ETV Bharat / state

ભારતના અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપતી રિઝર્વ બેંકની જાહેરાત સમજો સરળ શબ્દોમાં... જૂઓ વીડિયો

author img

By

Published : Apr 17, 2020, 7:22 PM IST

Updated : Apr 17, 2020, 7:50 PM IST

લોકડાઉનના પગલે ભારતના અર્થતંત્ર સામે કદી ન જોયેલો પડકાર ખડો થયો છે. ત્યારે કેન્દ્ર સરકાર અને RBI દ્વારા દેશના અર્થતંત્રને શક્ય એટલી ઝડપે યથાવત કરવાની મથામણમાં છે. આ સંજોગોમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની આ જાહેરાતો અતિ મહત્ત્વની છે. જૂઓ વિડીયો...

ભારતના અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપતી રિઝર્વ બેંકની જાહેરાત
ભારતના અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપતી રિઝર્વ બેંકની જાહેરાત

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો દિનપ્રતિદિન સતત વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ 21 દિવસના લૉકડાઉનને વધુ લંબાવીને 3 મે સુધી કર્યું છે. આ સંજોગોમાં દેશ થંભી ગયો છે. આ સંજોગોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાત દાસ બીજી વખત મીડિયાની સામે આવ્યાં અને સંબોધન કર્યું હતું. કોરોના સંક્રમણ પછી આરબીઆઈએ પ્રથમ વખત રેપો રેટ 0.75 બેસીસ પોઈન્ટ ઘટાડયો હતો. અને આજે તેમણે રિવર્સ રેપો રેટ 25 બેસીસ પોઈન્ટ ઘટાડ્યો છે, હવે રિવર્સ રેપો રેટ 4 ટકાથી ઘટીને 3.75 ટકા થશે.

ભારતના અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપતી રિઝર્વ બેંકની જાહેરાત સમજો સરળ શબ્દોમાં... જૂઓ વીડિયો

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની મહત્વની વાત

નેશનલ સ્ટેટિસ્ટીકલ ઓફિસ(એનએસઓ)એ 13 એપ્રિલે આંકડા જાહેર કરીને કહ્યું હતું કે રિટેઈલ મોંઘવારી દર 0.70 ટકા ઘટીને 5.9 ટકા પર આવી ગયો છે. જો કે આ આંકડા 19 માર્ચ સુધીના છે. જ્યારે લૉકડાઉન તેના પછી શરૂ થયું, હવે આંકડાઓથી જાણવા મળે છે કે આ દરમિયાન શાકભાજી, ઈંડા, દાળ, માંસ-માછલીની કિંમતોમાં 1.60 ટકાનો ઘટાડો થયો છે.
- 13 એપ્રિલે ફૂડ પ્રાઈઝ 2.3 ટકા સુધી વધી ગયો હતો. ડુંગળીના ભાવમાં ઘટાડો હતો. એપ્રિલ પહેલાના સપ્તાહમાં રાશનમાં મળતાં કેરોસીનની કિંમતોમાં 24 ટકાનો ઘટાડો આવ્યો હતો. ડોમેસ્ટીક એલપીજીમાં 8 ટકાનો ઘટાડો થયો હતો. તેનો અંદાજો મુજબ જાન્યુઆરી 2020થી અત્યાર સુધી મોંઘવારી દર 1.7 ટકાનો ઘટાડો આવ્યો છે.
- આરબીઆઈ ગવર્નરે કહ્યું છે સપ્લાયમાં મુશ્કેલીઓ છતાં નાણાકીય વર્ષ 2021ના પ્રથમ છ મહિનામાં મોંઘવારી દર 4 ટકાના ટાર્ગેટની નીચે રહી શકે છે
- શક્તિકાંત દાસે એવો નિર્ણય કર્યો છે કે જ્યાં મોરોટોરિયમ લાગુ છે ત્યાં ડિફરમેન્ટ ચાલી રહ્યું છે. આવા લોન એકાઉન્ટને એનપીએમાં નાંખવામાં આવશે નહી. એનબીએફસીની પાસે એવી સુવિધા છે કે તે લોન લેનારને થોડી રાહત આપી શકે છે. લોન એકાઉન્ટ પર મોરોટોરિયમ 1 માર્ચથી 31 મે સુધી ચાલશે. આ દરમિયાન બેંકોએ લોન એકાઉન્ટ માટે 10 ટકા વધારાની જોગવાઈઓ કરવી પડશે.
- શિડ્યુલ કમર્શિયલ બેંકો માટે લિકવિડ કવરેજ રેશિયો 100 ટકાથી ઘટાડીને 80 ટકા કર્યો છે. આ નિર્ણયનો અમલ તત્કાલિક ધોરણે કરાશે. ઓકટોબર 2020 સુધી તેને વધારીને 90 ટકા કરાશે અને એપ્રિલ 2021 સુધી તેને ફરીથી 100 ટકા કરાશે.
- આરબીઆઈએ કહ્યું છે કે આ પહેલા એવો નિર્ણય કરાયો હતો કે કંપની કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં મોડું થાય તો આવા સંજોગોમાં પ્રમોટર કશું કરી શકે નહી, તો તેની લોનને એક વર્ષ સુધી એનપીએમાં નાંખવામાં આવશે નહી. હવે આ સુવિધા એનબીએફસીને પણ આપવામાં આવશે. જો કોઈ એનબીએફસીએ કોઈ કોમર્શિયલ રિયલ એસ્ટેટને લોન આપી હોય તો તેને હવે રાહત મળશે. તેમાં એનબીએફસી અને રિયલ એસ્ટેટ સેકટરને રાહત મળશે. જરૂર પડશે તેમ આગળ નિર્ણય લેવાશે.

