ETV Bharat / state

Tarsadi Tiranga Rally : તરસાડી નગરપાલિકા દ્વારા ધામધૂમથી યોજાઇ તિરંગા રેલી, ગણપત વસાવાએ ખુલ્લું મૂક્યું તિરંગા સર્કલ

author img

By

Published : Aug 14, 2023, 3:07 PM IST

દેશના 77માં સ્વાતંત્ર્ય પર્વ 2023 નિમિત્તે નાગરિકો દ્વારા દેશની આન બાન શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવવાનો અળગ જ ઉત્સાહ દેખાય છે. ત્યારે આજે 14 ઓગસ્ટે સુરતના માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકા દ્વારા દેશભક્તિ ઉજાગર કરવા ભવ્ય તિરંગા રેલી યોજવામાં આવી હતી.

Tarsadi Tiranga Rally : તરસાડી નગરપાલિકા દ્વારા ધામધૂમથી યોજાઇ તિરંગા રેલી, ગણપત વસાવાએ ખુલ્લું મૂક્યું તિરંગા સર્કલ
Tarsadi Tiranga Rally : તરસાડી નગરપાલિકા દ્વારા ધામધૂમથી યોજાઇ તિરંગા રેલી, ગણપત વસાવાએ ખુલ્લું મૂક્યું તિરંગા સર્કલ

ભવ્ય તિરંગા રેલી

સુરત : સ્વાતંત્ર્ય પર્વ 2023ની પૂર્વે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડીનગરની શાનમાં વધારો ખાતે ભવ્ય તિરંગા રેલી યોજાઇ હતી. આ યોજાયેલ રેલીમાં પૂર્વ કેબિનેટપ્રધાન અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતાં. તરસાડીનગરના અલગ અલગ વિસ્તારોમાં તિરંગા રેલી યોજાઇ હતી ત્યારે રેલીમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગુંજ્યા હતાં. આ અવસર પર પૂર્વપ્રધાન ગણપત વસાવા હસ્તે તિરંગા સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજે તરસાડી નગરપાલિકા તરફથી તરસાડી નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તરસાડી નગરમાં સૌથી મોટો કહી શકાય એવા તિરંગા સર્કલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તરસાડી નગરમાં મહિલા,પુરુષો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં...ગણપત વસાવા(માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના પૂર્વ કેબિનેપ્રધાન)

પાલિકા દ્વારા તિરંગા યાત્રા : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનને વેગવંતુ બનાવવા સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડીનગરની શાનમાં વધારો ખાતે પણ તરસાડી પાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નગરજનો દ્વારા સ્વાગત : તરસાડી નગરના અલગ અલગ વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી ત્યારે તિરંગા યાત્રામાં પૂર્વપ્રધાન અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા પણ હાજર રહ્યા હતાં. યોજાયેલ રેલીમાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આવતી કાલે સમગ્ર દેશ 77મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે દેશવાસીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. રેલીમાં વંદે માતરમ્ ભારત માતાકી જયના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારે તરસાડી નગરમાં ભવ્ય તિરંગા રેલી યોજાતા વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું ત્યારે યોજાયેલી તિરંગા યાત્રાનું ઠેર ઠેર નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

તરસાડીનગરની શાનમાં વધારો : તિરંગા યાત્રાની સાથે સાથે તરસાડીનગરમાં બાબા સાહેબ આંબેડકર સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પૂર્વપ્રધાન ગણપત વસાવાના હસ્તે સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ સર્કલ ખાતે પૂર્વપ્રધાન ગણપત વસાવાના હસ્તે એક ભવ્ય તિરોંગો લહેરાવવામાં આવ્યો હતો.આજ રોજ આંબેડકર સર્કલ ખાતે વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાતા તરસાડીનગરની શાનમાં વધારો થયો હતો.

  1. Independence Day 2023: જામનગરનું ધ્રોલ રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું, જાણો ક્યાંથી મેળવી શકાશે વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજ ?
  2. Rajkot News: રાજકોટમાં 15 ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરાશે, તિરંગા યાત્રા યોજાશે
  3. Kutch Tiranga Yatra: પૂર્વ કચ્છ ગાંધીધામમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી રહ્યા હાજર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.