ETV Bharat / state

0.5 સેકન્ડની ઝપડથી 150 જેટલા નંબરનો સરવાળો કરનાર બાળક કોણ છે? જાણો વિગતવાર...

author img

By

Published : Mar 13, 2022, 7:37 PM IST

એક હાથથી બોલ રમી બીજા હાથ થી 0.5 સેકન્ડની ઝપડથી 150 જેટલા નંબરનો સરવાળો કરનાર માત્ર 7 વર્ષના નક્ષત્ર જૈનએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ (India Book of Records)માં સ્થાન મેળવ્યું.

0.5 સેકન્ડની ઝપડથી 150 જેટલા નંબરનો સરવાળો કરનાર બાળક કોણ છે? જાણો વિગતવાર...
0.5 સેકન્ડની ઝપડથી 150 જેટલા નંબરનો સરવાળો કરનાર બાળક કોણ છે? જાણો વિગતવાર...

સુરત: એક હાથથી બોલ રમી બીજા હાથ થી 0.5 સેકન્ડની ઝપડથી 150 જેટલા નંબરનો સરવાળો કરનાર માત્ર 7 વર્ષના નક્ષત્ર જૈનએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ(India Book of Records)માં સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો:Honey Trap Case in Surat : સુરત પોલીસનો હનીટ્રેપથી બચાવવા માટે એક અનોખો અભિગમ, વિડિયો કર્યો જાહેર

છેલ્લા 1.5 વર્ષથી નક્ષત્ર પ્રેકટીસ

મોટેભાગે વિદ્યાર્થીઓ માટે ગણિત પ્રિય વિષયોની યાદીમાં હોતો નથી પરંતુ શહેરમાં એબેકસ મેથ્સ (Abacus Maths) નાની ઉંમરે વિદ્યાર્થીઓની પસંદ બન્યું છે. શહેરના વેસુ વિસ્તારમાં રહેતા નક્ષત્ર જૈનની એબેકસ મેથ્સ પ્રત્યેની લાગણી અને મહેનત દરેકને આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. એબેકસ મેથ્સની તે છેલ્લા 1.5 વર્ષથી પ્રેકટીસ કરી રહ્યો છે અને શરૂઆતમાં તે 25 થી 30 જેટલા અંકોનો સરવાળો કરી શકતો હતો. પરંતુ મેન્ટરના કહેવા પ્રમાણે 100 નંબરની ગણતરી કરાવતા તે પણ સાચી પડી હતી. જોકે તેની પ્રેક્ટિસ કરતા કરતા એક દિવસ માતાને 150 અંક સુધીની ગણતરી પણ સાચી પડી હતી. જેથી તેમણે રેકોર્ડ માટે એપ્લાય કર્યું હતું.

આ પણ વાંચો:Special drive by Police: પોલીસના ટોળાં બેફામ પૈસાની ઉઘરાણી કરતાં હોવાનો કુમાર કાનાણીનો આક્ષેપ

નક્ષત્રના હાથમાં બોલ હોય જ છે: આ અંગે માતા વીણા જૈને કહ્યું કે, નક્ષત્રને ક્રિકેટ ખૂબ જ ગમે છે. નક્ષત્ર ના હાથમાં બોલ હોય જ છે. ક્રિકેટ પ્રત્યે તેની લાગણીને અમે રેકોર્ડ બનાવવા માટે ઉપયોગમાં લીધો. અગત્યની વાત છે કે કોરોના કાળમાં ઓનલાઇન ક્લાસના માધ્યમથી સ્ક્રીન પર ફ્લેશ થતા સિંગલ ડિજિટ 150 નંબરનું એડિશન કરી તેણે આ રેકોર્ડ મેળવ્યો છે. જો કે તેણે આ ગણતરી માત્ર 0.5 સેકન્ડની ઝડપથી બોલ સાથે રમતા રમતા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.