ETV Bharat / state

તાપીમાં પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી

author img

By

Published : May 11, 2021, 8:47 AM IST

તાપી જિલ્લામાં સોનગઢના કપડબંધ ગામમાં લોહીલુહાણ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકની હત્યાને પગલે સોનગઢ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ તેની પ્રેમિકાના પતિને કુલ્હાડીના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

તાપીમાં પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી
તાપીમાં પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી

  • કપડબંધ ગામમાં યુવકનો મૃતદેહ મળ્યો
  • પ્રેમીએ તેની પ્રેમિકાના પતિની હત્યા કરી
  • પોલીસ તપાસમાં સમગ્ર બાબત આવી સામે

તાપીઃ જિલ્લામાં સોનગઢના કપડબંધ ગામમાં એક પ્રેમીએ તેની જ પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી હતી. સોનગઢ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કપડબંધ ગામમાં નિશાળ ફળિયામાં રેહતાં 40 વર્ષીય મહેશ દુલ્યભાઈ ગામીત 5મેએ રાતે 8 વાગ્યે તેમના પત્ની રંજિતા ગામીતને ગીરા નદીના દેવદા ચેક ડેમ પાસે માછલી પકડવા જવું છે, એમ કહી નીકળ્યા હતા. બીજા દિવસે કોઈ અજાણ્યા શખ્સે તેમના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમનો મૃતદેહ મળ્યો હતો. આ બાબતે મહેશભાઈના પત્ની રંજિતાબેને સોનગઢ પોલીસમાં પોતાના પતિની હત્યા બાબતે ફરિયાદ નોધાવી હતી.

કપડબંધ ગામમાં યુવકનો મૃતદેહ મળ્યો
કપડબંધ ગામમાં યુવકનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચોઃ માતા સાથે આડા સંબંધ હોવાની શંકાએ કરી હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડ્યા

પ્રેમીએ તેની પ્રેમિકાના પતિની હત્યા કરી
પ્રેમીએ તેની પ્રેમિકાના પતિની હત્યા કરી

જે વ્યક્તિના ઘરે મજૂરી કરવા જતા તેની સાથે જ મૃતકની પત્નીને પ્રેમ થયો

આ હત્યા મમલામાં સોનગઢના પોલીસ ઈન્સ્પેક્ટરે તપાસ શરૂ કરી હતી. જોકે, આજુબાજુના લોકોના નિવેદન લેતા આ યુવકની હત્યાનું કારણ આડાસંબંધ હોઈ શકે છે. પોલીસે વધુ તપાસ કરતા મૃતક મહેશ ગામીત અને તેમના પત્ની રંજિતા ગામીત તેમના જ ફળિયામાં રહેતા કાંતિલાલ ગામીતને ત્યાં 3 વર્ષથી મજૂરી કરતા હતા. તે દરમિયાન કાંતિલાલ ગામીત અને રંજિતા ગામીત વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થયું હતું.

પોલીસ તપાસમાં સમગ્ર બાબત આવી સામે

આ પણ વાંચોઃ વટવા ફાયરિંગ મામલે નવો વળાંક, પિસ્તોલની ટ્રાયલ લેવા જતા હત્યા

માછલી પકડવાનું કહી બોલાવી હત્યા કરી

પોલીસે આરોપી કાંતિલાલની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું હતું કે, મૃતકની પત્ની સાથે તેનો પ્રેમ સંબંધ હતો. કાંતિલાલ ગામીત રંજિતા ગામીતને પોતાની સાથે રાખવા માગતો હતો, પરંતુ છેવટે કંટાળીને કાંતિલાલ ગામીતે મહેશ ગામીતની હત્યા કરી નાખી હતી. 5 મેએ કાંતિલાલ મહેશ ગામીત સાથે ગીરા નદીના દેવડા ચેકડેમ પાસે માછલી મારવા ગયો હતો. તે દરમિયાન મહેશ ગામીતને કુલ્હાડીની ઘા મારી તેની હત્યા કરી નાખી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.