ETV Bharat / state

વ્યારા નગરપાલિકાએ "સ્વચ્છ વ્યારા, સુંદર વ્યારા" ના નામને કલંકિત કરતી સમસ્યા સામે આવી

author img

By

Published : Dec 24, 2022, 1:43 PM IST

વ્યારા નગરપાલિકા (Vyara Municipality) દ્વારા સંચાલિત ડમ્પિંગ સાઇટનાં કારણે લોકોને(Vyara People being harassed due dumping site) થઇ રહી છે સમસ્યાઓ.જેને લઇને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક વાર તંત્રને રજૂઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન.

વ્યારા નગરપાલિકાએ "સ્વચ્છ વ્યારા, સુંદર વ્યારા" ના નામને કલંકિત કરતી સમસ્યા સામે આવી
વ્યારા નગરપાલિકાએ "સ્વચ્છ વ્યારા, સુંદર વ્યારા" ના નામને કલંકિત કરતી સમસ્યા સામે આવી

વ્યારા નગરપાલિકાએ "સ્વચ્છ વ્યારા, સુંદર વ્યારા" ના નામને કલંકિત કરતી સમસ્યા સામે આવી

તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકા (Vyara Municipality) દ્વારા સંચાલિત ડમ્પિંગ સાઇટનાં કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે. જેમાં શહેરમાં આવેલ તાડકુવા ગામને સિમાળે ડુંગરી વિસ્તારમાં વ્યારા શહેરમાંથી કચરો લઈ નગરપાલિકા દ્વારા ઠાલવવામાં આવતા ગંદકીનું (Vyara People being harassed due dumping site) સામ્રાજય ઊભું થયું છે. તો બીજી બાજુ આ ગંદીકીના (harassed due dumping site Vyara) કારણે ભારે દુર્ગંધ અને આરોગ્ય જોખમાય (Swachh Bharat Mission) તેવી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે રહિશોએ કરેલી માંગ પણ જાણે ફગવી દેવામાં આવી છે. જેને લઇને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આરોગ્ય જોખમાય તાપી જિલ્લાના વડા મથક વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2 ના રહીશો સહીત ડુંગરી વિસ્તારનાં રહીશોની સમસ્યા સામે આવી છે. જેમાં વ્યારા નગર પાલિકાના સત્તાધીશો અને પાલિકાની આડોળાઈના કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં નગર પાલિકા દ્વારા શહેરના વિસ્તારોમાંથી ઉઘરાવવામાં આવતો કચરો શહેરના વોર્ડ નંબર 1માં આવેલ ડુંગરી વિસ્તારમાં આવેલ ડમ્પિંગ સાઇટ (harassed due dumping site Vyara) ખાતે ઠાલવવામાં આવતા ત્યાંના રહીશો એ ભારે દુર્ગંધ અને આરોગ્ય જોખમાય તેવી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આરોગ્ય સાથે ચેડા આરોગ્ય સાથે ચેડા થતા સ્થાનિકો દ્વારા આ ડમ્પિંગ સાઇટ (Vyara People being harassed due dumping site) અન્ય અવાવરું જગ્યા કે જ્યાં કોઈ રહેતું ના હોઈ એવી જગ્યા પર ખસેડવા માટે કરેલી માંગ પણ પોકળ સાબિત થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોની માંગ ઉઠી છે કે, ડમ્પિંગ સાઇટ અન્ય જગ્યા પર ખસેડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દુર્ગંધથી ત્રાસી ગયા વ્યારા નગરપાલિકને (Vyara Municipality) અડીને આવેલ તાડકુવા ગામના ડુંગરી વિસ્તારમાં આવેલા નગર પાલિકા દ્વારા સંચાલિત ડમ્પિંગ સાઇટ બહારનાં વિસ્તારમાં કેટલાક સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે, અહીંયા મરેલા પશુઓનાં હાડકા તથા મરેલા પશુ નાખી જવાતા હોવાથી અને ડંપિંગ સાઈટ બહાર કચરોનો ભરમાર થતાં સ્થાનિકો અને ડમ્પિંગ સાઇટથી ફક્ત 400 મીટર પર આવેલ તાડકુવા પ્રાથમિક શાળાના ભણતા બાળકો છે કે ત્યાંથી જતાં માર્ગ પર હોમીઓપેથીક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ અવર જવર કરતા તમામ માટે હવે આ ડમ્પીંગ સાઇટનો કચરો અને મરેલા પશુની ભારે દુર્ગંધથી ત્રાસી ગયા છે. ત્યારે લોકોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ પણ નિર્માણ થવા આરે છે ત્યારે સ્થાનિકો માંગ કરી રહિયા છે કે, અમારા આરોગ્યને ધ્યાનમાં રાખી હવે પાલિકાના સત્તધીસોએ ને વિનંતી કરી છે કે, આ અમારી સમસ્યાને ધ્યાનમાં લઈને યોગ્ય રીતે નિકાલ કરવાની માંગ ETV ભારત સમક્ષ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.