ETV Bharat / state

દિલ્હીથી આઠ દિવસના બાળકની તસ્કરી કરતું દંપતિ વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયું

author img

By

Published : Sep 5, 2022, 2:13 PM IST

Updated : Sep 7, 2022, 8:45 AM IST

વડોદરા પોલીસે બાળકોની તસ્કરી કરતી ગેંગને ઝડપી પાડી છે. શહેરની ઝોન 2 LCBની ટીમ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળકોની તસ્કરી કરી સપ્લાય કરતી ગેંગના પતિ-પત્નીને ઝડપી લેવામાં આવ્યા છે. આ બાળકોની તસ્કરી તેઓ દિલ્હીથી કરતા હોવાનું જણવા મળ્યું છે. Child trafficking gang, Child trafficking gang arrested in Vadodara, Child trafficking in Gujarat

દિલ્હીથી આઠ દિવસના બાળકની તસ્કરી કરતું દંપતિ વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયું
દિલ્હીથી આઠ દિવસના બાળકની તસ્કરી કરતું દંપતિ વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયું

વડોદરા શહેર પોલીસે બાળકોની તસ્કરી કરતાં દંપતીને ઝડપી (Child trafficking gang arrested in Vadodara)લીધુ છે. શહેર પોલીસને એક જાગૃત નાગરિ કે માહિતી આપી હતી કે રેલ્વે સ્ટેશન પાસે એક શંકાસ્પદ દંપતી બાળક સાથે ઊભું છે. તેઓ આ બાળક અન્ય કોઈને આપવાના છે. આ માહિતીના આધારે વડોદરા પોલીસે વોચ ગોઠવી અને દંપતીને ઝડપી પડ્યું છે. દંપતીની વધુ પૂછપરછ હાથ (Child trafficking) ધરવામાં આવી છે.

બાળકની તસ્કરી

બાળકોની તસ્કરી કરતું દંપતી ઝડપાયું વડોદરાનું દંપતી દિલ્હીથી બાળકીને લાવ્યું હતું. આ બાળકીનું ઉમર માત્ર 8 દિવસની હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરા LCB અને (Vadodara LCB)રાવપુરા સી ટીમ તેમજ ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098ના સ્ટાફ સાથે રાખી અભિયાન હાથ ધર્યું હતું. જેમાં સૌરભ વિશ્વનાથ વેરા અને તેની પત્ની સોમા વેરા એક બાળકી સાથે શંકાસ્પદ હાલતમાં મળી (Child trafficking gang)આવ્યા હતા. બંને વડોદરાના તુલસીદાસની ચાલી, સલાટવાડા, કારેલીબાગના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

બાળકીને દિલ્હીથી લાવ્યા આ દંપતીએ પોલીસને જણાવ્યુ હતું કે તેઓ આ બાળકીને દિલ્હીથી લાવ્યા છે. સેન્ટ્રલ દિલ્હીના કરોલબાગ સ્થિત બાપાનગરમાં રહેતી પૂજા હરીશંકર તથા દીપક કુમાર શીવચરન આ બાળકીના ખરા માતા પિતા છે. અને અમે આ બાળકી દત્તક લેવાના છીએ. જો કે તેમની પાસે આ બાળકીના સાચા માતપિતાના કે પાકી દત્તક લેવાના કોઈ પુરાવા મળી આવ્યા ના હતા. પોલીસે તેમની અટકાયત કરી હતી.

બાળકોની તસ્કરી બાળકીની ઉમર માત્ર 8 દિવસની છે. અને દંપતીના જણાવ્યા અનુસાર તેઓ તેને દિલ્હીથી લાવ્યા હતા. માટે જ બાળકીને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. દંપતીની અટકાયત કરી તેઓ બાળકોની તસ્કરીમાં કેવી રીતે સામેલ છે અને તેઓ અગાઉ પણ આવી રીતે બાળકો લાવ્યા છે કે નહીં. તેમજ કોના સંપર્કથી આ બાળકી તેઓ લાવ્યા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

કૌભાંડનો પર્દાફાશ થયો રવિવારે દિલ્હીથી આવતી એક ટ્રેનમાં આ બાળકીનો સોદો થયો હતો. ટ્રેનમાં પ્રવાસી મહિલાએ આ સાંભળ્યુ હતું. અને તેને જ માહિતી આપી હતી કે રેલ્વે સ્ટેશની બહાર દંપતી બાળકને લઈ ઊભા રહેશે ખરીદનાર પણ ત્યાં જ આવશે. આ માહિતીના આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જો કે પોલીસને શંકા છે કે આ કૌભાંડમાં બીજા પણ અનેક લોકો સામેલ હોય શકે છે. આ કેસની તપાસ દિલ્હીમાં પણ કરવામાં આવશે.

Last Updated : Sep 7, 2022, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.