ETV Bharat / state

Tapi News: વ્યારામાં આવેલ પી.પી સવાણી સ્કુલ ખાતે ચંદ્રયાન-3 વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવા કાર્યક્રમ યોજાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 6:58 AM IST

program-was-held-to-inform-students-about-chandrayaan-3-at-pp-savani-school-in-vyara
program-was-held-to-inform-students-about-chandrayaan-3-at-pp-savani-school-in-vyara

તાપી જિલ્લાના વ્યારામાં આવેલ પી.પી સવાણી શાળા ખાતે સુરતની સંસ્થા સ્પેસ દ્વારા ભારત સરકાર દ્વારા લોન્ચિંગ કરાયેલ ચંદ્રયાન અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ચંદ્રયાન અંગે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી.

ચંદ્રયાન-3 વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવા કાર્યક્રમ યોજાયો

તાપી: આજે જ્યારે ભારત દ્વારા લોન્ચ કરાયેલ ચંદ્રયાન-3 દેશ દુનિયામાં કુતૂહળતા જગાવી છે. મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાની પી.પી સવાણી શાળામાં એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ શુ છે? તે કઈ રીતે કામ કરે છે? તેનો હેતુ શુ છે ? વગેરે અંગે વિસ્તૃત થિયરીકલ અને પ્રેક્ટિકલ માહિતી આપવા સુરતની સ્પેસ સંસ્થા દ્વારા સિમ્બોલિક લાઈવ રોકેટ લોન્ચ કરી ચંદ્રયાન અંગે વિસ્તૃત માહિતી શાળાના બાળકોને આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ અપાઈ માહિતી
વિદ્યાર્થીઓએ અપાઈ માહિતી

વિદ્યાર્થીઓએ અપાઈ માહિતી: તાપી જિલ્લો એ બહૂલક આદિવાસી વસ્તી ધરાવે છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓ સ્પેસ સાયન્સ તરફ વળે અને અને એમનો ઇન્ટરેસ્ટ વધે અને બાળકો તે વિષય પર પણ અભ્યાસ કરે તેવા પ્રયત્નો શાળા તરફથી કરવામાં આવ્યા હતા. બાળકોને વિસ્તૃત રીતે રોકેટ સાયન્સમાં સમજ આપી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતા વિદ્યાર્થીઓમાં પણ એક આનંદનો માહોલ છવાયો હતો.

સ્પેસ સંસ્થાને ધન્યવાદ
સ્પેસ સંસ્થાને ધન્યવાદ

'આજનો ઉદ્દેશ્ય એ હતો કે આપડે જે ચંદ્રયાન-3 મોકલવામાં આવ્યું છે જેનું મહત્વ શું છે? તેના ફ્યુચર શું છે? તેને કેમ મોકલવામાં આવ્યું છે? ક્યાં મોકલવામાં આવ્યું છે? કેમ ત્યા જ મોકલવામાં આવ્યું છે? તેવી ઘણી બધી માહિતી વિદ્યાર્થી માંગતા હતા અને વિદ્યાર્થીઓ પાસેથી સારો પ્રતિસાદ અમને મળ્યો.' -સેબ્બાસ મેમણ, સીનયર એજ્યુકેટર, સ્પેસ સંસ્થા, સુરત

સ્પેસ સંસ્થાને ધન્યવાદ: તાપી અજ્યુકેશન સંસ્થાના પ્રિન્સીપાલ અંકિત પંચોલીએ સ્પેસ સંસ્થા સુરતને ધન્યવાદ આપતા ચંદ્રયાન-3 જે ઇતિહાસ બનાવવા જઈ રહ્યું છે તેના અંતર્ગત શાળાના બાળકોને પૂરતી માહિતી મળે કઈ રીતે તેનો ઉપયોગ કરવામાં છે. ટ્રાઈબલ વિસ્તારમાં છોકરાઓ ખાલી એન્જીન્યરીંગ અને મેડિકલ તરફ જ જાય છે તો સ્પેસ ટેક્નોલોજી અને બાળકોને અવકાશ વિશે માહિતગાર થાય તે સંદર્ભે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

  1. Chandrayaan-3: ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ સાથે ભારત એક મોટા સ્પેસ પાવર તરીકે ઊભરી આવશે
  2. Chandrayaan 3 : 'ચંદ્રના દુર્ગમ વિસ્તારમાં વિક્રમના સોફ્ટ લેન્ડિંગ સામે ઘણા પડકારો આવશે' - મયિલસ્વામી અન્નાદુરાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.