ETV Bharat / state

Childrens Fair at Kamatibagh: કમાટીબાગ ખાતે યોજાઈ રહેલ 50 મો બાળમેળો G-20 થીમ રહ્યું આકર્ષકનું કેન્દ્ર

author img

By

Published : Jan 28, 2023, 4:13 PM IST

કમાટીબાગ ખાતે યોજાઈ રહેલ 50મો બાળમેળો G-20 થીમ આકર્ષકનું કેન્દ્ર બન્યો બન્યું હતું. બાળમેળામાં G-20, રામસેતુ, આત્મનિર્ભર આધારિત પ્રોજેકટ, સંસ્કૃતિક કૃતિઓ અને ગણિત-વિજ્ઞાન પ્રદર્શન જોવા લોકો ઉમટી પડ્યા હતા. આ ત્રિદિવસીય બાળમેળાની શરૂઆત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી.

Childrens Fair at Kamatibagh
Childrens Fair at Kamatibagh

કમાટીબાગ ખાતે યોજાઈ રહેલ 50 મો બાળમેળો G-20 થીમ આકર્ષકનું કેન્દ્ર

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો 50મો બાળમેળો કમાટીબાગ ખાતે યોજાઈ રહ્યો છે. આ બાળ મેળો 50મો હોવાથી તેનું નામ સયાજી કાર્નિવલ અપાયું છે. આ ત્રિદિવસીય બાળમેળાની શરૂઆત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ બાળમેળામાં બાળકો દ્વારા G-20 આધારિત પ્રોજેકટ, આત્મનિર્ભર ભારત અને સંસ્કૃતિક કૃતિઓ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન આકર્ષકનું કેન્દ્ર બન્યા છે.

ત્રિદિવસીય બાળમેળાની શરૂઆત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી
ત્રિદિવસીય બાળમેળાની શરૂઆત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી

બાળકોના વિવિધ પ્રોજેકટ આકર્ષણનું કેન્દ્ર: વડોદરામાં શિક્ષણ સમિતિની હેઠળ 120 શાળાઓ આવેલી છે. જેમાં આશરે 38 હજાર બાળકો અભ્યાસ કરે છે. બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળાનું વિશેષ આકર્ષણ રહ્યું છે, અને દર વર્ષે જાન્યુઆરીમા તેનું આયોજન થાય છે. આ વર્ષે 50મો બાળમેળો યોજાઈ રહ્યો છે. જેમાં દર વર્ષની જેમ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને મનોરંજન સહિતના વિવિધ વિભાગો મુજબ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ બાળ મેળામાં 40 શૌક્ષણિક પ્રોજેકટ ,120 જેટલી સંસ્કૃતિક કૃતિઓ અને 34 જેટલા આનંદ બજારના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. બાળકોમાં એડવેન્ચરની પ્રવૃત્તિનું પણ આકર્ષણ રહ્યું છે, આ સિવાય વિસરાયેલી રમતોનું પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

G-20 થીમ આકર્ષકનું કેન્દ્ર બન્યો બન્યું
G-20 થીમ આકર્ષકનું કેન્દ્ર બન્યો બન્યું

G-20 થીમ આધારિત આયોજન: આ વર્ષે ભારતને G-20નું યજમાન પદ મળ્યું છે અને બાળમેળામાં તેનું વિશેષ આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. G-20ના વસુધૈવ કુંટુંબકમ થીમ પર બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ વિભાગોમાં પણ આ વખતે વધારો કરવામાં આવ્યો છે. બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલવતો અને બાળકને અભિવ્યક્ત કરતો આ બાળમેળો ત્રણ દિવસ ચાલે છે. હાલમાં ચાલી રહેલ આ બાળમેળા માં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

રામસેતુ પ્રોજેકટ દ્વારા લોકોને માહિતગાર
રામસેતુ પ્રોજેકટ દ્વારા લોકોને માહિતગાર

G-20માં ભારતની અધ્યક્ષતા પ્રોજેકટ: વર્ષ 2023માં ભારતને G-20 નું યજમાન પદ મળ્યું છે ત્યારે આ બાળ મેળામાં માંજલપુરની કુબેરેશ્વર પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી એ જણાવ્યું હતું કે G-20 માં ભારતની અધ્યક્ષતા કેટલું મહત્વની છે. કયા કયા દેશોનો સમાવેશ થાય છે અને આ દેશની ખાસિયત અને કેટલા મહત્વની આ સમિટ છે તે બાબતે સમજાવ્યું હતું. આ વર્ષેની G-20 બેઠકના ભારતના યજમાન શહેરો કેટલા છે. આ બેઠક શા માટે મળે છે અને તેના એજન્ડા શુ હોય છે તે બાબતે ખુબજ સમાજ આપતો પ્રોજેક અનુસંધાને લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો Vadodara Corporation Budget 2023-24: વડોદરા કોર્પોરેશનનું 2023-24નું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ, વિકાસના વિવિધ કામો પાછળ રૂપિયા 950 કરોડનો ખર્ચ કરાશે

રામસેતુ પ્રોજેકટ દ્વારા લોકોને માહિતગાર: સાથે શહેરની વાડી વિસ્તારની સી વી રામન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રામસેતુ પ્રોજેકટ અંતર્ગત થીમ મુકાઈ હતી. આ બાબતે વિદ્યાર્થીની શીમાં પટેલે જણાવ્યું હતું કે રામસેતુના પ્રોજેકટમાં આ 7 હજાર વર્ષ પુરાણો છે. આ રામસેતુનો હાલમાં કોઈ પુરાવો નથી ત્યારે આ બાબતે જે લોકો જાણતા નથી. આ એક ઐતિહાસિક પુરાવો છે આ રામસેતુ 48 કિલોમીટર અને નિર્માણ માટે 5 દિવસ લાગ્યા હોવાનું માનવામાં આવે છે.આ રામસેતુ ક્યાં આવેલો છે,તેનો ઇતિહાસ શું છે, સાથે તે બાબતે વિગતવાર આ પ્રોજેક્ટના માધ્યમથી યોગ્ય માર્ગદર્શન અને ઐતિહાસિક વાત લોકો સુધી પોહચે તેવા ઉદ્દેશ્યથી આ પ્રોજેકટ બનાવાયો છે.

આ પણ વાંચો Surat news: સુરત મનપાનું આઇકોનિક ભવનનું નિર્માણ, સીએમ ભુપેન્દ્ર પટેલ કરશે ખાતમુહૂર્ત

આત્મનિર્ભર ભારતની થીમ: આ અંગે માહિતી આપતા આદિ શંકરાચાર્ય પ્રાથમિક શાળા કરોળિયાની વિદ્યાર્થીની ગોહિલ યોગીની એ જણાવ્યું કે આત્મનિર્ભર ભારત પ્રોજેકટ અંતર્ગત ભારત પોતેજ પોતાના દેશમાં કોઈ પણ વસ્તુને બનાવી શકાય છે. આત્મનિર્ભર થઈ થતા ફાયદામાં દેશમાં ઉધોગોમાં વૃદ્ધિ, અન્ય દેશમાંથી લેવિવાતી મદદની જરૂર નહીં રહે સાથે રોજગારીની તકો ઉભી થશે. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુકવામાં આવેલ વિવિધ યોજનાઓ ,વંદે ભારત ટ્રેન અને સ્વદેશી ચીજ વસ્તુઓ પોસ્ટર અને થીમ આધારિત પ્રોજેકટ દ્વારા લોકોમાં આકર્ષક જમાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.