ETV Bharat / state

Bharatmala Project: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેકટ હેઠળ કરવડથી તલાસરી વચ્ચે માર્ગ નિર્માણનું કાર્ય પુરજોશમાં

author img

By

Published : Apr 30, 2023, 3:35 PM IST

Updated : Apr 30, 2023, 4:02 PM IST

bharatmala-project-delhi-mumbai-expressway-project-road-construction-between-karkad-and-talasari-is-in-full-swing
bharatmala-project-delhi-mumbai-expressway-project-road-construction-between-karkad-and-talasari-is-in-full-swing

વલસાડ જિલ્લામાંથી પસાર થઈ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી મહારાષ્ટ્રના મુંબઈ સુધી જતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની કામગીરી ચાલી રહી છે. આ કોરિડોર અંતર્ગત પેકેજ 10 માં આવતા કરવડથી તલાસરી સુધીના માર્ગ નિર્માણની કામગીરી હાલ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આવો જાણીએ ભારત સરકારનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રિમ પ્રોજેકટ કેવો છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની કામગીરી પુરજોશમાં

વાપી: રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ ભારત માલા પરિયોજના હેઠળ રાજધાની દિલ્હીથી 5 રાજ્ય અને 1 યુનિયન ટેરિટરીમાંથી પસાર થતા 1386 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેની કામગીરી હાથ ધરી છે. અંદાજિત 1 લાખ કરોડના આ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લાના કરવડથી મહારાષ્ટ્રના તલાસરી સુધીના પેકેજ 10 પર પુરજોશમાં કામગીરી હાથ ધરાઈ છે.

ખેડૂતોને વળતર ચુકવાયું
ખેડૂતોને વળતર ચુકવાયું

1386 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે: National Highways Authority of India (NHAI) દ્વારા ભારત માલા પરિયોજના હેઠળ 1386 કિલોમીટર લાંબા અને 1 લાખ કરોડના ખર્ચે દિલ્હી થી મુંબઈ વચ્ચે ઝડપી વાહનવ્યવહાર માટે 8 લેનના એક્સપ્રેસ વે બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ હાઇ-વે દિલ્હીથી શરૂ થયા બાદ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના મુંબઈ જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચે 24 કલાકના સમયને ઘટાડી 12 કલાકમાં પહોંચાડશે. આ પ્રોજેકટ હેઠળ હાલ આખા રૂટ પર વિવિધ એજન્સીઓ દ્વારા કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં પેકેજ 8,9 અને 10 હેઠળ પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે.

કરકડથી તલાસરી વચ્ચે માર્ગ નિર્માણનું કાર્ય પુરજોશમાં
કરકડથી તલાસરી વચ્ચે માર્ગ નિર્માણનું કાર્ય પુરજોશમાં

ખેડૂતોને વળતર ચુકવાયું: આ અંગે એક્સપ્રેસ વેના પ્રોજેકટ ડાયરેકટર, પ્રોજેક્ટ મેનેજર, એન્જીનિયર સહિતના અધિકારીઓએ વિગતો આપી છે કે, વલસાડ જિલ્લાના કરવડથી મહારાષ્ટ્રના તલાસરી વચ્ચેના પેકેજ 10 માં કોન્ટ્રાકટર દ્વારા જમીનનું લેવલિંગ, નદી નાળા પરના પુલ, બ્રિજ, ઝાડી કટિંગ, માટી પુરાણ સહિતની પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. 100થી 120 મીટર પહોળાઈના 8 લેનના અને જરૂર પડ્યે 12 લેન સુધી કરી શકાય તેવા અયોજન સાથેના આ મહત્વના પ્રોજેકટ હેઠળ સરકાર દ્વારા ખેડૂતોની અને અન્ય પ્રાઇવેટ પ્લોટ માલિકોની જમીન સંપાદન કરવામાં આવી છે. જેનું સારું એવું વળતર પણ ચુકવવામાં આવ્યું છે.

એક્સપ્રેસ વેની ખાસિયત: એક્સપ્રેસ વે વલસાડ જિલ્લામાંથી પસાર થઈ મુંબઈ સુધી જવાનો છે. જેમાં પેકેજ 10 હેઠળ આવતા રૂટ પર 33 નદી નાળા પર નાના પુલ બનાવવામાં આવશે. આસપાસના વિસ્તારના લોકોના આવાગમન માટે 25 અન્ડરપાસ બનાવશે. વાપી-સેલવાસમાંથી પસાર થતી દમણગંગા નદી અને મહારાષ્ટ્રના તલાસરીમાં આવેલ કોચાઈ નદી પર બ્રિજ બનાવવામાં આવશે. 8 લેનના આ એક્સપ્રેસ વેની ખાસિયત એ હશે કે આ માર્ગ પર ખાસ ઇન્ટરચેન્જ હશે અને તે સિવાયના રૂટને ફેંસિંગ કે દીવાલ બનાવી કવર કરવામાં આવશે. જેથી કોઈ પશુ કે અન્ય વાહનચાલક વચ્ચેથી પસાર થઈ શકે નહીં. જ્યાંથી ઇન અને એક્ઝિટની એન્ટ્રી હશે ત્યાં એક એક ટોલ પ્લાઝા હશે. જેથી વચ્ચે ક્યાંય વાહન ચાલકનો સમય વેડફાશે નહીં. એન્ટ્રીથી એક્ઝિટ સુધીના ટોલ બુથ પર જ દરેક વાહન ચાલકે નિયત ટોલ ટેક્સ ચૂકવવો પડશે.

