ETV Bharat / state

Vadodara Land grabbing: લેન્ડ ગ્રેબિંગના મુખ્ય આરોપીને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો, આરોપીને સાથે રાખી સ્થળ પર વધુ તપાસ હાથ ધરવામાં આવી

author img

By

Published : Jan 21, 2023, 5:32 PM IST

કરોડોની કિંમતની આ સરકારી જમીન હડપી જવાનો પ્રયાસ કરનારા ત્રણ ભૂમાફિયા સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગના મુખ્ય આરોપી સંજયસિંહ પરમારને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. હાલમાં આ તમામ જમીનોની ચોકસાઈ કરવામાં આવી રહી છે. રેવન્યુ અધિકારીઓ દ્વારા હાલમાં આ જમીનની ખરાઈ કરવામાં આવી રહી છે.

Vadodara Land grabbing
Vadodara Land grabbing

લેન્ડ ગ્રેબિંગના મુખ્ય આરોપીને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

વડોદરા: શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના ઉપર પોતાનો આલિશાન બંગલો ઉપરાંત ટેનામેન્ટની સ્કીમ બનાવવાનો કલેક્ટર તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. કરોડોની કિંમતની આ સરકારી જમીન હડપી જવાનો પ્રયાસ કરનારા ત્રણ ભૂમાફિયા સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આરોપીને સાથે રાખી સ્થળ પર વધુ તપાસ હાથ ધરવામાં આવી
આરોપીને સાથે રાખી સ્થળ પર વધુ તપાસ હાથ ધરવામાં આવી

ક્રાઈમબ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચીને પંચનામું કર્યું: લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ અને મામલતદાર ઓફિસ તરફથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચ અને મામલતદારની ટીમ આજે વ્હાઇટ હાઉસ પર આવી પહોંચી હતી. આ સરકારી જમીનની તપાસનો ધમધમાટ શરૂ થતા જ ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. લેન્ડ ગ્રેબિંગના મુખ્ય આરોપી સંજયસિંહ પરમારને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. હાલમાં આ તમામ જમીનોની ચોકસાઈ કરવામાં આવી રહી છે. રેવન્યુ અધિકારીઓ દ્વારા હાલમાં આ જમીનની ખરાઈ કરવામાં આવી રહી છે.

કરોડોની કિંમતની આ સરકારી જમીન હડપી જવાનો પ્રયાસ
કરોડોની કિંમતની આ સરકારી જમીન હડપી જવાનો પ્રયાસ

ક્રાઈમબ્રાન્ચના એસીપીનું નિવેદન: આ અંગે નિવેદન આપતા ક્રાઈમ બ્રાન્ચના એસીપી હરપાલસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે ગઈકાલે ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેવીંગ એક્ટ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી ની રચના કરાઈ હતી અને નિર્ણય આધરીત કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે રેવન્યુ અધિકારી ફરિયાદી છે. તેને આધારે ગઈ કાલે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી તરીકે સંજય પરમાર ને એરેસ્ટ કરવામાં આવ્યા છે. આ સરકારી જમીન પર ગેરકાયદેસર ઝડપી લીધી છે તેનું પંચનામું અને તેના ઘરની જડતી કરવા માટે પંચો અને રેવન્યુ અધિકારીની હાજરીમાં તપાસ ચાલી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચ અને મામલતદારની ટીમ આજે વ્હાઇટ હાઉસ પર આવી પહોંચી
ક્રાઈમ બ્રાન્ચ અને મામલતદારની ટીમ આજે વ્હાઇટ હાઉસ પર આવી પહોંચી

27 દસ્તાવેજો થઈ ચૂક્યા છે: આ સરકારી જમીન પર અત્યાર સુધીમાં 27 જેટલા દસ્તાવેજો કરવામાં આવ્યા છે અને દસ્તાવેજ થયેલા ગ્રાહકોને બોલાવવામાં આવશે. આ મકાનની કિંમત બાબતે જણાવ્યું હતું કે જંત્રી મુજબ ભાવ અલગ હોય છે અને વેચાણ કિંમત અલગ હોય છે. હાલમાં બને રીતે ભાવ બાબતે તપાસ થઈ રહી છે. હાલમાં જંત્રી મુજબની કિંમત રેવન્યુ દ્વારા જાણવા મળશે અને બઝાર કિંમત સરકારી વેલ્યુરના આધારે નક્કી કરવા આવશે. હાલમાં આ તમામ જગ્યાની માપણી કરવામાં આવશે અને ત્યારબાદ તેની કિંમત નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો Ahmedabad Crime News : પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ કર્યુ યુવતીનું અપહરણ, ઘટના CCTVમાં કેદ

ખોટા દસ્તાવેજ આધારે સ્કીમ: ખોટો દસ્તાવેજોના આધારે છેલ્લા ત્રણ દાયકાથી સરકારી તંત્રની આંખમાં ધૂળ નાંખી રહેલા આ ભૂમાફિયાની કરમકુંડળી વડોદરા શહેર પ્રાંત અધિકારીની ફેરણી દરમિયાન ધ્યાને આવી હતી. તલાટીના સામાન્ય દફતર તપાસણી દરમિયાન દંતેશ્વરના સર્વે નંબર 541માં આકાર પામનારા કાનન વિલા 1 અને 2નું કૌભાંડ ધ્યાને આવ્યું હતું. આ ભૂમાફિયાનું કારસ્તાન એવું હતું કે, દંતેશ્વરના સર્વે નંબર 541ની 16086 ચોરસ મીટર જમીન મૂળથી સરકારી હતી. તેના ઉપર ગામ નમૂના નંબર સાત અને બારના ઉતારા જોતા આ બાબત ધ્યાને આવી હતી. સરકારી જમીન ઉપર ખાનગી બાંધકામ કેવી રીતે થઇ શકે? આ બાબતની મહેસુલી તંત્ર દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો Vadodara News: વડોદરામાં બાળક ત્યજીને પુન:સ્વીકારવાના કેસમાં નવો ખુલાસો, યુવતીની પ્રસૂતિ રીક્ષા નહીં પરંતુ દાયણના ઘરે થઈ હતી

મહિલા સહિત ત્રણ ભૂમાફિયા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ: ઉક્ત હકીકતો જોતા કલેક્ટર અતુલ ગોર પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે સંજયસિંહ બચુસિંહ પરમાર, લક્ષ્મીબેન સંજયસિંહ પરમાર તથા શાંતાબેન ઉર્ફે ગજરાબેન બચુભાઇ રાઠોડ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.