ETV Bharat / state

Surendranagar Crime : સૌકા જુગારધામ નેટવર્ક મામલામાં વધુ 3 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

author img

By

Published : May 19, 2023, 2:59 PM IST

સુરેન્દ્રનગર જિલ્લામાં સૌકા જુગારધામ નેટવર્ક મામલામાં વધુ 3 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયાં છે. તેઓ જુગારધામ નેટવર્ક ચલાવતા સંચાલક સાથે સંકળાયેલા હોવાના પોલીસ વડાને પુરાવા મળતા ત્રણેય સામે પગલાં લેવાયાં છે. આ સાથે સૌકા જુગારધામ મામલે 12 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે.

Surendranagar Crime : સૌકા જુગારધામ નેટવર્ક મામલામાં વધુ 3 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
Surendranagar Crime : સૌકા જુગારધામ નેટવર્ક મામલામાં વધુ 3 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના સૌકા ગામે ચાલતા જુગારધામ નેટવર્કના મામલે વધુ ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને 03 મેના રોજ દરોડા પાડી અને ચાલતા જુગાર ઉપર 38 જેટલા જુગારીની અટકાયત કરી અને અંદાજે રૂપિયા 27 લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને રેઇડ પાડવામાં આવી હતી. આ મામલે ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી જુગાર રમવા લોકો ત્યાં આવતા હોવાનો ખુલાસો થયો હતો.

પોલીસ ફંડ લઈ જતી હોવાનો આક્ષેપ : આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે જુગાર સંચાલક નવદીપ સિંહ દ્વારા પોલીસ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કરવામાં આવ્યા હતાં. છેલ્લા બે વર્ષથી જુગાર ચાલતો હોવા છતાં પણ પોલીસ રેઇડ કરી ન હતી. પોલીસ દર મહિને 12 લાખ રૂપિયાનો હપ્તો લઈ જતી હોવાનો અને અન્ય પોલીસ કાર્યક્રમોમાં પણ પોલીસ ફંડ લઈ જતી હોવાનો આક્ષેપ કરાયો હતો.

આ મામલે વધુ તપાસ હાથ ધરી અને જે જુગાર સંચાલક છે તેની સાથે સંકળાયેલા પોલીસ કર્મીઓની તમામ પ્રકારની વિગતો મેળવવામાં આવી છે. ત્યારે આ પ્રકરણમાં વધુ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં સાયલા પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પુષ્પરાજભાઈ ધાંધલ તેમજ ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમરસિંહ તેમજ પાટડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સહદેવસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે... હિમાંશુભાઈ દોશી (સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પોલીસ વડા)

જુગારધામ સંચાલકનો આક્ષેપ : આ ઉપરાંત સુરેન્દ્રનગર એસઓજી પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇએ જુગારની રેઇડ દરમિયાન ફાયરિંગ કર્યા હોવાનું અને માર માર્યો હોવાના પુરાવા પણ જુગારધામ સંચાલક નવદીપસિંહ દ્વારા આપવામાં આવ્યા હતાં. જોકે આ રેઇડ પડી તે દરમિયાન લીંબડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત નવ જેટલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

બે વર્ષથી ચાલતું હતું જુગારધામ : સૌકા જુગારધામ મામલામાં પોલીસ કર્મચારીઓની સંડોવણી બહાર આવ્યાં બાદ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી અને આક્ષેપો થયા છે તે અંગે પણ હાલમાં તપાસ ચાલુ છે. ત્યારે છેલ્લા બે વર્ષથી સૌકા જુગારધામ ચાલતું હોવા છતાં પણ પોલીસ વિભાગે કાર્યવાહી કેમ ન કરી તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે. તેની સામે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ તમામ જે પ્રકરણ છે તેની ઊંડાણપૂર્વક રીતે તપાસ કરવામાં આવે અને સંચાલક દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે અંગે પણ તપાસ કામગીરી કરવામાં આવે તેવા આદેશ રાજકોટ રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ દ્વારા આપવામાં આવ્યા હતાં.

શું હતો મામલો : સુરેન્દ્રનગર એલસીબીની ટીમ બાતમી મળી હતી કે લીંબડીના સૌકા ગામે જુગારનો અડ્ડો ધમધમે છે. ક્રાઈમ બ્રાન્ચે જુગારના અડ્ડા પર દરોડા પાડી કુલ 38 લોકોને પકડી લીધા હતાં અને 28 લાખથી વધુ કિંમતનો મુદ્દામાં જપ્ત કરી સઘન તપાસ શરૂ કરી હતી. આ જુગાર કેન્દ્ર કેટલા સમયથી ચાલતું હતું અને કોણ ચલાવતું હતું આ ઉપરાંત આ કેસમાં અન્ય કેટલા શખ્સોની અને કયા શખ્સોની સંડોવણી છે તેનું પગેરું દબાવતાં પોલીસ કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી. તે સમયે જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ સૌકાના જુગારધામમાં ડી સ્ટાફના 9 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે.

Surendranagar Crime: પોલીસે જ્યાં જુગારધામ પર દરોડા પડ્યા ત્યાંથી ફાયરિંગ કરેલી બુલેટ મળી

Surendranagar Crime: જુગારના અડ્ડા પર દરોડા કેસમાં પોલીસકૃપા, 9 ખાખીધારી ઘરભેગા

Surendranagar News : બિયારણ કંપની વિરુદ્ધ ચેકિંગની માગણી, ખેતીવાડી અધિકારી સામે આક્ષેપો કરતા ખેડૂતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.