શિડ્યુલ કોમર્શિયલ બેંક અને બીજી ફાઈનાન્સિયલ સંસ્થાઓએ વધારાની 20 ટકા જોગવાઈ કરવી પડશે. લોન એકાઉન્ટના રિઝોલ્યુશનના પડકારને જોતા રિઝોલ્યુશનની મર્યાદા વધારીને 90 દિવસ કરાઈ છે. ડિફોલ્ટ કરનાર મોટા લોન એકાઉન્ટ ધારકો માટે રિઝોલ્યુશન માટે 180 દિવસનો સમય આપવામાં આવશે. 7 જૂનના સર્ક્યુલર અનુસાર વધારાના 20 ટકા જોગવાઈને છુટ આપવામાં આવશે.
- બેંક આગામી નાણાકીય વર્ષ 2020 સુધી આગામી નોટિસ ન આવે ત્યાં સુધી ડિવિડંડ નહી આપી શકે.
- સીસ્ટમમાં રોકડની સમસ્યા ઓછી કરવા માટે આરબીઆઈએ ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન શરૂ કર્યું છે, 50,000 કરોડ રૂપિયાના ટાર્ગેટેડ લોંગ ટર્મ ઓપરેશન આજે 17 એપ્રિલથી શરૂ કરાશે.
- આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે માર્ચમાં ઓટોમોબાઈલ પ્રોડકશન અને વેચાણમાં ઘટાડો આવ્યો હતો. નિકાસ બંધ થવાથી માર્ચ 2020માં સર્વિસ પીએમઆઈ ઘટ્યો હતો. માર્ચમાં નિકાસ 34.6 ટકા ઘટી હતી. કોરોના વાયરસને કારણે વીજળીની ડિમાન્ડમાં અંદાજે 25-30 ટકાનો ઘટાડો આવ્યો છે. ગ્લોબલ ક્રાઈસીસની સરખામણીએ હાલમાં સ્થિતિ એટલી ખરાબ નથી.
- શક્તિકાંત દાસે કહ્યું છે ચોમાસુ પહેલાં ઉનાળાના પાકની વાવણી સારી છે, પાછલા વર્ષની સરખામણીએ એપ્રિલ અંત સુધી અનાજની વાવણી 37 ટકા વધારે થઈ છે.
- આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલમાં તેજી આવી હતી, અને ઓપેકના દેશોએ ક્રૂડનું પ્રોડક્શન ઘટાડવાનો નિર્ણય કર્યો પછી ક્રૂડના ભાવ ઘટવા શરૂ થયા છે.
- આઈએમએફના અનુમાન મુજબ ભારત કોરોના વાયરસના સંકટ પછી નાણાકીય વર્ષ 2022માં દેશનો જીડીપી ગ્રોથ 7.4 ટકા રહી શકે છે.
- મેક્રો ઈકોનોમીની સ્થિતિ વધુ ખરાબ છે. આઈએમએફના કહેવા પ્રમાણે મહામંદી પછી ગ્લોબલ ઈકોનોમી ખૂબ જ ખરાબ સ્થિતિમાં પસાર થઈ રહી છે.
- દાસે કહ્યું હતું કે આઈએમએફના અનુમાન અનુસાર જી-20 દેશોમાં ભારતનો ગ્રોથ સૌથી વધુ સારો રહી શકે છે.
- આરબીઆઈએ ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે અનેક પગલા લીધ છે. રિઝર્વ બેંક નાબાર્ડ માટે 25 હજાર કરોડ રૂપિયા, સિડબી માટે 15 હજાર કરોડ અને નેશનલ હાઉસીંગ બેંક માટે 10 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. નાબાર્ડને જે રકમ મળશે તેનાથી ગ્રામીણ બેંકો, સહકારી બેંકો અને માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યૂસન્સને નાણાકીય સહાય મળશે. જ્યારે સિડબીને મળેલી રકમથી લઘુ ઉદ્યોગકારોને સરળતાથી લોન મળી રહેશે. નેશનલ હાઉસીંગ બેંકો માટે 10 હજાર કરોડની જાહેરાતથી હવે આરબીઆઈએ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં હાઉસીંગ સેકટરમાં ગતિવિધિ વધશે.
- કોરોના સંકટને કારણે રાજ્યોની આવકમાં ઘટાડો થશે તે સ્થિતિને જોતા રિઝર્વ બેંક તેમના વેજ એન્ડ મીન્સ એડવાન્સ મર્યાદા 30 ટકાથી વધારીને 60 ટકા કરી છે, તેનાથી રાજ્યોને વધુ રકમ મળતી થશે. તે જરૂરી કામોમાં કાપ નહી મુકી શકે.
- શક્તિકાંત દાસે કહ્યું છે કે 15 એપ્રિલ સુધીમાં રિઝર્વ બેંકની પાસે બેંકોએ 6.9 લાખ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. તેમનું કહેવું છે કે બેંક આ રકમ રિઝર્વ બેંકમાં જમા કરવાને બદલે લોન લેનારાઓને આપે. માટે જ રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટમાં ઘટાડો કર્યો છે.

Last Updated : Apr 17, 2020, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.