ETV Bharat / state

બારડોલી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાએ યોજ્યો લોક દરબાર

author img

By

Published : Jul 26, 2019, 11:13 PM IST

તાપીઃ જિલ્લાના બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી અને પડતર સમસ્યા મામલે લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં સુરત જિલ્લા પોલીસ વડા અશોક મુનિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારની શરૂઆતમાં જ બારડોલી તાલુકા ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઈનું પ્રકરણ ગાજ્યું હતું.

lok darbar

થોડા દિવસ પહેલા જ ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઈએ નશાની હાલતમાં અકસ્માત કર્યો હતો અને તેમની કારમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. આ કેસમાં ભાજપ મહામંત્રીની કાર હોવાનું જગ જાહેર હોવા છતાં પોલીસે અજાણ્યો કાર ચાલક દર્શાવી ગુનો દાખલ કર્યો હતો. જેથી મહિલા આગેવાન સ્વાતી પટેલે પોલીસ તપાસ અને કાર્યવાહી ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઈને બચાવવા કરી હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા પોલીસ વડાએ યોજ્યો લોક દરબાર

લાંબા સમય બાદ બારડોલી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાતા લોકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. જેમાં નગરમાં રખડતાં ઢોરો સામે કાર્યવાહી, વકરતી ટ્રાફિક સમસ્યા સહિતના પ્રશ્નો ગાજયા હતા, ત્યારે હવે આ તમામ પ્રશ્નોનું પોલીસ દ્વારા હકારાત્મક ઉકેલ લવાશે કે, પછી દર વખતના લોક દરબારની જેમ સમસ્યાઓ માત્ર ચર્ચા પૂર્તિ જ રહી જશે તે જોવું રહ્યું.

Intro: સુરત જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતા માં બારડોલી પોલીસ મથક ખાતે લોક દરબાર નું આયોજન કરાયું હતું. જ્યાં ખાસ કરી ને ભાજપ ના મહામંત્રી પરિક્ષિત દેસાઈ નશા માં કાર અકસ્માત અને કાર માંથી દારૂ મળવા છતાં પોલીસ તપાસ માં ઢીલ અંગે મામલો ગરમાયો હતો.


Body:સુરત જિલ્લા ના બારડોલી પોલીસ મથક વિસ્તાર માં કાયદો વ્યવસ્થા જાળવણી અને પડતર સમસ્યા મામલે લોક દરબાર નું આયોજન કરાયું હતું. સુરત જિલ્લા પોલીસ વડા અશોક મુનિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને લોક દરબાર ની શરૂઆત માજ બારડોલી તાલુકા ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઈ નું પ્રકરણ ગાજયું હતુઁ . થોડા દિવસ અગાઉ ભાજપ મહામંત્રી એ ની કાર એ અજાણીયા ને નશા ની હાલત માં અકસ્માત કર્યો હતો. કાર માંથી દારૂ પણ મળી આવ્યો હતો. ભાજપ મહામંત્રી ની કાર હોવાનું જગ જાહેર છે છતાં પોલીસ એ અજાણીયા કાર ચાલક દર્શાવી ગુનો દાખલ કર્યો હતો. જેથી મહિલા આગેવાન સ્વતી પટેલ એ પોલીસ તપાસ અને કાર્યવાહી ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઈ ને બચાવવા કરાઈ હોવાનું જણાવ્યું હતું.


Conclusion: ઘણાં લાંબા સમય બાદ બારડોલી પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા નો લોક દરબાર યોજાતા લોકો એ પ્રશ્નો નો મારો ચલાવ્યો હતો. અને નગર માં રખડતાં ઢોરો સામે કાર્યવાહી , વકરતી ટ્રાફિક સમસ્યા સહિત ના પ્રશ્નો ગાજયાં હતા. ત્યારે હવે આ તમામ પ્રશ્નો નું પોલીસ દ્વારા હકારાત્મક ઉકેલ લવાશે કે પછી દર વખત ના લોક દરબાર ની જેમ સ્માસ્યા માત્ર ચર્ચા પૂર્તિ જ રહી જશે એ જોવું રહ્યું.


બાઈટ : 1 સ્વાતિ પટેલ... મહિલા આગેવાન
બાઈટ : 2 અશોક મુનિયા...ડી વાય એસ પી...સુરત ગ્રામ્ય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.