ETV Bharat / state

Congress Leader Tushar Chaudhari Demand : ડેટા સરકાર પાસે છે જ, તમામ કોરોના મૃતકોના પરિવારને સહાય આપો

author img

By

Published : Feb 11, 2022, 3:36 PM IST

ચૂંટણીના વર્ષમાં ગુજરાત કોંગ્રેસે લોકોની નજરે દેખાવાનું શરુ કર્યું છે. તાપીના વ્યારામાં ડૉ. તુષાર ચૌધરી દ્વારા કોરોના મૃતકોને 4 લાખની સહાયની માગણી (Congress Leader Tushar Chaudhari Demand) કરવામાં આવી છે.

Congress Leader Tushar Chaudhari Demand :  ડેટા સરકાર પાસે છે જ,તમામ કોરોના મૃતકોના પરિવારને સહાય આપો
Congress Leader Tushar Chaudhari Demand : ડેટા સરકાર પાસે છે જ,તમામ કોરોના મૃતકોના પરિવારને સહાય આપો

તાપીઃ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી .જેમાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોને યોગ્ય સહાય મળે તે માટે તાપી જિલ્લામાં કોંગ્રેસ સમિતિ (Tapi Congress ) દ્વારા આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે પત્રકાર પરિષદ (Congress Leader Tushar Chaudhari Demand) યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ નેતા ડૉ. તુષાર ચૌધરીએ રાજય સરકાર કોરોના મૃતકોના આંકડા છુપાવી રહી છે તેઓ આક્ષેપ કર્યો હતો. વધુમાં તેમણે 19મી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાનનો બાજીપુરામાં યોજનાર સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં મોટી ભીડ થાય તો કોરોનાનો વિસ્ફોટ થાય તેવો આક્ષેપ કરી કાર્યક્રમ રદ કરવાની માગ કરી હતી.

તાપી જિલ્લા કોંગ્રેસની પત્રકાર પરિષદમાં ડૉ. તુષાર ચૌધરી

ગૃહપ્રધાન અમિત શાહનો કાર્યક્રમ રદ કરવા માગણી કરી

ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે મારો પ્રશ્ન સરકારને એવો છે કે શું આ કોરોના તાપી જિલ્લામાં નથી?, શું તાપી જિલ્લો કોરોનામુક્ત છે? કારણ કે ગઈ કાલે જ કોઈ સમાચારપત્રમાં વાચ્યું છે કે 19મી ફેબ્રઆરીએ ભારતના સહકારપ્રધાન અને ગૃહપ્રધાન અમિત શાહનો એક કાર્યક્રમ (Amit Shah's program in Bajipura) સુમુલ દ્વારા બાજીપુરા ખાતે આયોજન કરવામાં આવેલો છે. આજના અખબારી અહવાલો જણાવે છે કે સવા લાખ જેટલી મેદની કરવાના છે. અત્યારે ચૂંટણી આચાર સંહિતામાં જયાં જે રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે. એમાં પણ આજે મોટી રેલીની પરવાનગી ન હોય તો અહીંયા શાના માટે 1 લાખ લોકો ભેગા કરવાની વાત કરે છે. એના કારણે જો કોરોના મહામારી વધારે તાપી જિલ્લામાં ફેલાશે તો એના માટે જવાબદાર કોણ ? એટલે અમારી માગણી છે કે કોઈ પણ સંજોગોમાં આ કાર્યક્રમ રદ કરવો જોઈએ. કોરોના મહામારી ગાઇડ લાઈન છે એનું પાલન કરવું જોઈએ અને વહીવટી તંત્ર પણ કડક રહી કોઈપણ જાતની પરવાનગી ન આપવી જોઈએ.

આ પણ વાંચોઃ સોનગઢ ખાતે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં સામાજિક ક્રાંતિ અભિયાન

સરકારે કોરોના મૃતકોની સંખ્યા છુપાવી હોવાનો આક્ષેપ દોહરાવ્યો

ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કોરોના કાળમાં મૃત્યુ પામેલા છે તેના પરિવારજનોને સહાય મળવી (Congress Leader Tushar Chaudhari Demand) જોઈએ અને સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યાં છતાં પણ ગુજરાત સરકાર નિર્ણય પર આવતી નથી. ગત અઠવાડિયે સાયન્સ જર્નલનો રિપોર્ટ આવ્યો જેમાં સ્પષ્ટપણે કીધું છે કે સપ્ટેમ્બર 2021 સુધીમાં 35થી 40 લાખ લોકો કોરોના કારણે મૃત્યુ થયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું કે WHO (World Health Organization) પણ વારંવાર કહેતા આવ્યા છે કે ભારત સરકાર અને રાજ્યની સરકારએ આંકડા કોરોનાથી થયેલા મૃતકોના પ્રસિદ્ધિ કર્યા છે તેના પર વિશ્વાસ કરતા નથી. તેનાથી સરકારે આંકડાં છુપાવવાનું કામ કર્યું છે અને એ ગુજરાતમાં સાબિત થઈ ગયું છે. કારણકે ગુજરાત સરકારે 10150 કોરોના મૃતકોનો આંકડો જાહેર કર્યો હતો અને ગુજરાત સરકાર 90000 લોકોને સહાય આપી ચૂકી છે એનો મતલબ કે 80,000 મૃતકોનો આંકડો છુપાવ્યો જ છે.

આ પણ વાંચોઃ વ્યારામાં AAP કાર્યાલય ખુલ્યું, ભાજપ અને કોંગ્રેસ બેયના ભૂતપૂર્વ નેતાઓ જોડાયાં

સરકાર પાસે ડેટા છે ફોર્મ ભરાય તો જ સહાય આપવાનો વિરોધ

ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે સરકારે જનરલ હોસ્પિટલના, PHC, COVID હોસ્પિટલના આંકડા કઢાવે તો મૃતકોના નામ અને સરનામાં મળી જશે. સરકારે એવો આગ્રહ ન રાખવો (Congress Leader Tushar Chaudhari Demand) જોઈએ કે પરિવારના લોકો ફોર્મ (form) ભરે તોજ સરકાર સહાય આપે એનો પણ અમને વિરોધ છે. જે કોરોના જેવા સીમટમ્સ ધરાવતા લોકોએ કોવિડ ટેસ્ટ પણ ન કરાવ્યો હોય પણ એ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામ્યા હોય તો એમને પણ સહાય આપવી જોઈએ. પણ સરકાર જે રીતે ઓછા સહાય આપવા માટેના કાવતરા કરી રહી છે એની સામે પગલાં લેવાવા જોઇએ. જે લોકો આંકડા છુપાવી રહ્યા છે એની સામે પણ પગલાં લેવાવા જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.