ETV Bharat / state

તાપી નદી કિનારે બનશે વર્લ્ડ ક્લાસ રિવર ફ્રન્ટ, વર્લ્ડ બેંક આપશે 1500 કરોડ

author img

By

Published : Mar 11, 2020, 2:45 PM IST

Updated : Mar 11, 2020, 3:46 PM IST

સુરતની તાપી નદી કિનારે વર્લ્ડ ક્લાસ રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. જે માટે વર્લ્ડ બેંકે પણ 1500 કરોડ આપવાની તૈયારી બતાવી છે. સુરત મહાનગર પાલિકા આ વર્લ્ડ ક્લાસ રિવરફ્રન્ટ બનાવવા માટે હવે કેન્દ્રની મંજૂરી મેળવીને કામગીરી શરૂ કરાશે.

river front on tapi river
તાપી નદી કિનારે બનશે રિવર ફ્રન્ટ

સુરતઃ શહેરમાં સૂર્યપુત્રી તાપી નદી કિનારે રૂપિયા 3904 કરોડના તાપી રિવર ફ્રન્ટ તૈયાર કરવામાં આવશે. વર્લ્ડ કલાસ તાપી રિવર ફ્રન્ટ માટે વર્લ્ડ બેંક 1500 કરોડ રૂપિયા આપવા તૈયાર થઈ છે. સુરત મહાનગર પાલિકા દ્વારા આવનારા દિવસોમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની મંજૂરી લઇ આગળ વધવામાં આવશે, તેવું મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

સિંગણપોરથી ઓએનજીસી અને સીંગણપોરથી કઠોર 33 કીલોમીટર તાપી નદીના બંને કાંઠે અને રી-ડેવલોપમેન્ટ કરી રિવરફ્રન્ટ વિકાસવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માં ફેઝ-1 હેટળ રૂઢ ભાઠા બરાજથી લઈ સિંગણપોર 10 કિલોમીટર અને ફેઝ-2 માં સિંગણપોરથી કઠોર 23 કિલોમીટરની મળી બે ફેઝમાં કામગીરી થશે.

તાપી નદી કિનારે બનશે વર્લ્ડ ક્લાસ રિવર ફ્રન્ટ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની જેમ તાપી નદી ફ્રન્ટ પ્રોજેક્ટ સાકાર કરાશે. આ માટે તાજેતરમાં પ્રોજેક્ટ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર એસપીવીની રચના કરવામાં આવી હતી. અંદાજિત 4000 કરોડનો પ્રોજેક્ટ છે, જે રૂપિયા માટે વર્લ્ડ બેંક સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેક્ટ જોઈ વર્લ્ડ બેંકની ટીમ પ્રભાવિત થઈ અને 1509 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર થઈ છે.
Last Updated : Mar 11, 2020, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.