ETV Bharat / state

કેન્દ્રીય પ્રધાન માંડવિયાએ એસ્સારના ફેરી ટર્મિનલ પર નવા હજીરા-દીવ ક્રુઝ રૂટનું કર્યું ઉદ્ધાટન

author img

By

Published : Mar 31, 2021, 8:59 PM IST

Updated : Apr 1, 2021, 11:07 AM IST

કોવિડ-19 માટે સાવચેતી રાખવા WHOની માર્ગદર્શિકાનું પાલન કરીને ભારત સરકારના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ પ્રધાન (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર પ્રધાન મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ હાજરી આપીને હજીરામા પેસેન્જર ટર્મિનલ પર ફેરી સર્વિસને લીલી ઝંડી આપી હતી.

એસ્સારના ફેરી ટર્મિનલ પર નવા હજીરા-દિવ ક્રુઝ રૂટનું થયું ઉદ્ધાટન
એસ્સારના ફેરી ટર્મિનલ પર નવા હજીરા-દિવ ક્રુઝ રૂટનું થયું ઉદ્ધાટન

  • ફેરી ટર્મિનલ રેકોર્ડ ટાઇમમાં કાર્યરત થયું છે
  • ગુજરાતના લોકો માટે કોસ્ટલ ટૂરિઝમને વેગ મળશે
  • હઝિરાને ક્રૂઝ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની સાથે પેસેન્જર ફેરી સર્વિસ હરણફાળ
  • વર્ષ 2014મા ભારતમા દર વર્ષે આશરે 1.07 લાખ ક્રૂઝ પેસેન્જર્સ હતા

સુરત : એસ્સારના પોર્ટ બિઝનેસની કંપની એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ(EBTL)એ કંપનીએ હજીરા બંદર પર પેસેન્જર ફેરી ટર્મિનલમાથી હજીરા દીવ સુધી નવો ક્રૂઝ રુટ શરૂ કર્યો છે, જેના પગલે ભારતના પશ્ચિમ દરિયાકિનારા પર કોસ્ટલ પરિવહનમા પરિવર્તનનો પવન ફૂંકાશે અને ગુજરાતના લોકો માટે કોસ્ટલ ટૂરિઝમને વેગ મળશે.

એસ્સારના ફેરી ટર્મિનલ પર નવા હજીરા-દિવ ક્રુઝ રૂટનું થયું ઉદ્ધાટન

2019-20મા વર્ષદીઠ 4.63 લાખ યાત્રી થયા હતા

આ શુભારંભ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર ક્રૂઝ ટૂરિઝમના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વર્ષ 2014મા ભારતમા દર વર્ષે આશરે 1.07 લાખ ક્રૂઝ પેસેન્જર્સ હતા, જે 2019-20મા વર્ષદીઠ 4.63 લાખ થઈ ગયા હતા. આ ગાળામા ભારતીય બંદરો પર ક્રૂઝ કોલ અનુક્રમે 139 અને 445 હતી. મેરિટાઇમ વિઝન 2030 હેઠળ અમારો ઉદ્દેશ દર વર્ષે 350થી વધારે ક્રૂઝ શિપ, 3000થી વધારે ક્રૂઝ કોલ, 3થી વધારે ક્રૂઝ ટ્રેનિંગ એકેડેમી અને વર્ષ 2030 સુધીમા 5 મિલિયન ક્રૂઝ પેસેન્જર હાંસલ કરવાનો છે. અમે ક્રૂઝ ઉદ્યોગ માટે ઉચિત ઇકોસિસ્ટમ ઊભી કરવા સર્વગ્રાહી પગલાં લઈ રહ્યાં છે.હજીરાને ક્રૂઝ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની સાથે પેસેન્જર ફેરી સર્વિસ હરણફાળ છે. આ ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે પણ ઘણી તકો ઊભી કરશે.

ભારતના દરિયાઈ ક્ષેત્રની વૃદ્ધિને વેગ આપવા માટેનો માર્ગ મોકળો કરશે

એસ્સાર કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે, શરૂઆતથી ભારત દરિયાઈ ક્ષેત્રના વિકાસમા સંકળાયેલું છે અને એનું જોડાણ જાળવી રાખશે. અમને પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના મેરિટાઇમ ઇન્ડિયા વિઝન 2030ને અનુરૂપ પ્રોજેક્ટ તરીકે આ સેવા શરૂ કરવાની ખુશી છે, જે ભારતના દરિયાઈ ક્ષેત્રની વૃદ્ધિને વેગ આપવા માટેનો માર્ગ મોકળો કરશે. અમે જહાજ મંત્રાલય (ભારત સરકાર), ગુજરાત સરકાર અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના આ સીમાચિહ્ન સર કરવા માટે સતત સાથસહકાર આપવા બદલ આભાર માનીએ છીએ.

આ પણ વાંચોઃ હજીરા-ભાવનગર ઘોઘા રો-રો ફેરી શરૂ થશે, દહેજ-ઘોઘા રો-રો ફેરી પર પ્રશ્નાર્થ!

ક્રુઝમાં 30 રમ છે

હવે 300 પેસેન્જરની ક્ષમતા સાથે અદ્યતન ક્રૂઝ કમ પેસેન્જર ફેરી જહાજ જય સોફિયા “મુંબઈ મેઇડન” હજીરાથી દીવ સુધીની પહેલી સફર શરૂ કરશે. જહાજ બોર્ડ પર તમામ સુવિધા ધરાવશે અને વિવિધ પ્રકારની સેવાઓ પ્રદાન કરશે. ફેરી સર્વિસનું સંચાલન એસએસઆર મેરિન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કરે છે. ક્રુઝમાં 30 રમ છે.

માત્ર 900 રૂપિયામા એક વખત યાત્રી જઇ શકે

આ પ્રસંગે ક્રુઝના માલિક સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે “આ અમારા માટે મોટું સીમાચિહ્ન છે. ફેરી ટર્મિનલ રેકોર્ડ ટાઇમમા કાર્યરત થયું છે અને ફેર સર્વિસ ભારતીય દરિયાકિનારા ઉપરાંત એર, રોડ અને રેલવે આધારિત જોડાણમા મહત્ત્વપૂર્ણ ઉમેરો છે. આ માર્ગો પર ગીચતા ઘટાડવા, ઇંધણનો વપરાશ ઘટાડવા અને હવાનું પ્રદૂષણ નિયંત્રિત કરવા અમારી વ્યૂહાત્મક યોજનાનો ભાગ છે. ભવિષ્યમા અમે વધારે સેવાઓ અને જોડાણો ઉમેરીશું, જેનાથી પ્રવાસનો સમય ઘટશે અને સાથે સાથે પર્યાવરણ પર લઘુતમ અસર થશે. દીવ સુધીનો નવો રુટ ગુજરાતના લોકો માટે મનોરંજન માટે આઉટલેટ તરીકે સેવા આપશે તથા દરિયાઈ ક્ષેત્રમા ક્રૂઝ ફેરી ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. માત્ર 900 રૂપિયામા એક વખત યાત્રી જઇ શકે છે. સપ્તાહમા બે વખતની ટ્રીપ કરી શકે છે. આ પ્રોજેકટને હેન્ડલ કરનારા કર્ણ એસ. દાસે જણાવ્યું હતું કે, ક્રુઝ પર તમામ સુવિધાઓની સાથે સુરક્ષા અંગે પણ ખાસ ધ્યાન આપવામા આવે છે.

આ પણ વાંચોઃ હજીરા - દીવ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ, એક ટ્રીપમાં 300 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે

Last Updated :Apr 1, 2021, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.