કામગીરી પુરજોશમાં: આ એક્સપ્રેસ વે અંતર્ગત વલસાડના વાપી નજીકના અને દાદરા નગર હવેલીમાં આવતા નરોલી ખાતે ટોલ પ્લાઝા ઉભા કરવામાં આવશે. અહીં હાલ રોડ નિર્માણ માટે જરૂરી એવી કોન્ક્રીટ માટેનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તલાસરી, કરવડ, પરિયા જેવા સ્થળે ક્રશર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. અદ્યતન મશીનરી, સ્કીલ્ડ સ્ટાફ, હાઈવા, રોલર, ડમ્પર સહિતના વાહનો દ્વારા હાલ માટી મંગાવી અંદાજિત 6 મીટરનું લેવલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેના પર તબક્કાવાર કોન્ક્રીટ સહિતની કામગીરી કરી એક્સપ્રેસવે તૈયાર કરવામાં આવશે.

12 કલાકમાં દિલ્હીથી મુંબઈ પહોંચાડશે: એક્સપ્રેસવે પર દરેક એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર વાહનચાલકો માટે હોટેલ, રેસ્ટોરન્ટ, ટોયલેટ, અકસ્માત સમયે ઝડપી સારવાર માટે હેલિકોપ્ટરની મદદ લઇ શકાય તેવા આશયથી દર 100 કિલોમીટર ના અંતરે એક હેલિપેડ, ATM, ફૂડ કોર્ટ, ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન અને ઈંધણ સ્ટેશન જેવી સુવિધાઓ ધરાવતી 93 જગ્યાઓ પર વે-સાઈડ સુવિધાઓ હશે. ટ્રોમાં સેન્ટર સહિત પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ, એમ્બ્યુલન્સની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. 1386 કિલોમીટરના આ એક્સપ્રેસ વે પર વાહન ચાલક માટે સ્પીડ કન્ટ્રોલ, એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, વેધર ડિટેઇલ્સ સહિતની જાણકારી અને જરૂરી કનેક્ટિવિટી ની સુવિધાઓ હશે. સામાન્ય રીતે હાલમાં દિલ્હી થી મુંબઈ સુધીની સફર 24 કલાકની છે. આ એક્સપ્રેસ વે તૈયાર થયા બાદ 120ની સ્પીડ સાથે તે માત્ર 12 કલાકની રહેશે. 12 કલાકમાં વાહન ચાલકને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીથી આર્થિક રાજધાની મુંબઈ સુધી પહોંચાડશે.

ઉદ્યોગોના આયાત નિકાસમાં ઉપયોગી: ઝડપી વાહન વ્યવહાર, ઔદ્યોગિક ઉત્પાદનો, ઘરેલુ ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રીને વહેલામાં વહેલી તકે તેના નિયત સ્થળે પહોંચાડી. સમયનો, અકસ્માતનો, ઇંધણનો બચાવ કરનારો આ પ્રોજેકટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ છે. હાલમાં ચાલતી કામગીરી મુજબ હજુ 2 વર્ષે તે પૂર્ણ થશે. ચોમાસા દરમ્યાન આ કામગીરી ધીમી પડવાની છે. કોન્ટ્રાકટર દ્વારા થતી ક્ષતિ ધ્યાનમાં લઈ નવા ટેન્ડર બહાર પાડવાની પળોજણ ઉભી થઇ છે. એટલે ચોમાસા બાદ ફરી એક્સપ્રેસ વે ની કામગીરી ઝડપભેર આગળ વધશે. જેમ બુલેટ ટ્રેન પ્રોજેકટ આ વિસ્તારના ઉદ્યોગકારો માટે મહત્વનો પ્રોજેકટ બનશે. તેવી જ રીતે વાપી ઔદ્યોગિક એકમો અને દાદરા નગર હવેલી, દમણ ના ઔદ્યોગિક એકમો માટે આ એક્સપ્રેસ વે ઉત્પાદનની આયાત નિકાસમાં અનેકગણો ઉપયોગી સાબિત થવાનો છે.

આ પણ વાંચો Vande Bharat Express: હાવડા-પુરી વંદે ભારત એક્સપ્રેસનું ટ્રાયલ સફળ, સર્વિસ હવે શરૂ થશે

દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરની મહત્વપૂર્ણ કરોડરજ્જુ: ઉલ્લેખનીય છે કે, એક્સપ્રેસવેની પેકેજ 10 હેઠળ કરવડથી તલાસરી સેક્શન સહિત 277 કિલોમીટરનું વડોદરાથી મુંબઈ વચ્ચેનું અંતર છે. ગુજરાતમાં દાહોદથી દાદરા નગર હવેલી વચ્ચેના 426 કિલોમીટરમાં આ એક્સપ્રેસ વે પસાર થશે. જેમાં વૃક્ષારોપણ અને જાહેર પરિવહન માટેની જગ્યા, 500 મીટરે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એક્સપ્રેસ વે પર રાત્રે અને દિવસે થનારા વીજ વપરાશ માટે ગ્રીડ અને સૌર ઊર્જાના મિશ્રણનો ઉપયોગવાળો આ એક્સપ્રેસ વે, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (વેસ્ટર્ન ડીએફસી) સાથે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરની મહત્વપૂર્ણ કરોડરજ્જુ બનશે.

આ પણ વાંચો MP News: ગ્વાલિયરમાં વંદે ભારત ટ્રેન સાથે અથડાઈ ગાય, આગળના ભાગને નુકસાન

Last Updated :Apr 30, 2023, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.