ETV Bharat / state

Vadodara news: વડોદરામાં ભાજપના કાર્યકરો વચ્ચે થઇ મારામારી

author img

By

Published : Jan 19, 2023, 2:36 PM IST

BJP Worker Jigano Attacked Bakshi Panch Morcha
BJP Worker Jigano Attacked Bakshi Panch Morcha

વડોદરા શહેરના ગાજરાવાડી ખાતે મોડી સાંજે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થતા વિસ્તારમાં ભારે તંગદીલી વ્યાપી હતી. ભાજપના કાર્યકર્તા જીગ્નેશ જોષી તેના હથિયારધારી મળતીયાઓ સાથે ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાજુ રબારીનના ઘરે ધસી આવી મહિલાઓ પર હુમલો કર્યો હતો.

ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી

વડોદરા: વડોદરામાં ભાજપના કાર્યકરો વચ્ચે સામસામે લડાઇની ઘટના સામે આવી છે. ભાજપના બહુચર્ચિત જીગા જોષીએ ભાજપના અગ્રમી રાજુ રબારીના ઘર પર હથિયારો સાથે હુમલો કર્યાની ઘટના બની છે. જીગા જોષીની ટોળકી દ્વારા મહિલાઓને પણ માર માર્યો નો આક્ષેપ થઈ રહ્યા છે. તો બીજી તરફ વાત તો એવી પણ આવે છે કે વિસ્તારમાં જીગા અને રાજુનું સરખું જ અસ્તિત્વ હોવાની વાતો છે. તો શું આ વિસ્તારના વર્ચસ્વ જમાવવાની લડાઈ હતી કે પછી અંગત અદાવતમાં આ ઘટના બની છે તે ચર્ચાનો વિષય છે.

આ પણ વાંચો Vadodara News : ગુમ થયેલ મહિલા કોન્સ્ટેબલ અને સદ્દામ નામનો યુવક મહારાષ્ટ્રથી મળી આવ્યા હોવાની માહિતી આવી સામે

ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી: જોકે રાજુ રબારીના પરિવારજનો લગ્ન પ્રસંગમાં હતા ત્યાંજ જીગા જોષીના માણસો બંદુક-કુહાડી-મારક હથિયારો સાથે હુમલો કર્યાની વાત સામે આવી રહી છે. ભાજપ અગ્રણીઓ વચ્ચેની બબાલને લઈને રાજકારણ ગરમાયું છે. બનાવને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને વાહનો મૂકીને ફરાર થયેલા હુમલાખોરોના વાહનો પણ કબ્જે લીધા છે. જોકે હુમલામાં મહિલાઓ ઘાયલ થઈ છે.જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટના સ્થળે દોડી આવેલી વાડી પોલીસે સ્થળ પરથી તલવાર સહિતના હથિયારો સાથે 5થી 6 વાહનો કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો Surat Crime સુરતમાં બાઈક ગિરવે મુકી ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનારા વ્યાજખોરની પોલીસે કરી ધરપકડ

પોલીસની કાર્યવાહી: ઘટના અંગેની જાણ વાડી પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો ફાફલો સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર મુકેલા 5 થી 6 વાહનોને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને સ્થળ પરથી તલવાર સહિત મારક હથિયારો મળી આવતા તેને કબજે લઈ ફરિયાદ નોંધાવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી

'અમે અમારા પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા મારા ઘરમાં મહિલાઓ હતી અને તે સમયે જીગ્નેશ જોશી તલવાર બંદૂક અને કુહાડી જેવા હથિયારો સાથે 10 લોકો સાથે હુમલો કર્યો હતો.તેણે પાંચ થી 10 તોલા જેટલી રકમની લૂંટ કરી હતી હુમલામાં 5 થી 7 લોકોને ઈજા પહોંચાડી છે.': રાજુ રબારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.