ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ઝાડ સાથે કાર ટકરાઇ, 2ના મોત

author img

By

Published : Jul 18, 2019, 10:44 AM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર રોડ પર કોઠારીયા ગામ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇને પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરૂષ સહિત બે વ્યક્તિના મોત થયા હતા.

સુરેન્દ્રનગરના લખતર રોડ પર અકસ્માત, 2ના મોત

સુરેન્દ્રનગરના લખતર રોડ પર આવેલા કોઠારીયા ગામ પાસે બાબુભાઈ મકવાણા નામના કાર ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇને પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં બાબુભાઈ મકવાણા તથા સિદ્ધિબેન મકવાણા મોત થયું હતું. અન્ય બે વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પોલિસને થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરના લખતર રોડ પર અકસ્માત, 2ના મોત
Intro:nullBody:બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર - લખતર રોડ પર કોઠારીયા ગામ પાસે કાર નો અકસ્માત

કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ઝાડ સાથે અથડાઇને પલ્ટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતના બનાવમાં એક મહિલા અને એક પુરુષ સહિત બે વ્યક્તિના મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે બાબુભાઈ મકવાણા તથા સિદ્ધિબેન મકવાણા રહે દરોદ, તા. સાંણદ ના મોત નિપજ્યા હતા.

જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ...

આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકે સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત થવા પામી છે

અકસ્માતની ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે
Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.