ETV Bharat / state

Talati Exam 2023: તલાટી પરીક્ષાનાં ઉમેદવારો માટે સુરેન્દ્રનગર પોલીસ તરફથી હેલ્પ ડેસ્ક અને રહેવાની વ્યવસ્થા કરાઇ

author img

By

Published : May 6, 2023, 3:07 PM IST

તલાટીની પરીક્ષાનાં ઉમેદવારો માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તરફથી પરીક્ષાર્થીઓ માટે હેલ્પ ડેસ્ક અને રહેવાની વ્યવસ્થા કરાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 38 પરીક્ષા કેન્દ્રો પર 10,770 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. બહારગામના પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્ર સુધી પહોચાડવા પોલીસે વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

talati-exam-2023-surendranagar-police-arranged-help-desk-and-accommodation-for-talati-exam-candidates
talati-exam-2023-surendranagar-police-arranged-help-desk-and-accommodation-for-talati-exam-candidates

સુરેન્દ્રનગર: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.7-5-2023 રવિવારે રાજયભરમાં તલાટી કમ મંત્રી વર્ગ 3 માટેની પરીક્ષાનું આયોજન કરાશે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 38 પરીક્ષા કેન્દ્રો પર 10,770 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. સ્પર્ધાત્મક પરીક્ષાનું સુચારૂ સંચાલન થાય અને ઉમેદવારો નિર્ભીકપણે વિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તેવા આશયથી જિલ્લા પોલીસ વડા તરફથી ખાસ આયોજન કરાયુ છે.

સુરેન્દ્રનગર પોલીસ તરફથી હેલ્પ ડેસ્ક અને રહેવાની વ્યવસ્થા કરાઇ
સુરેન્દ્રનગર પોલીસ તરફથી હેલ્પ ડેસ્ક અને રહેવાની વ્યવસ્થા કરાઇ

હેલ્પ ડેસ્ક અને રહેવાની વ્યવસ્થા કરાઇ: બહારગામથી આવનાર પરીક્ષાર્થીઓ માટે હેલ્પડેસ્ક અને રહેવાના ઉતારાની સગવડ આપવામાં આવશે. તેમજ પોલીસ વિભાગ દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્ર સુધી પહોચવા માટે સરળતા રહે તે માટે વાહનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે પોલીસખાતા તરફથી મળેલ માહિતી મુજબ કુલ 6 હેલ્પડેસ્કના નંબર જાહેર કરાયા છે.

પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્ર સુધી પહોચાડવાની વ્યવસ્થા: હાલમાં જ યોજાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પણ પોલીસ વિભાગ દ્વારા પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોને વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ 4 સ્થળે પરીક્ષાર્થીઓ માટે ઉતારાની ગોઠવણી કરેલી છે. આ ઉપરાંત બસસ્ટેશન, રેલ્વેસ્ટેશન, રતનપર પોલીસસ્ટેશન, ગેબનશા સર્કલ વગેરે સ્થળોએથી પોલીસના વિશેષ વાહનો દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્ર સુધી પહોચવામાં મદદ કરાશે. ઉલ્લેખનીય છે કે છે કે પોલીસ વિભાગ દ્વારા 8 સ્થળોએ પરીક્ષાર્થીઓને રાત્રિરોકાણ તેમજ ઉતારાની વ્યવસ્થા માટે પણ આયોજન કરાયેલુ છે. તેમજ પરીક્ષાર્થીઓને કોઈપણ મુશ્કેલી જણાય તો 6 હેલ્પડેસ્કના 18 મોબાઇલનંબરો દ્વારા પોલીસ વિભાગ ઉમેદવારોને દરેક પ્રકારની મદદ પુરી પાડશે.

આ પણ વાંચો

Talati Exam 2023 : ઉમેદવારોની બોડી વોર્ન કેમેરાથી તપાસ કરાશે, મલ્ટી પર્પઝના 4 ઉમેદવારોને નિમણુકપત્ર ન અપાયાં

Talati Exam 2023 : તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો અપાયો આખરી ઓપ

તૈયારીઓને આખરી ઓપ: તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે 17.10 લાખ ઉમેદવારોમાંથી 8,64,400 ઉમેદવારોએ પરીક્ષા આપવા સંમતિ દર્શાવી છે. તા.7 મે, 2023ના રોજ ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તલાટી કમ મંત્રીની કુલ 3437 જગ્યાઓ ખાલી પડેલી છે. ત્યારે પરીક્ષા માટે 2694 પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યા છે. ત્યારે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા માટેની તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ આપવામાં આવ્યો છે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.