ETV Bharat / state

મેમકા ગામે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પરેશાન

author img

By

Published : Sep 30, 2019, 7:57 PM IST

ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પરેશાન

સુરેન્દ્રનગરઃ આ જિલ્લો ખેતી આધારીત જિલ્લો છે અને કૃષી ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા વઢવાણ તાલુકાના મેમકા આજુ-બાજુમાં 1500 વિઘા જમીનમાં વરસાદી પાણી ભરાતાં ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય છે.

સમગ્ર રાજયમાં સુરેન્દ્રનગર જિલ્લો કપાસ સહિતના પાકોમાં અને ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને જિલ્લામાંથી દેશ-વિદેશ સુધી કપાસની નિકાસ કરવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લામાં ખેડુતોએ મોંઘા બિયારણો, ખાતર અને તનતોડ મેહનત કરી અને હજારો હેકટર જમીનમાં કપાસ, એરંડા, જુવાર, અને લીંબુ, જામફળ, શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવેલું હતું. પરંતુ ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં સીઝનનો વરસાદ કરતા વધુ વરસાદ નોંધાયો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વઢવાણ તાલુકાના મેમકા ગામ અને આજુ-બાજુમા અંદાજે 1500 વીઘા જમીનમાં ઢીચણ સમાણા વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

મેમકા ગામે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પરેશાન

ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ રેહેતા ખેડૂતોના વાવેતર કરેલા પાકો નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે ચિંતિત ખેડૂતો જણાવી રહ્યાં છે કે, ખજેલીથી સાંકળી જવા માટે નવો રસ્તો સરકારે બનાવ્યો તેમાં કોઇ કોઝવે કે કોઇ પાણી નિકાલના પાઇપો ન મુકાતા ખેતરોમાં પાણી ભરાઇ ગયું છે અને હવે આ પાણી પંદર દિવસ સુધી નહીં ઓશરે જેથી વાવેતર કરેલા જામફળ, તલ, જુવાર, કપાસ ,મગફળી, એરડા જેવા પાકો નિષ્ફળ જશે જેથી ખેડૂતો પાયમાલ બનશે અને ખેડૂતોને આપધાત કરવાનો વારો આવશે. સરકાર ખેડૂતોને વરસાદથી થયેલા નુકસાનની તાત્કાલિક સહાય જાહેર કરે તેવી માગ પણ કરી હતી.

હાલ જો તાત્કાલિક ધોરણે ખેતરોમાંથી પાણી નહીં નીકળે તો જામફળ, લિંબુ જે પાક છે એ પણ બળીને ખાખ થઈ જશે. જામફળ અને લિંબુ પાછળ દર વષે એકથી દોઢ લાખનો ખર્ચ થાય છે અને 5 વર્ષ એનો પાક મળે છે. તેમજ કપાસ, જુવાર, તલ, એરડા, મગફળીમાં એક વીઘાએ શરૂઆતમાં જ 5 થી 7 હજાર ખર્ચ અને પાછળી 5 થી 7 ખર્ચ થતો જેથી અંદાજીત 12 હજાર જેટલો વર્કખર્ચ થતો હોય છે પણ ભારે વરસાદને કારણે હવે આ ખર્ચ પણ નીકળે તેવું નથી. તેથી સરકાર દ્રારા ખેતરોમાંથી પાણી કાઢવામાં આવે તેમજ યોગ્ય સહાય ચુકવામાં આવે નહીંતર ખેડૂતો પાઈમાલ થશે.

Intro:Body:Gj_Snr_Khetar ma Dhivan_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા

એન્કર.

સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને કૃષી ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વઢવાણ તાલુકાના મેમકા આજુબાજુમાં 1500 વિધા જમીનમાં વરસાદી પાણી ભરાતાં ખેડુતોના પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય છે

સમગ્ર રાજયમા સુરેન્દ્રનગર જીલ્લો કપાસ સહિતના પાકોમાં અને ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને જીલ્લા માથી દેશ વિદેશ સુધી કપાસની નિકાસ કરવામાં આવે છે. ચાલુ વર્ષે જીલ્લામાં ખેડુતોએ મોંઘા ભીયારણો, ખાતર અને તનતોડ મેહેનત કરી અને હજારો હેકટર જમીનમાં કપાસ, એરડા, જુવાર, અને લીંબુ,જામફળ,શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવેલ હતું. પરંતુ ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં સીઝનનો વરસાદ કરતા વધુ વરસાદ નોધાયો છે અને સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે દીવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે. વઢવાણ તાલુકાના મેમકા ગામ અને આજુબાજુમાં અંદાજે પંદરસો વીઘા જમીનમાં ઢીચણ સમાણા વરસાદી પાણી ભરાઈ જતા ખાડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ રેહેતા ખેડુતોના વાવેતર કરેલા પાકો નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય છે.


સમગ્ર રાજયમા વરસાદ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદ થતાં વઢવાણ તાલુકાના મેમકા ગામ આજુબાજુમાં અંદાજે પંદરસૌ વિઘા જમીનમાં પાણી ભરાતાં ખેડુતોએ આક્ષેપ કર્યો હતો કે હાલ તો ભારે વરસાદ છે તેમજ તેને લઈને ખેતરોમા ઢીચણ સમાણા પાણી છે ત્યારે ખેતરોમાં માથી રોડને કારણે પાણી ન નીકળતુ હોવાનુ ખેડૂતો જણાવી રહયા છે કે ખજેલીથી સાંકળી જવા માટે નવો રસ્તો સરકારે બનાવ્યો તેમાં કોઇ કોઝવે કે કોઇ પાણી નિકાલના પાઇપો ન મુકાતા ખેતરોમાં પાણી ભરાઇ ગયું છે ને હવે આ પાણી પંદર દિવસ સુધી નહિં ઓશરે જેથી અમોના વાવેતર કરેલ જામફળ,તલ, જુવાર, કપાસ ,મગફળી,એરડા જેવા પાકો નિષ્ફળ જશે જેથી ખેડુતો પાયમાલ બનશે અને ખેડુતોને આપધાત કરવાનો વારો આવશે જેથી સરકાર ખેડુતોને વરસાદથી થયેલ નુકશાન ની તાત્કાલીક સાહય જાહેર કરે તેવી માંગ કરી હતી.તેમજ હાલ જો તાત્કાલિક ધોરણે ખેતરોમાં માથી પાણી નહી નીકળે તો જામફળ,લિબુ જે પાક છે એ પણ બળીને ખાખ થઈ જશે ,જામફળ અને લિબુ પાછળ દર વષૅ એક થી દોઢ લાખનો ખચૅ થાય છે અને 5વષૅ એનો પાક મળે છે તેમજ કપાસ,જુવાર ,તલ,એરડા, મગફળી મા એક વીધાએ શરૂઆત મા જ5થી7હજાર ખચૅ અને પાછળી 5થી7ખચૅ થતો જેથી અંદાજીત 12હજાર જેટલોવકખચૅ થતો હોય છે પણ ભારે વરસાદને કારણે હવે આ ખચૅ પણ નીકળે એવુ નથી તેથી સરકાર દ્રારા ખેતરોમાં માથી પાણી કાઢવામાં આવે તેમજ યોગ્ય સહાય ચુકવામા આવે નહીતર ખેડૂતો પાઈમાલ થશે.

બાઈટ.

ભરતભાઇ (મેમકા, ખેડૂત)
વિજયભાઈ ડાભી (મેમકા, ખેડૂત)
નિકુલભાઈ જાદવ(મેમકા ખેડૂત)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.