ETV Bharat / state

Science Gurjari at Ahmedabad : બાળ વૈજ્ઞાનિકે બનાવ્યો અનોખો રોબોટ, કોરોના સંક્રમિત વ્યક્તિ અંગે કરે છે એલર્ટ

author img

By

Published : Mar 14, 2022, 11:06 AM IST

Updated : Mar 14, 2022, 1:15 PM IST

સુરેન્દ્રનગરના 13 વર્ષના બાળકે અમદાવાદ ખાતે યોજાયેલ વિજ્ઞાન ગુર્જરીમાં (Science Gurjari at Ahmedabad) ભાગ લીધો હતો. જેમાં આ બાળકે વેસ્ટમાંથી બેસ્ટ અંતર્ગત અનોખો રોબોટ (Robot in Science Gurjari) બનાવ્યો હતો. જે બિમારીને લઈને વ્યક્તિને એલર્ટ કરતો રોબોટ બનાવ્યો છે.

Science Gurjari at Ahmedabad : બાળ વૈજ્ઞાનિકે બનાવ્યો અનોખો રોબોટ, કોરોના સંક્રમિત વ્યક્તિ અંગે કરે છે એલર્ટ
Science Gurjari at Ahmedabad : બાળ વૈજ્ઞાનિકે બનાવ્યો અનોખો રોબોટ, કોરોના સંક્રમિત વ્યક્તિ અંગે કરે છે એલર્ટ

સુરેન્દ્રનગર : તાજેતરમાં અમદાવાદ ખાતે વિજ્ઞાન ગુર્જરી કાર્યક્રમ (Science Gurjari at Ahmedabad) યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધામાં રાજ્યના કુલ 18 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના બાળકે 4 સ્પર્ધામાં ભાગ લીધો હતો. વૈજ્ઞાનિકો પર નિબંધ લેખન, વિજ્ઞાનની કવિતા અને વૈજ્ઞાનિક ક્રુતિમાં દેવ પંડ્યા નામના 13 વર્ષના બાળકે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણેય સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. દેવ પંડ્યાએ સી.વી.રામન પર નિબંધ લખ્યો, વિજ્ઞાન અંગેની કવિતા લખી હતી. તેમજ થર્મોકોલ અને રંગીન કાગળ જેવી નકામી વસ્તુઓમાંથી અંદાજે ત્રણ ફુટનો (Robot in Science Gurjari) રોબોટ બનાવ્યો હતો.

સુરેન્દ્રનગરના બાળ વૈજ્ઞાનિકે બનાવ્યો અનોખો રોબોટ

આ પણ વાંચો : Science Week in Bhavnagar : વિજ્ઞાન એટલે ગોખણિયું જ્ઞાન ન હોવું જોઈએ, વિજ્ઞાન નગરીમાં વિજ્ઞાન સપ્તાહનો પ્રારંભ

કોરોના સંક્રમિત વ્યક્તિ હોય તો એલર્ટ કરે - આ રોબોટની વિશેષતા એ હતી કે, કોઈ પણ મહામારી જેવી કે, કોરોના, આેમિક્રોન જેવી મહામારીથી વધુ વ્યક્તિઓને સંક્રમિત (Corona infected Robot) થતા અટકાવી શકાય છે. જેમ કે કોઈ ભીડ વાળી જગ્યા જેવી કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, મોલ, હોસ્પિટલ વગેરે જગ્યાઓ પર કોઇ કોરોના સંક્રમિત વ્યક્તિ પ્રવેશ કરે તો રોબોટ સાયરન વગાડી એલર્ટ આપે છે. જેથી કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિ અંગે ચેકિંગ કરી વધુ વ્યક્તિઓને સંક્રમિત થતા અટકાવી શકાય છે.

આ પણ વાંચોઃ Sciences Exhibition At Gujarat University: વિજ્ઞાન પ્રદર્શનમાં શિક્ષણપ્રધાને વિદ્યાર્થીઓને આપી મહત્વની સલાહ

વૈજ્ઞાનિક બનવાની ઇચ્છા વ્યક્ત કરી - દેવનો અનોખો રોબોટ નિર્ણાયકોને (Child from Surendranagar Make a Robot) પણ ખુબ જ પસંદ આવ્યો હતો. ત્રણ સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવવા બદલ દેવને સર્ટિફિકેટ ઉપરાંત રોકડ રૂપિયા 9 હજારનો પુરસ્કાર મળ્યો છે. અને આગામી સમયમ‍ાં રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેવા પણ પસંદગી થઇ શકે તેમ છે. સુરેન્દ્રનગરના નાના આ બાળ વૈજ્ઞાનિકને ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

Last Updated : Mar 14, 2022, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.