ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં નવું બસ સ્ટેન્ડ ન બનતા કોંગ્રેસે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો

author img

By

Published : Jun 9, 2019, 3:16 AM IST

સુરેન્દ્રનગર: જિલ્લામાં આવેલા મુખ્ય બસ સ્ટેન્ડને છેલ્લા ઘણાં વર્ષોથી તોડી પાડવામાં આવ્યા બાદ નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું નથી. જેને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા બસ સ્ટેન્ડમાં થાળી વેલણ વગાડીને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.

સુરેન્દ્રનગરમાં નવું બસ સ્ટેન્ડ ન બનતા કોંગ્રેસે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય બસ સ્ટેન્ડમાંથી દરરોજ અમદાવાદ તેમજ રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં અવરજવર માટે અંદાજે 300થી વધુ બસોની ટ્રીપ થાય છે. જેમાં નોકરીયાતો, વિદ્યાર્થીઓ સહીત મુસાફરો મુસાફરી કરે છે. ત્યારે આ બસ સ્ટેન્ડ જર્જરિત થયા બાદ વર્ષ 2014માં પાડી દેવામાં આવ્યું હતું.

આ સમય દરમિયાન અંદાજે રૂપિયા 55 કરોડના ખર્ચે નવું આધુનિક એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું બસ સ્ટેન્ડ બનાવવાની રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તત્કાલિન ધારાસભ્ય દ્વારા વાતો કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં 5 વર્ષ બાદ રાજ્ય સરકારે નવા બસ સ્ટેન્ડ માટે માત્ર રૂપિયા 8.29 કરોડ જેટલી નજીવી રકમ અંગેનું ટેન્ડર બહાર પાડતા પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગરમાં નવું બસ સ્ટેન્ડ ન બનતા કોંગ્રેસે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો

કોગ્રેસ દ્વારા તાત્કાલિક સંપૂર્ણ સુવિધાવાળુ નવું બસ સ્ટેન્ડ બનાવવા તેમજ હાલ બસ સ્ટેન્ડમાં ઉભા કરેલા બે શેડમાં મુસાફરો માટે બેસવાની, છાંયો, ઠંડુ પાણી, સ્વચ્છ શૌચાલય સહિતની સુવિધાઓ અંગે થાળી વેલણ વગાડી વિરોધ કર્યો હતો. તેમજ ભાજપ સરકાર અને સ્થાનિક રાજકીય આગેવાનોને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર દ્વારા પ્રજાને લોલીપોપ આપી નવા બસ સ્ટેન્ડ માટે ઓછી રકમ ફાળવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જો આગામી દિવસોમાં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો, ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

SNR
DATE : 08/06/19
VIJAY BHATT 


સુરેન્દ્રનગર જિલ્લાનું મુખ્ય એવું શહેરનું બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી તોડી નાખ્યા બાદ નવું બસ સ્ટેન્ડ ન બનાવતા કોંગ્રેસ સમિતિ દ્વારા બસ સ્ટેન્ડમાં થાળી વેલણ વગાડી અનોખી રીતે વિરોધ કરી રોષ દાખવ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય બસ સ્ટેન્ડમાંથી દરરોજ અમદાવાદ, રાજકોટ સહીત રાજ્યના અનેક શહેરોમાં અવરજવર માટે અંદાજે ૩૦૦ થી વધુ બસોની ટ્રીપ થાય છે. જેમાં નોકરિયાતો, વિદ્યાર્થીઓ સહીત મુસાફરો મુસાફરી કરે છે. ત્યારે આ બસ સ્ટેન્ડ જર્જરિત થયા બાદ વર્ષ ૨૦૧૪ માં પાડી દેવામાં આવ્યું હતું અને તે સમયે અંદાજે રૂપિયા ૫૫ કરોડના ખર્ચે નવું આધુનિક એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું બસ સ્ટેન્ડ બનાવવાની રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તત્કાલીન ધારાસભ્ય દ્વારા વાતો કરવામાં આવી હતી..પરંતુ તાજેતરમાં પાંચ વર્ષ બાદ રાજ્ય સરકારે રૂપિયા ૫૫ કરોડને બદલે નવા બસ સ્ટેન્ડ માટે માત્ર રૂપિયા ૮.૨૯ કરોડ જેટલી નજીવી રકમ અંગેનું ટેન્ડર બહાર પાડતા પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તાત્કાલિક સંપૂર્ણ સુવિધા વાળું નવું બસ સ્ટેન્ડ બનાવવા આવે તેમજ હાલ બસ સ્ટેન્ડમાં ઉભા કરેલ બે શેડમાં મુસાફરો માટે બેસવાની, છાંયો, ઠંડુ પાણી, સ્વરછ શૌચાલય સહિતની સુવિધાઓ અંગે કોંગ્રેસ દ્વારા થાળી વેલણ વગાડી વિરોધ કરી ભાજપ સરકાર અને સ્થાનિક રાજકીય આગેવાનોને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ સરકાર દ્વારા પ્રજાને લોલીપોપ આપી નવા બસ સ્ટેન્ડ માટે ઓછી રકમ ફાળવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને આગામી દિવસોમાં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

બાઈટ.1
ગિરિરાજસિંહ ઝાલા (પ્રમુખ, શહેર કોંગ્રેસ, સુરેન્દ્રનગર )

બાઈટ. 2
નિલેશભાઈ વાઘેલા (ક્રોગસ કાયૅકર)

બાઈટ.3
સંજયપરમાર (ડેપો મેનજર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.