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે થવાનો હતો. જ્યારે હવે ચૂંટણી જાહેર થઇ જતાં એક કાર્યક્રમ રદ કરાયો છે અને વડોદરા શહેરમાં ઠેરઠેર અભિનંદન લાગેલા રાજકીય હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા શરૂ કરી દીધી છે.

શહેરના કેટલા વોર્ડ , કેટલી વસ્તી તેના પર એક નજર

  1. 2015થી 1 વોર્ડમાં 4 કાઉન્સિલર
  2. વસ્તી 17,41,791
  3. મતદાર 14,50,737
  4. વોર્ડ દીઠ સરેરાશ વસ્તી 91,673
  5. કુલ વોર્ડ 19
  6. કુલ બેઠકો 76
  7. બેઠકો મહિલા અનામત 38
  8. બેઠકો અનુસૂચિત જન જાતિ 05
  9. બેઠકો અનુસૂચિત આદિ.અનામત 03
  10. બેઠકો પછાત વર્ગ અનામત 08
  11. કુલ અનામત બેઠકો 45
  12. કુલ સામાન્ય બેઠકો 31

કોઈ વિકાસના કામો હવે નહીં થાય

ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી દેતાં હવે વડોદરા શહેરની અંદર કોઈપણ વિકાસના કામો હવે નહીં થઈ શકે. તે સિવાય આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પણ નજર રાખવામાં શરૂ કરાયું છે. હવે જોવાનું છે કે, વડોદરા શહેરની અંદર નાગરિકો જીતનો તાજ કોને પહેરાવે છે ભાજપને કે કોંગ્રેસને તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.