ETV Bharat / state

સુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ

author img

By

Published : Apr 15, 2021, 9:59 PM IST

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી રહ્યા છે. જિલ્લાના તમામ તાલુકાના કેટલાય ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ થઈ ગયું છે. ત્યારે આજે ગુરુવારથી મહુવા તાલુકાના ચાર ગામોમાં પણ સ્વૈચ્છીક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તાલુકાના મહુવા, કરચેલીયા, અનાવલ અને વલવાડામાં સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. લોકડાઉનને પગલે ગામડાઓમાં આવશ્યક ચીજો સિવાયની તમામ દુકાનો બંધ રહી હતી.

સુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન
સુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન

  • મહુવા તાલુકાના અનેક ગામમાં 15થી 18 એપ્રિલ સુધી લોકડાઉન
  • મહુવા ઉપરાંત કરચેલીયા, અનાવલ અને વલવાડા સ્વયંભૂ બંધ
  • લોકડાઉનને લોકોએ અવકાર્યુ

સુરતઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહુવા તાલુકાના ઘણાં ગામો હોટસ્પોટ બની રહ્યા છે. ત્યારે જિલ્લાના કેટલાય ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ગામડામાં વધતા કેસને કારણે મહુવા તાલુકાના મહુવા, કરચેલીયા, અનાવલ અને વલવાડામાં બજારો બંધ રાખવાનો નિર્ણય સ્થાનિક વેપારીઓ દ્વારા કરવા આવ્યો છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા પણ કોરોના સંક્રમણની ચેન તોડવા માટે લોકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. તાલુકાના ચાર ગામોમાં 15 એપ્રિલથી 18 એપ્રિલ સુધી બજારો બંધ રહેશે.

સુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન
સુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન

મહુવામાં બજારો બંધ રહેતા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું

તાલુકામાં મુખ્ય મથક મહુવામાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. આવશ્યક ચીજવસ્તુની દુકાનો સિવાય અહીં તમામ દુકાનો બંધ રહી હતી. લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લોકો પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે.

સુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન
સુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન

આ પણ વાંચોઃ સુરતમાં સ્વૈચ્છિક લોકડાઉન અંગે જાગૃતિ પ્રસરાવવા માટે 5 હજારથી વધુ બેનરો લાગ્યા

કરચેલીયામાં મેડિકલ સ્ટોર સિવાય તમામ દુકાનો બંધ

કરચેલીયા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનને જડબેસલાક પ્રતિસાદ મળ્યો છે. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુની દુકાન પણ બંધ જોવા મળી છે. ગામમાં માત્ર મેડિકલ સ્ટોર સિવાય તમામ દુકાનો બંધ રહી હતી. સ્થાનિકો જણાવી રહ્યા છે કે, કોરોના સંક્રમણની ચેઇન તોડવા સ્વૈચ્છિક લોકડાઉન જ એક ઉપાય છે. જોકે, કેટલાક દુકાનદારોએ સહકાર આપ્યો ન હોય ગ્રામ પંચાયત દ્વારા વિનંતી કરી દુકાનો બંધ કરાવવામાં આવી હતી.

વલવાડામાં કરફ્યૂ જેવી સ્થિતિ

સુરત ગ્રામ્યમાં વધી રહેલા કોરના સંક્રમણને લઇ લોકો જાગૃત થયા છે અને એક બાદ એક ગામ અને નગરો પ્રશાસનના નિર્ણયની રાહ જોયા વગર લોકડાઉન તરફ વળી રહ્યા છે. ત્યારે મહુવા તાલુકાના મુખ્ય મથક એવા વલવાડામાં પણ 15 થી 18 તારીખ સુધી ગ્રામજનોએ લોકડાઉનનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. 5 હજારની વસ્તી ધરાવતા વલવાડા ગામમાં સ્વેચ્છિક લોકડાઉનને લઈ આખા ગામમાં કરફ્યૂં જેવી સ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાં એક માત્ર મેડીકલ સ્ટોર ખુલ્લું જોવા મળ્યું હતું. વલવાડા વડું મથક હોવાથી આજુબાજુના 25 જેટલા ગામોના લોકો અહીં ખરીદી કરવા આવતા હોઈ છે, પરંતુ સ્વૈચ્છિક લોક ડાઉનના નિર્ણયને લઈ આજુબાજુના ગામના લોકોએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો અને પોતાના ઘરે રહી લોક ડાઉનને સફળ બનાવ્યું હતું.

સુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન

આ પણ વાંચોઃ બાલીસણા ગામમાં 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન

અનાવલના રસ્તાઓ સુમસામ

સુરત જિલ્લાના છેલ્લું ગામ એવું અનાવલમાં પણ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવતા અનાવલ ગામમાં પણ કરફ્યૂ જેવો માહોલ દેખાયો હતો. લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. અનાવલ જિલ્લાનું છેલ્લું ગામ હોવાથી અહીંથી નવસારી તેમજ સાપુતારા પણ જવાઈ છે. જોકે, સ્વૈચ્છિક લોકડાઉનને લઈ અનાવલના રસ્તાઓ પણ ખાલીખમ રહ્યા હતા. મહુવા તાલુકાનું અનાવલ પણ એક મોટું ગામ છે. આજુબાજુના ગામના લોકો પોતાનું અનાજ તેમજ શાકભાજી વેચવા અનાવલ આવતા હોઈ છે. પરંતુ સ્વૈચ્છિક લોકડાઉનને લઈ શાકભાજી માર્કેટ તેમજ અનાજની મંડીઓ પણ સ્વયંભૂ બંધ રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.