ETV Bharat / state

Paper Leak: પોલીસે ફર્ધર રિમાન્ડ ન માગતા જૂનિયર ક્લાર્ક પેપર લીકના 19 આરોપીઓને ફરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

author img

By

Published : Feb 10, 2023, 7:27 PM IST

રાજ્યમાં જૂનિયર ક્લર્કની પરીક્ષા પેપર લીકના 19 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. આ તમામ આરોપીઓને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Paper Leak: પોલીસે ફર્ધર રિમાન્ડ ન માગતા જૂનિયર ક્લાર્ક પેપર લીકના 19 આરોપીઓને ફરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Paper Leak: પોલીસે ફર્ધર રિમાન્ડ ન માગતા જૂનિયર ક્લાર્ક પેપર લીકના 19 આરોપીઓને ફરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

વિવિધ ટીમો કામે લગાડવામાં આવી હતી

વડોદરાઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જૂનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર જાન્યુઆરીમાં ફૂટી ગયું હતું. ત્યારે હવે પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા 19 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને વડોદરાની કોર્ટમાં રજૂ કરાયા હતા. જોકે, તપાસ એજન્સી દ્વારા વધુ રિમાન્ડની માગણી ન કરાતા તમામ આરોપીઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો Gujarat Cabinet: પેપર લીકના કાયદામાં ઢીલ દેખાતા મુખ્યપ્રધાને કાયદા વિભાગને બિલ પરત મોકલ્યું, આપી નવી સૂચના

પેપર થયું હતું લીકઃ ગુજરાત એટીએસે પરીક્ષાની આગલી રાતે વડોદરામાંથી પેપર ફોડનારાઓને શોધી આખી સિન્ડીકેટ ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાત એટીએસે કરેલી કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે. ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા આપવા માટે રાજ્યભરના 9.5 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, પરીક્ષાના ગણતરીના કલાકો પહેલાં જ પેપર ફૂટી ગયું હતું.

વિવિધ ટીમો કામે લગાડવામાં આવી હતીઃ ગુજરાત એટીએસ દ્વારા પેપર ફોડવાની ઘટનાનું પગેરૂં શોધવા માટે વિવિધ રાજ્યોમાં ટીમો દોડાવવામાં આવી હતી. તબક્કાવાર રીતે 19 પેપર ફોડનારાઓની ધરપકડ કરીને વડોદરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. વડોદરાની કોર્ટે 19 આરોપીઓના 10 ફેબ્રુઆરી સુધીની રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ આજે પૂર્ણ થતા તમામને ફરી એક વખત વડોદરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આરોપીઓ ફરી કસ્ટડીમાંઃ આ અંગે સરકારી વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, જે પેપર લીક કાંડની અંદર ગુજરાત એટીએસ દ્વારા દરોડા પાડીને કુલ 19 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. આ આરોપીઓના રિમાન્ડ નામદાર કોર્ટ સમક્ષ માગવામાં આવ્યા હતા. તમામે તમામના રિમાન્ડ આજે 10 ફેબ્રુઆરીએ પૂર્ણ થતાં 19 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, રિમાન્ડ પિરીયડ પૂરો થતાં આજે તપાસ કરનાર અધિકારી તરફથી તમામ આરોપીઓને નામદાર કોર્ટની કસ્ટડીમાં રજુ કરવામાં આવ્યા હતા. તેમ જ નામદાર કોર્ટ સમક્ષ વધુ રિમાન્ડ માગવામાં ન આવતા તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.