ETV Bharat / state

તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો

author img

By

Published : May 20, 2021, 8:33 PM IST

તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો
તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો

તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે 14મેએ નિસિશ શાહ નામનાં બિલ્ડર પોતાની મોટર સાઇકલ ઉપર પસાર થઈ રહ્યાં હતા. આ સમયે વ્યારાના શનિદેવ મંદિર ચાર રસ્તા ઉપર કારમાં સવાર 4 અજાણ્યા શખ્સોએ નિસિશ શાહ ઉપર તલવારના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી ફરાર થયા હતા. આ મામલે, વ્યારા પોલીસ અને તાપી LCB ટીમ બનાવી તેમજ DCB ક્રાઇમ બ્રાંચ સુરત ટીમની મદદથી આરોપીને પકડવામાં આવ્યા હતા.

  • 4 અજાણ્યા શખ્સો દ્વારા સરેઆમ કરાઈ હતી હત્યા
  • બિલ્ડર નિસિશ શાહની હત્યા માટે આપી હતી સોપારી
  • LCB અને DCB ક્રાઇમ બ્રાંચ સુરત દ્વારા આરોપી ઝડપાયા

તાપીઃ જિલ્લાના વડામથક વ્યારા ખાતે 14મેએ રાત્રે 8 વાગ્યે રોજ નિસિશ શાહ નામનાં બિલ્ડર પોતાની મોટર સાઇકલ ઉપર પસાર થઈ રહ્યાં હતા. આ સમયે વ્યારાના શનિદેવ મંદિર ચાર રસ્તા ઉપર કારમાં સવાર 4 અજાણ્યા શખ્સોએ નિસિશ શાહ ઉપર તલવારના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી ફરાર થયા હતા. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જેમાં બારડોલી તાલુકાના મઢીગામની નેહરમાંથી GJ-05-JP-2445 નંબરની કાર મળી આવી હતી.

તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો

બિલ્ડરને બચાવવા આવેલા 2 વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત

બિલ્ડર પર હુમલો થયો તે વખતે ત્યાં ઉભેલા 2 વ્યક્તિ ગણેશ અને દિગંબર બિલ્ડરને બચાવવા વચ્ચે પડ્યા હતા, પરંતુ, હત્યારાઓએ તેમને પણ ઈજા પહોંચાડી હતી. આ સમગ્ર ઘટના કેટલાક સ્થાનિકોએ પણ જોઈ હતી અને CCTV કેમરામાં પણ કેદ થઈ હતી. જોકે, ત્યારબાદ બારડોલીના મઢી-સૂરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલમાંથી મળી આવી હતી.

આ પણ વાંચો: તાપી: નામી બિલ્ડર હત્યામાં વપરાયેલી કાર મળી આવી, હત્યારાઓ પોલીસથી દૂર

કારમાંથી 1 ચાકુ અને 1 બેશબોલની સ્ટીક મળી

તપાસમાં મળી આવેલી મહિન્દ્રા કંપનીની ટીયુવી કાર નં.GJ-5JP-2445 CCTV કેમેરામાં જોવા મળેલી કાર મળી આવી હતી. જેની તપાસ કરતા કારમાંથી 1 ચાકુ અને 1 બેશબોલની સ્ટીક મળી આવી હતી. જેતી કાર માલિકની તપાસ કરતાં કાર અપ્લેશના નામે હોવાનું જાણવા મળ્યું હતું.

ગુનામાં શકદારોની પૂછપરછ કરવામાં આવી

તાપી પોલીસની તપાસ દરમિયાન જે જગ્યા પર CCTV ફુટેજ અને ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી ગુનામાં સંડોવાયેલા અનેક શકદારોની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ કરતા શકમંદ પરિમલ જશવંત સોલંકી અને સંજય ઉર્ફે ટીકલો ગોવિંદ રબારી (કરમટીયા) ઓની ઉંડાણપુર્વક પૂછપરછ કરાતા બન્ને આરોપીઓએ ગુનાની હકીકત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, નવીન ભવરલાલ ખટીક મારવાડી અને તેના મિત્રો પ્રતીક ચુડાસમા, નવીન ઉર્ફે રિવ ચુડામણ, દેવા મરાઠી તથા મન્નુ માલીયાને વ્યારા બોલાવી નવીન ખટીકે પોતાના જૂના ઘરમાં ચારેય જણાને આસરો આપી પોતાની પાસેની સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની KUV ફોરવ્હીલ ગાડી નં. GJ-05-JP-2445 આપેલી હતી.

