ETV Bharat / state

કોરોના વોરિયર્સનું સ્વાસ્થ્ય સારું રહે તે સુરેન્દ્રનગરમાં હનુમાન ચાલીસાનું આયોજન કરાયું

author img

By

Published : May 2, 2020, 7:31 PM IST

વિશ્વ અને દેશમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે, ત્યારે ડોક્ટર, પોલીસ, સફાઈ કામદાર અને મીડિયા લોકો સેવા બજાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં સોસાયટીના રહીશો દ્વારા પોતાના ઘરે જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને હનુમાન ચાલીસા કરીને કોરા કોરોના વાઇરસ સામે લડી રહેલા આરોગ્ય, સફાઈ અને પોલીસ સહિતની ટીમને સ્વાસ્થ્ય સારું રહે તે માટે હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરમાં આરોગ્ય, સફાઈ અને પોલીસ સહિતની ટીમને સ્વાસ્થ્ય સારું રહે તે માટે હનુમાન ચાલીસાનું આયોજન કરાયું
સુરેન્દ્રનગરમાં આરોગ્ય, સફાઈ અને પોલીસ સહિતની ટીમને સ્વાસ્થ્ય સારું રહે તે માટે હનુમાન ચાલીસાનું આયોજન કરાયું

સુરેન્દ્રનગરઃ શહેરના 80 ફૂટ રોડ પર આવેલી નવરંગ સોસાયટીમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. જ્યાં દર શનિવારે સોસાયટી દ્વારા હનુમાન ચાલીસાનું વાંચન કરવામાં આવે છે. પણ હાલમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે.

સુરેન્દ્રનગરમાં આરોગ્ય, સફાઈ અને પોલીસ સહિતની ટીમને સ્વાસ્થ્ય સારું રહે તે માટે હનુમાન ચાલીસાનું આયોજન કરાયું

ત્યારે સોસાયટીના 181 મકાનના રહીશો દ્વારા શનિવારના રોજ પોતાના ઘરે સોશિયલ ડીસ્ટન્સ રાખીને 1થી વધુ વખત પોતાના ઘરમાં જ ડોક્ટર પોલીસ કર્મી અને સફાઈ કામદારોનું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે હનુમાન ચાલીસા વાંચીને પ્રાર્થના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.