ETV Bharat / state

હજીરાના મોરાગામમાં સ્વૈચ્છિક લાકડાઉન

author img

By

Published : Apr 8, 2021, 8:36 PM IST

સુરતના ઉદ્યોગિક વિસ્તાર ગણાતા હજીરા ખાતે આવેલા મોરા ગામમાં 12 કલાક સુધી સ્વૈચ્છિક લાકડાઉનનો નિર્ણય લીધો છે. સુરત શહેરમાં જે રીતે સતત કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને ગામના લોકો દ્વારા આ નિર્ણય કરાયો છે. ગામની ઓળખસમા મોરા બજારમાં રોજ સાંજે લોકોનું કીડીયારું ઉભરાતું હોય છે. જેથી સ્થાનિક રહીશોને કોરોનાથી બચાવવા માટે આજે ગુરુવારે સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સ્વયંભૂ બંધ પાળવા ગ્રામજનોએ એલાન કર્યું છે.

હજીરાના મોરાગામમાં સ્વૈચ્છિક લાકડાઉન
હજીરાના મોરાગામમાં સ્વૈચ્છિક લાકડાઉન

  • સુરતમાં કોરોનાના કેસમાં વધારો
  • મોરા ગામમાં ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લાકડાઉનનો નિર્ણય
  • સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સ્વયંભૂ બંધ

સુરતઃ જિલ્લાના હજીરા વિસ્તાર ખાતે આવેલા મોરા ગામમાં 20,000 લોકો વસવાટ કરે છે, તે સિવાય આસપાસના ગામોમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય વર્ગ સ્થાયી થયો છે. આ ઔદ્યોગિક વિસ્તાર છે. જેથી નોકરિયાત લોકોની સંખ્યા પણ વધારે છે. આ વિસ્તારમાં આવેલા મોરા બજારમાં આસપાસના રહીશો રોજ સાંજે ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે, ત્યારે હાલ કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે, તેના કારણે ગ્રામજનોને કોરોનાનું જોખમ વધી ગયું છે. મોરા ગામમાં 50 થી વધુ લોકો કોરોનાની ચપેટમાં ચડી ગયા છે.

હજીરાના મોરાગામમાં સ્વૈચ્છિક લાકડાઉન

આ પણ વાંચોઃ મુન્દ્રાના સમાઘોઘા ગામમાં આંશિક લોકડાઉન

મોરા બજારમાં 300થી પણ વધુ જેટલી દુકાનો

આ વિસ્તારમાં આવેલી વિવિધ હોસ્પિટલોમાં કે ઘરમાં હોમ ક્વોરેન્ટાઈન થઈ લોકો સારવાર લઇ રહ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોરા, કવાસ અને ભટલાઈ ગામના સરપંચોએ ભેગા મળી મોરા ગામને કોરોનાનું એપીસેન્ટર બનતું અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન પાડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના સમર્થનમાં મોરા ગામના ગામવાસીઓ 12 કલાક માટે સ્વયંમભૂ બંધ પાડવા માટે આગળ આવ્યાં છે. આ વિસ્તારમાં આવેલા મોરા બજારમાં 300થી પણ વધુ જેટલી દુકાનોમાં રોજ હજારોની સંખ્યામાં ભીડ થતી હોય છે, જેના કારણે હવેથી સાંજે 6 થી 6 વાગ્યા સુધી દુકાનો અને બજાર બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચોઃ મોરબીના પાનેલી ગામમાં આંશિક લોકડાઉન

કંટ્રોલ રૂમમાંથી તમામ ગતિવિધિ ઉપર નજર રખાશે

લોકડાઉન દરમિયાન ઈમરજન્સી સિવાય લોકો ઘરમાં જ રહે તેની ઉપર પણ નજર રાખવામાં આવશે. આ માટે ગામના 47 CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. CCTV કેમેરાના કંટ્રોલ રૂમમાંથી તમામ ગતિવિધિ ઉપર નજર રખાશે. એટલું જ નહીં કોઈક સ્થળે લોકોનું ટોળું જણાશે અથવા દુકાનો ખુલ્લી હશે કે બજારમાં લોકો ફરતા હશે તો CCTVમાં જોઈ સ્પીકર દ્વારા તેમને ચેતવણી આપવામાં આવશે. લોકડાઉન પાળવામાં પોલીસ તરફથી પણ પૂરતો સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.