ETV Bharat / state

વઢવાણ કોંગ્રેસે ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રધ્ધાંજલિ આપી

author img

By

Published : Dec 23, 2020, 12:31 PM IST

Updated : Dec 23, 2020, 12:44 PM IST

વઢવાણ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સરકારના ત્રણ કૃષિ બિલ ખેડૂતો માટે કાળા કાયદા સમાન તેમજ નુકસાનકારક હોવાનો આક્ષેપ કરી રોષ દાખવ્યો હતો. સરકાર દ્વારા ખેડૂતલક્ષી તમામ બિલો પરત ખેંચવાની પણ માગ કરી છે.

વઢવાણ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રધ્ધાંજલી અપાઇ
વઢવાણ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રધ્ધાંજલી અપાઇ

  • સરકારના ત્રણ કૃષિ બિલ ખેડૂતો માટે કાળા કાયદા સમાન તેમજ નુકસાનકારક હોવાનો આક્ષેપ કરી રોષ દાખવ્યો
  • સરકાર દ્વારા ખેડૂતલક્ષી તમામ બિલો પરત ખેંચવાની પણ કરી માગ
  • કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કૃષિ બિલ અંગે જાહેરમાં ચર્ચા કરવા આપી ચેલેન્જ

સુરેન્દ્રનગરઃ વઢવાણ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સરકારના ત્રણ કૃષિ બિલ ખેડૂતો માટે કાળા કાયદા સમાન તેમજ નુકસાનકારક હોવાનો આક્ષેપ કરી રોષ દાખવ્યો હતો.

વઢવાણ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રધ્ધાંજલિ અપાઇ

સરકાર દ્વારા ખેડૂતલક્ષી તમામ બિલો પરત ખેંચવાની પણ માગ

કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કૃષિ બિલ અંગે જાહેરમાં ચર્ચા કરવા કૃષિ પ્રધાન આર.સી. ફળદુ, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, ઋત્વિક મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલ સહિત કોંગ્રેસના હોદેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Last Updated : Dec 23, 2020, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.