ETV Bharat / state

સુરેન્દ્રનગરના પાટડીના વર્ણીધામમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ

author img

By

Published : Sep 29, 2019, 5:25 AM IST

સુરેન્દ્રનગર: જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ અધિક્ષક બગડિયા દ્વારા દર મહિને ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવે છે. થાનગઢ, ધ્રાંગધ્રા વિસ્તારમાં કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ક્રાઇમ કોન્ફરન્સમાં લોકો સાથે સંવાદ કરી શકાય તે માટે 28 સપ્ટેમ્બર પાટડીમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

police

પાટડી ગામમાં અનુસુચિત જાતિ વિસ્તારની વિઝીટ કરી અનુસુચિત જાતિ વિસ્તારના કોઇ પ્રશ્નો હોય તો રજૂઆત કરવા આગેવાનો સાથે ચર્ચા કરવામા આવી હતી. પાટડી વર્ણીધામ ખાતે પણ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં હતું. આ કોન્ફરન્સમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ડીવિઝનના નાયબ પોલીસ અધિક્ષકો તથા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ક્રાઇમ કોન્ફરન્સમાં જિલ્લામાં બનતા વિવિધ પ્રકારના ગુનોઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુનાઓને કેવી રીતે અટકાવવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અગલ અગલ ટીમો બનાવી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ક્રાઇમ કોન્ફરન્સ યોજીને લોકો સાથે સીધો કરવામાં આવ્યો હતો.

Intro:Body:સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબ દ્વારા દર માસે યોજવામા આવતી ક્રાઇમ કોન્ફરન્સ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમા યોજવા માટેનો નવતર અભીગમ હાથ ધરમાવા આવેલ હોય અને સુરેન્દ્રનગર જીલ્લાની અલગ અલગ જગ્યા જેવી કે થાનગઢ,ધ્રાંગધ્રા જેવા વિસ્તારમા ક્રાઇમ કોન્ફરન્સ યોજવામા આવેલ છે જે ક્રાઇમ કોન્ફરન્સમા લોકો સાથે સંવાદયોજી શકાય તે હેતુ થી આજરોજ તા.૨૮/૦૯/૧૯ ના રોજ પાટડી ખાતે ક્રાઇમ કોન્ફરન્સનુ આયોજન કરવામા આવેલ હોય જેમા પહેલા પાટડી ગામમા દલીત વિસ્તારની વીઝીટ કરવામા આવેલ અને દલીત વિસ્તારના કોઇ પ્રશ્નો હોય તો રજુઆત કરવા જણાવેલ અને દલીત વિસ્તારના આગેવાનો સાથે તેઓના પ્રશ્નો બાબતેની ચર્ચા કરવામા આવી કોઇ પ્રશ્ન ના હોય બાદમા પાટડી વર્ણીન્દ્રાધામ ખાતે ક્રાઇમ કોન્ફરન્સનુ આયોજન કરવામા હતુ. આ કોન્ફરન્સમા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ડીવિઝનના નાયબ પોલીસ અધિક્ષકો તથા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.અને ક્રાઇમ કોન્ફરન્સમા જિલ્લામા બનતા વિવિધ પ્રકારના ગુન્હાઓ અંગે ચર્ચા વિચારણા કરવામા આવેલ હતી. તથા ગુન્હાઓ બનતા કઇ રીતે અટકાવવા તે અંગેની ચર્ચા વિચારણા કરવામા આવેલ હતી.તથા અગલ-અગલ ટીમો બનાવી વાહન ચેકીંગનુ આયોજન કરવામા આવેલ દરમ્યાન GP ACT-135,MV ACT-185,IPC-283 વિગેરે કેશો કરવા તથા નાશતા ફરતા આરોપીઓને પકડવા માટેની ડ્રાઇવનુ આયોજન કરવામા આવેલ હતુ. આમ જીલ્લાની અલગ અલગ જગ્યાએ ક્રાઇમ કોન્ફરન્સ યોજી લોકો સાથે સીધો સંવાદ યોજવાનુ નવીનતમ કાર્ય પોલીસ અધીક્ષક મહેન્દ્ર બગડીયાએ કરેલ હોય જેને લોકો દ્વારા આવકારવામા આવેલ છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.