ETV Bharat / state

ગેરકાયદે બાયોડીઝલ વેચવાના કૌભાંડમાં વલસાડ LCBએ એકની ધરપકડ કરી

author img

By

Published : Mar 12, 2021, 7:48 PM IST

ગેરકાયદે બાયોડીઝલ વેચવાના કૌભાંડમાં વલસાડ LCBએ એકની ધરપકડ કરી
ગેરકાયદે બાયોડીઝલ વેચવાના કૌભાંડમાં વલસાડ LCBએ એકની ધરપકડ કરી

વલસાડ જીલ્લા LCBની ટીમે વાપી પાસે આવેલા સલવાવ ગામની 2 દુકાનમાં ગેેેકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલના કૌભાંડને ઝડપી પાડ્યું છે. LCBની ટીમે દરોડો પાડીને 12000 લીટર ડીઝલ તેમજ અન્ય સાધન-સામગ્રી મળીને કુલ 8.44 લાખના મુદ્દામાલ સાથે 1 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે, અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

  • LCBની ટીમે ગેરકાયદેસર વેચાતા બાયોડીઝલ કૌભાંડનો કર્યો પર્દાફાશ
  • 8.44 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી
  • ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા


વાપી: વલસાડ LCBની ટીમે વાપી નજીક સલવાવ ગામના એક શોપિંગ સેન્ટરમાં ચાલતા ગેરકાયદેસર બાયોડીઝલના વેપલાનો પર્દાફાશ કરીને એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ફીલીંગ મશીન, નોઝલ, ઇલેકટ્રીક મોટર પંપ સહિત 12000 લીટર બાયોડીઝલ મળીને કુલ 8.44 લાખનો મુદામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

5000 લીટરની ટાંકીઓમાંથી 12000 લીટર બાયોડીઝલ મળ્યું

LCBની ટીમે બાતમીના આધારે વાપી નજીકના ગામે એક શોપિંગ સેન્ટરની 2 દુકાનમાંથી ગેરકાયદેસર બાયોડીઝલનું સ્ટેશન પકડી પાડ્યું હતું. LCBની ટીમે 10000ની કિંમતનું ફીલીંગ મશીન તથા નોઝલ, 10000ની કિંમતનો ઇલેકટ્રીક મોટર પંપ, 5000 લીટરની કેપેસીટીવાળી ટાંકીઓમાં ભરેલું 8.16 લાખની કિંમતનું 12000 લીટર જ્વલનશીલ બાયોડીઝલ મળીને કુલ 8.44 લાખના મુદ્દામાલ સાથે અક્ષય લાભુ મકવાણા નામક શખ્સની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે મનિષ કાનજી માણીયા, મયુર શાહના નામ આપતા પોલીસે આ બંને સહિત જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો આપી જનારા ટેન્કરના ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ પોતાનો આર્થિક ફાયદો મેળવવા ગેરકાયદેસર રીતે અને કોઇપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર જવલનશીલ પ્રવાહીનો જથ્થો સ્ટોક કર્યો હતો. જે માટે કોઇપણ પ્રકારની સક્ષમ અધિકારીની મંજુરી લીધા નથી. જેથી પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.