ETV Bharat / state

PM મોદીના માતા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી અંગે કેજરીવાલ અને સિસોદિયા માફી માગે, કૉંગ્રેસ નેતાનું નિવેદન

author img

By

Published : Oct 19, 2022, 3:47 PM IST

કૉંગ્રેસના પૂર્વ સાંસદ અને પ્રભારી ડો. અજોયકુમાર (ajoy kumar congress ) વડોદરાની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે આમ આદમી પાર્ટીને કટ્ટર ચોર પાર્ટી (Aam Aadmi Party Gujarat) ગણાવી હતી. સાથે જ તેમણે દિલ્હી મોડલ અંગે અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

PM મોદીના માતા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી અંગે કેજરીવાલ અને સિસોદિયા માફી માગે, કૉંગ્રેસ નેતાનું નિવેદન
PM મોદીના માતા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી અંગે કેજરીવાલ અને સિસોદિયા માફી માગે, કૉંગ્રેસ નેતાનું નિવેદન

વડોદરા વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ તમામ રાજકીય પક્ષનો ગુજરાત પ્રવાસ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના 3 રાજ્યના પ્રભારી અને પૂર્વ સાંસદ ડો. અજોય કુમારે વડોદરા (ajoy kumar congress) ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. વડોદરા શહેર કોંગ્રેસ (Vadodara City Congress) દ્વારા આયોજીત આ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party Gujarat) આડેહાથ લીધી હતી. અરવિંદ કેજરીવાલની (Delhi CM Arvind Kejriwal) આમ આદમી પાર્ટીને કટ્ટર ચોર પાર્ટી કહી ગુજરાતમાં આપવામાં આવી રહેલા વાયદા અને વચનોની દિલ્હી મોડેલની પોલ ખોલી હતી.

વિકાસના નામે જુઠાણું ફેલાવે છે કેજરીવાલ

રાષ્ટ્રપિતાનો ફોટો હટાવી રાજનીતિ કૉંગ્રેસ નેતા ડો. અજોય કુમારે (ajoy kumar congress) જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) અરવિંદ એડવર્ટાઇઝ પાર્ટી કહી પત્રકાર પરિષદની શરૂઆત કરી હતી. AAP પાર્ટી ભગતસિંહના નામે રાજનીતિ કરી રહી છે. આ પાર્ટીને કોઈ વિચારધારા નથી. લોકપાલના નામ પર સરકાર બનાવી પોતાના પ્રદેશમાં લોકપાલ નથી લાવ્યા, સાદગીથી જીવન જીવવાની વાતો કરતા કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) કરોડો રૂપિયાનું ઘરનું રિનોવેશન કરાવ્યું છે લાખો રૂપિયાનો ખર્ચ કરી ગુજરાત આવે છે, દિલ્હીમાં ક્યારે ઓટોમાં બેસતા નથી ગુજરાતમાં ઓટોમાં બેસે છે તે કેવી રાજનીતિ.

દિલ્હીમાં આલેશન ગાડીમાં અને ગુજરાતમાં ઑટોરિક્ષા તેમણે ઉમેર્યું હતું કે, અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) દિલ્હીમાં આલેશન ગાડીમાં ફરે છે અને ગુજરાતમાં ઑટોરિક્ષામાં, દિલ્હીમાં ઝેડ પ્લસ સુરક્ષા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કરતા પણ વધારે. આવા ફ્રોડને ગુજરાતની જનતા કઈ રીતે સહન કરે છે. 80 લોકોને જમવા બોલાવ્યા, જેમાં સરકારના ખર્ચે 11 લાખનો ખર્ચ કર્યો આટલો ખર્ચ તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નથી કરતા. આ તો એનાથી પણ ઉપર ચાલી ગયા. ભાજપ અને આપની વિચારધારામાં કોઈ ફરક નથી, મોસાળ ભાઈ નહીં સગા ભાઈ છે આપ અને ભાજપ. આપ રાષ્ટ્રપિતાનો ફોટો હતાવે તેવી પાર્ટીની વિચારધારા કેવી હોય તે સમજી શકાય છે.

વિકાસના નામે જુઠાણું ફેલાવે છે કેજરીવાલ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) શિક્ષણને લઈ મનીષ સીસોદિયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતના સમયમાં 30 ટકા વિદ્યાર્થી સરકારી સ્કૂલમાં હતા. આજે 40 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાં છે. AAPની સરકારમાં (Aam Aadmi Party Gujarat) વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલો છોડવા લાગ્યા
છે અને કેજરીવાલ ખોટું બોલી રહ્યા છે.

કેજરીવાલે સરકારી ખજાનાને નુકસાન પહોંચાડ્યું તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં 500 સ્કૂલના નામે માત્ર 63 સ્કૂલો બનાવી છે. સૌથી વધારે બેરોજગારી દિલ્હીમાં છે. 8 વર્ષમાં એક પણ રોડ અને ફ્લાય ઓવર નથી બનાવ્યો. દિલ્હીમાં એક ખાનગી હોસ્પિટલ જેટલી ખરીદેલી એમ્બ્યુલન્સ આપ સરકારે નથી ખરીદી, કેજરીવાલ કટ્ટર ચોર પાર્ટી પ્રાઇવેટી કરણ કર્યુ છે સરકારી ખજાનાને નુકસાન કરવાનું કામ કર્યું ,શરાબ પર કંપનીના ટેક્સ ઓછો કરી કંપનીને ફાયદો કરાવી કમાણી કરી કેજરીવાલ સરકારે.

વડાપ્રધાનની માતાનું અપમાન આપણું આપમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા અંગે AAP નેતા ગોપાલ ઇટાલિયાએ કરેલા વિવાદાસ્પદ નિવેદન અંગે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહનો અમે વિરોધ કરીએ છીએ, પરંતુ માતાનું અપમાન કરનારે દેશની માફી માગવી જોઈએ. વડાપ્રધાનનાં માતા એ આપણા માતા છે અને તેમાં ગોપાલ ઈટલીયાએ નહીં, પરંતુ સાર્વજનિક રીતે અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયાએ માફી માગવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજનીતિક અમે પસંદ નથી કરતા, પરંતુ તેમની રાજકીય રાજનીતિ અંગે અમે જાણીએ છીએ કે, ભાજપની લડાઈ કૉંગ્રેસ સાથે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.