ETV Bharat / state

વડોદરાના અટલાદરામાં 500 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરાઇ

author img

By

Published : Apr 15, 2021, 10:08 AM IST

વડોદરામાં અટલાદરા સ્થિત યજ્ઞપુરુષ સભાખંડ ખાતેની 500 બેડની તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં કોરોનાના 100 દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યાં હતા. 50ને દર્દીઓ ગોત્રી હોસ્પિટલમાંથી અને 50ને સયાજી હોસ્પિટલમાંથી અહીં શિફ્ટ કરવામાં આવ્યાં હતા. દર્દીઓ માટે જમવાથી માંડીને બાથરૂમની વ્યવસ્થા પણ કરાઇ છે.

યજ્ઞપુરુષ સભાખંડ
યજ્ઞપુરુષ સભાખંડ

  • અટલાદરામાં યજ્ઞપુરુષ સભાખંડ ખાતેની 500 બેડની કોવિડ હોસ્પિટલ બનાવાઇ
  • કોવિડ હોસ્પિટલમાં કોરોનાના 100 દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા
  • ગોત્રી અને SSGમાંથી 45-45 નર્સિંગ અને તબીબી સ્ટાફની બદલી કરાઇ

વડોદરા : સયાજી અને ગોત્રી હોસ્પિટલમાંથી અટલાદરા સ્થિત યજ્ઞપુરુષ સભાખંડ ખાતેની 500 બેડની તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના 100 દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યાં હતા. આ દર્દીઓ પૈકી 50ને ગોત્રી હોસ્પિટલમાંથી અને 50ને સયાજી હોસ્પિટલમાંથી શિફ્ટ કરવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો : કોવિડ સેન્ટરમાં દર્દીઓને સવારે ઘરનો ચા અને નાસ્તો આપવા માટે સંબંધીઓની લાંબી કતારો લાગી

દર્દીઓ માટે જમવાથી માંડીને બાથરૂમની વ્યવસ્થા


સયાજી હોસ્પિટલમાં આવતા દર્દીઓ તો હોસ્પિટલના તબીબોને અનેક તબક્કે અમને નીચે સુવડાવજો પણ દાખલ કરી દો તેવી આજીજી કરતા હતા. આ બન્ને હોસ્પિટલો પરથી ભારણ ઓછું થશે. અહીં દર્દીઓ માટે જમવાથી માંડીને બાથરૂમની વ્યવસ્થા કરાઇ છે.

આ પણ વાંચો :સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જિકલ વોર્ડમાં 4 કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો

દર્દીઓને ઠંડક મળે તે માટે છાપરા પરના ભાગેથી પાણીનો પ્રવાહ પણ સતત રેલાવાશે


દર્દીઓને ઠંડક મળી રહે તે માટે છાપરા પરના ભાગેથી પાણીનો પ્રવાહ પણ સતત રેલાવવામાં આવશે. આ ઉપરાંત ગોત્રી અને SSGમાંથી 45-45 નર્સિંગ અને તબીબી સ્ટાફની પણ બદલી કરવામાં આવી હતી. જેથી અહીંના દર્દીઓની સારવાર વધુ અસરકારક રીતે થઇ શકે તેની જવાબદારી સંતો, કોરોના SOD ડૉ. વિનોદ રાવ, સીમા મોહિલે, કોર્પોરેટર ડૉ.શિતલ મિસ્ત્રીએ પણ લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.