ETV Bharat / state

લાંછનઃ સુરતમાં ભાઈ-બહેને બાંધ્યા અનૈતિક સંબંધ, નવજાતને 'કચરાપેટી નસીબ'

author img

By

Published : Jan 19, 2020, 12:41 PM IST

સુરત: પનાસ ગામમાં ત્યજી દેવાયેલી બાળકીના પ્રકરણમાં થયેલા ખુલાસાથી પોલીસ પણ અચંબિત થઈ છે. પોલીસ તપાસમાં ભાઈ -બહેનના અનૈતિક સબંધોનું પરિણામ સામે આવ્યું છે. સગાભાઈ સાથે શારીરિક સંબંધથી ગર્ભ રહી જતાં બાળકીનો જન્મ થયો હતો, આ લાંછનથી બચવા નવજાતને કચરાપેટીમાં નાખી દેવાઈ હોવાની વિગતો સામે આવી છે.

relation
સુરત

સુરતમાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પનાસ વિસ્તારમાં નવજાત બાળકીને કચરા પેટીમાં ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતાની શોધ કરનાર પોલીસ ત્યારે ચોંકી ઉઠી જ્યારે તપાસમાં ભાઈ -બહેનના અનૈતિક સબંધોનું પરિણામ સામે આવ્યું.

સગા ભાઈ સાથે શારીરિક સંબંધથી ગર્ભ રહી જવાની વાત સામે આવતા પોલીસ ચોંકી ઉઠી છે. પ્રસુતિ સમયે 18 વર્ષની બહેન અને 16 વર્ષના ભાઈ આરોપી છે. ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસ વિમાસણમાં મુકાઈ ગઇ છે. ઉંમરા પોલીસે શંકાસ્પદ તરૂણીને ઝડપી પાડી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો. બાળકીને ત્યજી દેનાર તરુણી સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલના બિછાને છે. બહેનને ગર્ભવતી બનાવનાર ભાઈ સગીર વયનો હોવાથી પોલીસ વિમાસણમાં મુકાઈ છે.

કાયદાની કઈ જોગવાઇ પ્રમાણે સગીર વયના સગા ભાઈને આરોપી બનાવવો તે ચિંતાને લઈ પોલીસ મુંઝવણમાં છે. બે દિવસ અગાઉ બાળકી પનાસ ગામની એક કચરાપેટીમાંથી મળી આવી હતી. જ્યાં એક કિશોરીએ જોતા સ્થાનિક લોકોને જાણ કરી હતી. બાળકીની હાલત નાજુક હોવાની વાત ડોકટરોએ કરી છે.

Intro:સુરત : પનાસ ગામમાં ત્યજી દેવાયેલી બાળકી પ્રકરણ માં જે ખુલાસો થયો છે તેનાથી પોલીસ પણ હેરાન થઈ ગઈ છે. પોલીસ તપાસમાં
ભાઈ -બહેનના અનૈતિક સબંધોનું પરિણામ સામે આવ્યો છે.સગા ભાઈ સાથે શારીરિક સંબંધ થી ગર્ભ રહી જવાની વાત સામે આવતા પોલીસ ચોંકી ઉઠી છે. આ જ કારણે બાળકી ને કચરા પેટીમાં ત્યજી દેવામાં આવી હતી..


Body:ઘોર કળિયુગનો શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના પનાસ વિસ્તારમાં નવજાત બાળકી ને કચરા પેટીમાં ત્યજી દેનાર નિષ્ઠુર માતા પિતાની શોધ કરનાર પોલીસ તયારે ચોંકી ઉઠી જ્યારે તપાસમાં ભાઈ -બહેનના અનૈતિક સબંધોનું પરિણામ સામે આવ્યો.

સગા ભાઈ સાથે શારીરિક સંબંધથી ગર્ભ રહી જવાની વાત સામે આવતા પોલીસ ચોંકી ઉઠી છે.
પ્રસુતિ સમયે 18 વર્ષની બહેન અને 16 વર્ષના ભાઈ આરોપી છે.ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસ વિમાસણમાં મુકાઈ છે.ઉંમરા પોલીસે શંકાસ્પદ તરૂણી ને ઝડપી પાડી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો..બાળકીને ત્યજી દેનાર તરુણી સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલના બિછાને છે.બહેનને ગર્ભવતી બનાવનાર ભાઈ સગીર વયનો હોવાથી પોલીસ ઓન વિમાસણમાં મુકાઈ છે.

Conclusion:કાયદાની કઈ જોગ્વાઇ પ્રમાણે સગીર વયના સગા ભાઈને આરોપી બનાવવો તે ચિંતાને લઈ પોલીસ મુંઝવણમાં છે.બે દિવસ અગાઉ બાળકી પનાસ ગામની એક કચરાપેટીમાંથી મળી આવી હતી.જ્યાં એક કિશોરીએ જોતા સ્થાનિક લોકોને જાણ કરી હતી.બાળકી ની હાલત નાજુક હોવાની વાત ડોકટરો એ કરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.