ETV Bharat / state

Tapi News: તાપી જિલ્લામાં જંગલી ભૂંડનો વધતો જતો આતંક, ખેડૂતો પર વધી રહ્યા છે હુમલા

author img

By

Published : Aug 21, 2023, 12:18 PM IST

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં જંગલી ભૂંડનો આતંક વધતો જાય છે. ડોલવણ તાલુકાના બેઢારાઈપુરા અને ઘાણી ગામમાં બે અલગ ઘટનાઓમાં જંગલી ભૂંડે બે ખેડૂતો પર હુમલો કર્યો છે. આ ખતરનાક હુમલામાં ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા પહોંચી અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

તાપીમાં જંગલી ભૂંડનો આતંક

તાપીઃ તાપી જિલ્લામાં જંગલી ભૂંડ બેફામ બન્યા છે. જંગલી ભૂંડ ખેતરમાં કામ કરતા એકલ દોકલ માણસો પર અવાર નવાર હુમલો કરે છે. ખેડૂતો ખેતરમાં કામ કરતા ડરી રહ્યા છે. તાજેતરમાં જ જંગલી ભૂંડ દ્વારા હુમલાની બે ઘટનામાં બે ખેડૂતોને ગંભીર ઈજા પહોંચી છે. પરિણામે ગંભીર ઈજા પહોંચેલ એક ઈજાગ્રસ્ત ને વ્યારા સિવિલ જ્યારે અન્યને ગડત સીએચસીમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.

હુમલાની વિગતઃ ગામના સ્થાનિક ખેડૂત સંપતભાઈ પોતાના પશુ માટે ચારો લેવા ખેતરે ગયા હતા. જ્યાં જંગલી ભૂંડ આવી ચડ્યું. આ ભૂંડે સંપતભાઈ પર જીવલેણ હુમલો કર્યો. જંગલી ભૂંડે શીંગડા અને દાંત દ્વારા સંપતભાઈના આખા શરીરે ઈજા પહોંચાડી. તેમના માથા, કમર અન હાથને લોહીલુહાણ કરી નાખ્યા. સંપતભાઈને થયેલી ઈજાઓ એટલી ગંભીર હતી કે તેઓ પોતાના પગ પર ઊભા પણ થઈ શકતા નહતા.

108ને બોલાવવી પડી
108ને બોલાવવી પડી

પાકને નુકસાન કરતા જંગલી ભૂંડઃ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં અનેક ખેતરોમાં જંગલી ભૂંડ ફરી રહ્યા છે. આ જંગલી ભૂંડો ખેતરમાં ઊભા પાકને નુકસાની પણ પહોંચાડે છે. આ વખતે જંગલી ભૂંડ દ્વારા ખેતરમાં કામ કરતા લોકો પર ગંભીર હુમલો કરાયો.પર બે ખેડૂતને હોસ્પિટલ લઈ જવા પડ્યા. ગામના લોકો પોતાના ખેતરે જતા ડરી રહ્યા છે.

વન વિભાગને આતંક દૂર કરવા માંગણી
વન વિભાગને આતંક દૂર કરવા માંગણી

વનવિભાગને વિનંતી કરાઈઃ ગામમાં અવાર નવાર જંગલી ભૂંડ આવી ચડે છે. રસ્તામાં જતા વાહનો સાથે પણ જંગલી ભૂંડ અથડાય છે અને અકસ્માતો થઈ રહ્યા છે. વનવિભાગને જંગલી ભૂંડના આંતકને દૂર કરવા માટે વિનંતી કરાઈ છે. હવે તંત્ર જંગલી ભૂંડનો ત્રાસ દૂર કરવા ક્યારે અને શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

  1. Leopard Attacks: દીપડાના હુમલા બાદ ભયથી થરથર કાંપતુ ગીરનું મટાણા ગામ, 24 કલાકમાં બેના મોત
  2. અમરેલીની સીમમાં વનરાજના આંટાફેરા, લોકો ફફડી ઊઠ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.