રાત્રિના સમયે ચારેય આરોપીએ આપ્યો અંજામ

ઘટના એ છે કે, નવીન ખટીક તેના મિત્ર પ્રતીક તથા અન્ય મિત્રો સાથે 10મી મેએ સાપુતારા ફરવા ગયા હતા. તે વખતે નવીન ખટીકે પ્રતિકને કહ્યું હતું કે, વ્યારામાં એક નીશીષ વાણીયો કરીને છે જેના હાથ ટાંટીયા તોડીને જજો. હુ તમને 80000 આપી દઇશ તેવી સોપારી આપેલી હતી. નવીન ખટિક અને તેના સાથી મિત્રોને મળી નિષિશ શાહની 3 દિવસ સુધી રેકી કરી હતી. તેમજ હાઇવે ઉપર આવેલી હોટલ ઉપરથી ચપ્પુ, બેઝ બોલના ડંડા તથા પંચ મારવાની ફેટ હત્યા કરવા પહેલા ખરીદી હતી. આ બાદ, રાત્રિના સમયે ગુનાને ચારેય આરોપીઓએ અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: તાપી: જાહેરમાં બિલ્ડરને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

કારને નહેરના પાણીમાં નાખી પુરાવાનો નાશ કર્યો

નવીન ખટીકની સુચના પ્રમાણે હાઇવે ઉપર આવેલી હોટલ પર ભેગા થયા હતા. જ્યાં સ્વીફટ ગાડીમાં નવીન ખટીક અને પરિમલ સોલંકી તથા KUV કાર નં. GJ-05-JP 2445 માં ચારેય આરોપી પ્રતીક, નવીન ઉર્ફે શિવ, દેવા મરાઠી, મન્ને ગાલીયાએ મઢી રહેતા સંજય ઉર્ફે ટીકલો રબારી પાસે ગયેલા હતા. ત્યાંથી, ગુનામાં વાપરેલી KUV કાર ગાડી GJ-05-JP-2445ને મઢી ગામની સીમમાંથી પસાર થતી નહેરના પાણીમાં નાખી પુરાવાનો નાશ કરી દીધો હતો. ત્યારબાદ, સંજય ઉર્ફે ટીકલો રબારીની XUV નં. GJ 05 JR 1570 ની કારમાં 6 જણા બેસી અંકલેશ્વર -ભરૂચ હાઇવે રોડ ઉપર ચારેય આરોપીને ઉતારી જતો રહ્યો હતો.

તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો
તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો

બિલ્ડરની હત્યામાં શામેલ બીજા 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર

વધુ તપાસમાં આરોપી પરિમલ સોલંકી પહેલાથી જ પ્રતીક ચુડાસમા તથા નવીન ઉર્ફે રવિ ચુડામણને ઓળખે છે એવું તેણે પોલીસને જણાવ્યું હતું. પ્રતીક ચુડાસમા અને નવીન ઉર્ફે રવિ ચુડામણ અમરોલી સુરતમાં છે. તેવી માહીતીને આધારે વ્યારા પોલીસ અને તાપી LCB ટીમ બનાવી તેમજ DCB ક્રાઇમ બ્રાંચ સુરત ટીમની મદદ મેળવી સુરતમાં આરોપીની તપાસમાં મોકલતા આરોપી પ્રતીક ચુડાસમા તથા નવીન ઉર્ફે રિવ ચુડામણ મળી જતા આરોપીઓની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ, બિલ્ડરની હત્યામાં સોપારી આપનાર નવીન ખટિક અને બિલ્ડરની હત્યામાં શામેલ બીજા 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.