ETV Bharat / state

VNSGUમાં વોશરૂમ જતી વિદ્યાર્થીનીઓનો મોબાઈલમાં વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

author img

By

Published : Feb 19, 2020, 5:06 PM IST

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનો મોબાઈલમાં વીડિયો બનાવવા અંગેનો આક્ષેપ મૂકી યુવકને યોગ્ય પાઠ ભણાવી ઉમરા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

surat
સુરત

સુરતઃ શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થીએ વોશરૂમ જતી યુવતીઓ પર ખોટી નજર બગાડી મોબાઇલમાં વીડિયો બનાવતા ભારે હોબાળો થયો હતો. વિદ્યાર્થી પોતાના મોબાઈલમાં યુવતીઓનો વીડિયો ઉતારતો હોવાની શંકાને લઈ યુવતીઓએ પકડી માર માર્યો હતો. બાદમાં યુનિવર્સિટી પ્રશાસનને સોંપી દેવામાં આવ્યો હતો. જો કે યુવતીઓની ફરિયાદના આધારે ઉમરા પોલીસે વિદ્યાર્થી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

અનુરાગ શ્રીવાસ્તવ નામનો આ વિદ્યાર્થી છેલ્લા કેટલાક દિવસથી વોશરૂમ જતી વિદ્યાર્થિનીઓના વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી નજર બગાડતો હોવાના આક્ષેપ થયા હતા. આ વિદ્યાર્થી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો ન હોવા છતાં યુનિવર્સિટીમાં આંટાફેરા મારતો હતો. પોલીસ તપાસમાં યુવક બહારની કોલેજમાં અભ્યાસ કરતો હોવાની જાણકારી સામે આવી છે. જે પ્રમાણે યુવક પોતાના મોબાઈલમાં યુવતીઓના વીડિયો બનાવતો હોવાના આક્ષેપ થયા છે, તેને લઈ પોલીસે યુવકનો મોબાઈલ કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.

સુરતમાં VNSGUમાં વોશરૂમ જતી વિધાર્થિનીઓના મોબાઈલમાં વીડિયો બનાવનાર યુવક ઝડપાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.