ETV Bharat / state

વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં એક યુવાને કરી આત્મહત્યા

author img

By

Published : Oct 7, 2020, 1:27 PM IST

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા અદિતિ હોટલમાં રોકાયેલા અમદાવાદના એક યુવાને આત્મહત્યા કરી હતી.

વડોદરામા સયાજીગંજ વિસ્તારમાં એક યુવાને   કરી આત્મહત્યા કરી
વડોદરામા સયાજીગંજ વિસ્તારમાં એક યુવાને કરી આત્મહત્યા કરી

વડોદરાઃ શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા અદિતિ હોટલમાં રોકાયેલા અમદાવાદના યુવાને રહસ્યમય સંજોગોમાં રૂમમાં પંખા સાથે દોરી બાંધી આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું.

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા અદિતિ હોટલમાં અમદાવાદ ખાતે રહેતાં 50 વર્ષીય અલ્પેશભાઈ નાનજીભાઈ પટેલ ગઇકાલે વડોદરા શહેરમાં આવ્યા બાદ હોટલ અદિતિમાં રોકાયા હતાં. તેમને એક દિવસ માટે રૂમ બુક કરાવ્યો હતો, જ્યારે હોટલમાં ચેકઆઉટ ટાઇમ હતો ત્યારે રાત્રીના 8 વાગે પણ અલ્પેશભાઈ પટેલે રૂમ ચેક આઉટ ન કરાવતા હોટલનો કર્મચારી અલ્પેશભાઇના રૂમમાં તપાસ કરવા માટે ગયો હતો. જ્યાં રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી કર્મચારીએ ખટખટાવ્યો હતો પરંતુ રૂમની અંદરથી કોઈ જવાબ ન મળતા કર્મચારીએ હોટલ મેનેજરને વાત કરી હતી. જેથી મેનેજર રૂમ ખાતે પહોંચ્યા હતા.

વડોદરામા સયાજીગંજ વિસ્તારમાં એક યુવાને   કરી આત્મહત્યા કરી
વડોદરામા સયાજીગંજ વિસ્તારમાં એક યુવાને કરી આત્મહત્યા કરી

તેમને અજુગતુ લાગતા હોટલ માલિકને જાણ કરી સયાજીગંજ પોલીસને ખબર આપવામાં આવી હતી. પોલીસ સ્ટાફ બનાવ સ્થળે પહોંચી તપાસ કરતાં પોલીસે રૂમનો દરવાજો તોડીને જોતા અલ્પેશ પટેલ રૂમમાં મૃત અવસ્થઆમાં હતો. કારણ જાણવા મળ્યુ ન હતું. બાદમાં પોલીસે અલ્પેશ પટેલના પરિવારનો સંર્પક કરી બનાવની હકીકત જણાવતા તેમના સગા અમદાવાદથી અહી આવવા માટે નિકળ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.