ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : લીંબડી બેઠક માટે મત ગણતરીની તૈયારીઓ પૂર્ણ

author img

By

Published : Nov 9, 2020, 4:53 PM IST

વિધાનસભાની 8 બેઠકો માટે 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબડી બેઠક માટે પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. મંગળવારના રોજ સુરેન્દ્રનગરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મત ગણતરી યોજાશે.

લીંબડી બેઠક
લીંબડી બેઠક

  • મત ગણતરી માટે 3 હોલમાં 10 ટેબલ ઉપર મતોની ગણતરી થશે
  • સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવશે
  • 2 ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી કરશે

સુરેન્દ્રનગર : વિધાનસભાની 8 બેઠકો માટે 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબડી બેઠક માટે પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. મંગળવારના રોજ સુરેન્દ્રનગરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મત ગણતરી યોજાશે. જેને ધ્યાને લઇ ચૂંટણી પંચની સૂચના મુજબ સ્થાનિક ચૂંટણી વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
પોલીસ, SRP, મીલેટ્રી, હોમગાર્ડ, GRD જવાનો કરશે બંદોબસ્ત

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે રાજીનામુ આપતા લીંબડી બેઠક ખાલી પડી

વિધાનસભાની લીંબડી બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે રાજીનામુ આપતા લીંબડી બેઠક ખાલી પડી હતી. જે કારણે 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 58.06 ટકા મતદાન નોંધાયું હતું. ભાજપ દ્વારા કિરીટસિંહ રાણા અને કોંગ્રેસ દ્વારા ચેતનભાઈ ખાચરને ટિકિટ આપવામાં આવી હતી.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
2 ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી કરશે

3 કાઉન્ટિંગ હોલમાં 10 ટેબલો પર મત ગણતરી થશે

મંગળવાર સવારે 8 કલાકથી સુરેન્દ્રનગર શહેરની એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લીંબડી પેટા ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં કુલ 3 કાઉન્ટિંગ હોલમાં 10 ટેબલો પર મત ગણતરી હાથ ધરવામાં આવશે.

સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે

મંગળવાર સવારે 8 કલાકે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. જે બાદ EVMના મતની ગણતરી કરવામાં આવશે. કુલ 42 રાઉન્ડમાં મત ગણતરી પૂર્ણ થશે. આ મત ગણતરી દરમિયાન દરેક ટેબલ તેમજ કાઉન્ટિંગ હોલમાં સુપરવાઇઝર, આસિસ્ટન્ટ સુપરવાઇઝર, માઇક્રો ઓબ્ઝર્વર, RO, ARO સહિતનો સ્ટાફ મત ગણતરીમાં ફરજ બજાવશે.

લીંબડી બેઠક માટે મત ગણતરીની તૈયારીઓ પૂર્ણ

પોલીસ, SRP, સેના જવાન, હોમગાર્ડ, GRD જવાનો કરશે બંદોબસ્ત

મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ, SRP, સેના જવાન, હોમગાર્ડ, GRD જવાનો ખડે પગે બંદોબસ્તમાં રહેશે. ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 14 ઉમેદવારોની હારજીતનો ફેંસલો મંગળવાર સાંજ સુધીમાં થશે. જિલ્લા કલેક્ટર તેમજ ચૂંટણી અધિકારી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.