ETV Bharat / state

સુરતના મહુવામાં આવેલા ચેક ડેમ થયો લીકેજ

author img

By

Published : Sep 3, 2019, 1:21 AM IST

etv bharat tapi

સુરત: જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ ચેક ડેમ મરામતના અભાવે લીકે જ રહ્યા છે. ઉનાળાના સમય દરમિયાન કામગીરી ન કરાતા હાલ સંગ્રહાયેલ વરસાદી પાણી પણ વહી રહ્યું છે. જેથી આવનાર ઉનાળામાં પણ ફરી એજ જળ સંકટના એંધાણ વર્તાયા છે.

સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકામાં આદિવાસી ખેડૂતોની જીવાદોરી વિસ્તારના ચેકડેમો છે. મહુવા તાલુકાના વલવાળા , સામ્બા, વસરાઇ ગામે પાંચ જેટલા ચેક ડેમો આવ્યા છે. આ પાંચેય ચેક ડેમ હાલ બિસ્માર થયાં છે. ઉનાળાના સમયે જ ચેકડેમ લીકેજ થયાં હતાં. અનેક ફરિયાદો છતાં તંત્ર દ્વારા મરામતની કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. ઉનાળાના સમયની કામગીરી ચોમાસાની સિઝનમાં પણ કરવામાં આવી ન હતી. જેને પગલે હાલમાં પડેલ વરસાદી પાણી પણ વહી જવાની નોબત આવી છે.

મહુવા તાલુકામાં આવેલો ચેક ડેમ થયો લીકેજ

ઓલણ અને અંબિકા નદી પર આવેલ ચેક ડેમોથી વિસ્તારની હજારો હેક્ટર ખેતીની જમીન નિર્ભર રહે છે. ચેક ડેમના પાણીથી ખેડૂતો ખેતીના પાકને જીવનદાન આપે છે. પરંતુ મરામતના અભાવે આ પાણી સંગ્રહિત થતું નથી. લાખોના ખર્ચે બનેલ ચેક ડેમો મરામતના અભાવે માત્રને માત્ર પૈસા ન આંધણ સિવાય કશું થયું ન હોવાની પણ સ્થાનિકો દ્વારા બુમરેગ ઉઠવા પામી છે.

મહુવા તાલુકાના ચેક ડેમમાં લીકેજથી ગત વર્ષે ઉનાળાની સિઝનમાં ખેતી અને પશુપાલન માટે જળ સંકટ ઉભું થયું હતું. આ સિઝનમાં અંબિકા અને ઓલણ નદીમાં પુર આવ્યું હતું. ખેડૂતો પણ ખુશ હતા. પરંતુ મરામતની કામગીરી ન કરાતા હવે પાણી સંગ્રહિત થવાને બદલે વહી જઈ રહ્યું છે.

Intro: સુરત જિલ્લા ના મહુવા તાલુકા માં આવેલ ચેક ડેમ મરામત ના અભાવે લીકેજ રહ્યા છે. ઉનાળા ના સમય એ કામગીરી નહીં કરાતા હાલ સંગ્રહયેલ વરસાદી પાણી પણ વહી ગયું છે.જેથી આવનાર ઉનાળા માં પણ ફરી એજ જળ સંકટ ના એંધાણ વર્તાયા છે.


Body: સુરત જિલ્લા માં આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકા માં આદિવાસી ખેડૂતો ની જીવાદોરી વિસ્તાર ના ચેકડેમો છે.મહુવા તાલુકા ના વલવાળા , સામ્બા , વસરાઇ ગામે થી પાંચ જેટલા ચેક ડેમો આવ્યા છે. એ પાંચેય ચેક ડેમ હાલ બિસ્માર થયાં છે. ઉનાળા ના સમય એ આજ ચેકડેમ લીકેજ થયાં હતાં. અનેક ફરિયાદો છતાં તંત્ર દ્વારા મરામત ની કોઈ કામગીરી કરાઈ ના હતી. ઉનાળા ના સમય ની કામગીરી ચોમાસા ની સિઝન માં પણ કરાઈ ના હતી. જેને પગલે હાલ માં પડેલ વરસાદી પાણી પણ વહી જવા ની નોબત આવી છે.
ઓલણ અને અંબિકા નદી પર આવેલ ચેક ડેમો થી વિસ્તાર ની હજારો હેક્ટર ખેતી ની જમીન નિર્ભર રહે છે. અને ચેક ડેમ ના પાણી થી ખેડૂતો ખેતી ના પાક ને જીવતદાન આપે છે. પરંતુ મરામત ના અભાવે આ પાણી સંગ્રહિત થતું નથી. લાખો ના ખર્ચે બનેલ ચેક ડેમો મરામત ના અભાવે માત્ર ને માત્ર પૈસા ન આંધણ સિવાય કશું થયું ના હોવાની પણ સ્થાનિકો દ્વારા બુમરેગ ઉઠવા પામી છે.Conclusion: મહુવા તાલુકા ના ચેકડેમો ની વાત કરી એ તો ચેક ડેમ માં લીકેજ અને મોટા બાકોરાં પડી જતા ગત વર્ષે ઉનાળા ની સિઝન માં ખેતી અને પશુપાલન માટે જળ સંકટ ઉભું થયું હતું. પરંતુ આ સિઝન માં બબ્બે વાર અંબિકા અને ઓલણ નદી માં પુર આવ્યું હતું. અને ખેડૂતો પણ ખુશ હતા પરંતુ મરામત ની કામગીરી નહીં કરાતા હવે પાણી સંગ્રહિત થવાને બદલે વહી જઈ રહ્યું છે.

બાઈટ 1 ..... ઇચ્ચુંભાઈ પટેલ .... ખેડૂત , સ્થાનિક

બાઈટ 2 .. . ભગુભાઈ પટેલ .... ખેડૂત , સ્થાનિક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.