ETV Bharat / state

Theft of edible oil in Surat : 7 લાખથી વધુની કિમતનું તેલ ચોરી ગયાં સાળો અને બનેવી, માલિકનો વિશ્વાસભંગ કર્યો

author img

By

Published : Jan 13, 2023, 6:17 PM IST

સુરતના વરાછામાં તેલના હોલસેલના વેપારીને ત્યાં સાળા બનેવી મળીને રૂપિયા 7.13 લાખના તેલના ડબ્બા (Oil can theft worth more than 7 lakhs by employee )સહિત અન્ય સમાન ચોરી (Theft of edible oil in Surat ) કરી છે. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ (Thief Caught On CCTV Camera While Stealing )થઇ છે. ઘટનાને લઇને વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Theft of edible oil in Surat : 7 લાખથી વધુની કિમતનું તેલ ચોરી ગયાં સાળો અને બનેવી, માલિકનો વિશ્વાસભંગ કર્યો
Theft of edible oil in Surat : 7 લાખથી વધુની કિમતનું તેલ ચોરી ગયાં સાળો અને બનેવી, માલિકનો વિશ્વાસભંગ કર્યો

તેલના ડબ્બાની ચોરીના દ્રશ્યો સીસીટીવીમાં ઝીલાઇ ગયાં હતાં

સુરત 7.13 લાખના તેલના ડબ્બા સહિત અન્ય સામાન ચોરીના આ બનાવની વિગતો જોઇએ. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગર વિભાગ 2માં ન્યુ જગદંબા ટ્રેડિંગ કંપની તથા શ્રી જગદંબા સ્ટોરના નામે તેલનો હોલસેલ વેપાર અને જનરલ સ્ટોર ધરાવનાર વેપારીને ત્યાં તેલના ડબ્બા અને અન્ય સમાનની ચોરી થઈ હતી. વેપારીએ જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો ચોકી ઉઠ્યો હતો. કારણ કે આ ચોરી તેમના આ જે નોકર અને પૂર્વ નોકર દ્વારા કરવામાં આવી હતી અને બંને સાળા બનેવી છે. ફરિયાદી હરેશભાઈ નંદલાલભાઈ રાજાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2013 થી કામ કરતા કિશોરકુમાર મદનલાલ તેલી તેમના ત્યાં વર્ષ 2016માં કામ છોડ્યું હતું અને તેમની જગ્યાએ શાળા નરેશ તેલીને કામ પર મૂક્યો હતો.

આ પણ વાંચો મોબાઈલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ, ચોરી કરવા કરતા આવા કારનામા

ગોડાઉનમાં તેલના ડબ્બા ઓછા લાગ્યા નરેશ દુકાનનું તમામ કામ સંભાળતો હતો. દુકાન તેમજ ગોડાઉનની ચાવી પણ નરેશ પાસે રહેતી હતી. ફરિયાદમાં વેપારીએ જણાવ્યું હતું કે નરેશના પિતા વતનથી આવ્યા હતાં. જેથી તેને 21મી જુલાઈ 2022 ના રોજ રજા પણ લીધી હતી. તેના પિતાને અકસ્માત નડતા તે નોકરી પર નહીં આવતા હરેશભાઈએ 2 ઓગસ્ટના રોજ જ્યારે દુકાન ખોલી સાફસફાઈ કરી ત્યારે જોયું કે ગોડાઉનમાં તેલના ડબ્બા ઓછા લાગ્યાં. જેથી તેઓએ દુકાનના તાળા પણ બદલી નાખ્યા હતાં. જ્યારે બીજા દિવસે એક ટેમ્પો ચાલક નજરે આવતા તેઓએ પોલીસને જાણ પણ કરી હતી. જોકે તે સમયે તેઓએ ચોરીની કોઈ ફરિયાદ નોંધાવી નહોતી.

આ પણ વાંચો ભારતમાં ચોરી ઉઠાંતરીનો તરખાટ મચાવતી મધ્યપ્રદેશની ગેંગને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી

આઠ વખત નજરે ચડ્યાં હતાં જ્યારે વેપારી હરેશભાઈએ 25 જૂનથી 30 જુલાઈ દરમિયાનના સીસીટીવી ફૂટેજ જોયા ત્યારે તેઓ પણ નિશબ્દ રહી ગયા. કારણ કે આ સાત દિવસના ફૂટેજમાં સાળા અને બનેવી તેલના ડબ્બા ચોરી કરતા આઠ વખત નજરે ચડ્યા હતાં. વેપારીએ વિશ્વાસ મૂકીને તમામ જવાબદારી આરોપી નરેશને આપી હતી પરંતુ નરેશે બનેવી સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

94 ડબ્બાના 2.11 લાખ રૂપિયા આરોપીએ આપી દીધાં આ સમગ્ર મામલે એસીપી ટી.કે.પટેલે જણાવ્યું હતું કે, 22 થી 30 જુલાઈએ ચોરેલા તેલના 94 ડબ્બાના 2.11 લાખ રૂપિયા આરોપીએ આપી દીધા હતાં. જ્યારે 236 નંગ ડબ્બા અને અન્ય સામાનની ચોરી 7.53 લાખ રૂપિયા બાકી હતાં. જેના કારણે હરેશભાઈએ સાળા બનેવી તેમજ ટેમ્પો ડ્રાઇવર સહિત અન્ય વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અમે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.