ETV Bharat / state

કામરેજ તાલુકા પંચાયતના સભ્યના પતિનો વીડિયો વાઇરલ

author img

By

Published : Sep 26, 2019, 9:41 PM IST

સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકા પંચાયતના એક મહિલા સભ્યના પતિનો વીડિઓ વાઈરલ થયો છે. મહિલા સભ્યએ દોઢ વર્ષ પહેલા રાજીનામું આપ્યું છતાં પ્રમુખ દ્વારા રાજીનામું સ્વીકારતું નથી અને વારંવાર મીટીંગના એજન્ડા મોકલી અપમાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપની ફરીયાદ જિલ્લા કલેકટર અને રાજ્યના વિકાસ કમિશ્નરને પણ કરી ચુક્યા છે.

સ્પોટ ફોટો

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં એક વાઈરલ થયેલો વીડિયો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ વીડિયો અન્ય કોઈનો નહી પરંતુ કામરેજ તાલુકા પંચાયતના કઠોદરા -8 વિસ્તારના મહિલા સભ્ય દક્ષા બેન પટેલના પતિ જયંતીલાલનો છે. વીડિયોમાં જયંતિલાલ પહેલા તો સરકારને પોપા ભાઈનું રાજ કહી રહ્યા છે અને ત્યારબાદ પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે. જયંતીલાલના પત્ની દક્ષા બહેને પોતાની પાસે સમયના અભાવ હોવાનું કારણ આપી 21/06/2018 દિવસે એકરાર નામાં સાથે રાજીનામુ તત્કાલીન પ્રમુખને આપ્યું હતું. જોકે ત્યારબાદ પણ મહિલા સભ્યને મીટીંગના એજન્ડા મોકલવામાં આવ્યા હતા અને મહિલાએ રાજીમાનું આપ્યું છતાં એજન્ડા મોકલી મહિલા સભ્યનું અપમાન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કામરેજ તાલુકા પંચાયતના સભ્યના પતિનો વીડિયો વાઇરલ

રાજીનામું આપનાર મહિલા સભ્ય દક્ષા બહેન અગાઉ ગામના સરપંચ તેમજ 5 વર્ષના જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચુક્યા છે અને ભાજપાના એક સક્રિય અને સીનીયર કાર્યકર છે. તાલુકા પંચાયતની ચુંટણી સમયે મહિલા સભ્યને પ્રમુખ બનાવવાના વચનો આપવામાં આવ્યા હતાં. પરંતુ, 2.5 વર્ષની ટર્મ પૂરી થતા અન્ય મહિલાને પ્રમુખ બનાવી દેતા સીનીયર હોવા છતાં પોતાની અવગણના થતા દક્ષા બહેન રાજીનામું આપવાનું કારણ જણાવ્યું હતું.

કામરેજ તાલુકા પંચાયત એટલે સુરત જિલ્લાની અતિ મહત્વની તાલુકા પંચાયત છે. કહી શકાય કે સુરત જિલ્લાના રાજકારણનું રીમોટ કંટ્રોલ કામરેજ તાલુકા પંચાયત છે. અહીંથી આખા જિલ્લાના રાજકારણની રણનીતિ નક્કી થાય છે ત્યારે, તાલુકા પંચાયતના સભ્ય અને તે પણ મહિલા સભ્ય રાજીનામું આપે એના જવાબ મોવડી મંડળને આપવા કદાચ અઘરા બને જેને કારણે કદાચ રાજીનામું નહિ સ્વીકારતું બની શકે, જોકે પંચાયત ધારાના નિયમ મુજબ તમે પ્રમુખને રાજીનામું આપો છો તો ત્યારથી જ રાજીનામું સ્વીકાર્ય હોઈ છે પરંતુ, તાલુકા પંચાયતના સભ્યો દર મીટીંગના એજન્ડા મોકલી સાબિત શું કરવા માગે છે જેનો જવાબ મહિલા સભ્યના પતિ માગી રહ્યા છે.

Intro:એન્કર -

- સુરત જીલ્લા ના કામરેજ તાલુકા પંચાયત ના એક મહિલા સભ્ય ના પતિ નો વિડીઓ વાઈરલ થયો છે ,મહિલા સભ્ય એ દોઢ વર્ષ પહેલા રાજીનામું આપ્યું છતાં પ્રમુખ દ્વારા રાજીનામું સ્વીકારતું નથી અને વારંવાર મીટીંગ ના એજન્ડા મોકલી આપમાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ,જીલ્લા કલેકટર અને રાજ્ય ના વિકાસ કમિશ્નર ને પણ કરી ચુક્યા છે ફરિયાદ




Body:વીઓ - સુરત જીલ્લા ના કામરેજ તાલુકા માં એક વાઈરલ થયેલો વિડીઓ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ,આ વિડીઓ અન્ય કોઈ નો નહી પરંતુ કામરેજ તાલુકા પંચાયત ના કઠોદરા -૮ વિસ્તાર ના મહિલા સભ્ય દક્ષા બેન પટેલ ના પતિ જયંતીલાલ નો છે ,વિડીઓ માં જયતિલાલ પહેલા તો સરકાર ને પોપા ભાઈ નું રાજ કહી રહ્યા છે અને ત્યારબાદ પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે ,જયંતીલાલ ના પત્ની દક્ષા બહેને પોતાની પાસે સમય ના અભાવ હોવાનું  કારણ આપી ૨૧/૦૬/૨૦૧૮ દિવસે એકરાર નામાં સાથે રાજીનાંમુ તત્કાલીન પ્રમુખ ને આપ્યું હતું ,જોકે ત્યારબાદ પણ મહિલા સભ્ય ને મીટીંગ ના એજન્ડા મોકલવામાં આવ્યા હતા અને મહિલા એ રાજીમાનું આપ્યું છતાં એજન્ડા મોકલી મહિલા સભ્ય નું અપમાન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ..


બાઈટ - જયંતીલાલ _મહિલા સભ્ય ના પતિ _જેમનો વિડીઓ વાઈરલ થયો છે


વીઓ - રાજીનામું આપનાર મહિલા સભ્ય દક્ષા બહેન અગાઉ ગામ ના સરપંચ તેમજ ૫ વર્ષ ના જીલ્લા પંચાયત ના સભ્ય પણ રહી ચુક્યા છે અને ભાજપા ના એક સક્રિય અને સીનીયર કાર્યકર છે ,તાલુકા પંચાયત ની ચુંટણી સમયે મહિલા સભ્ય ને પ્રમુખ બનાવવાના વચનો આપવામાં આવ્યા હતા પરંતુ ૨.૫ વર્ષ ની ટર્મ પૂરી થતા અન્ય મહિલા ને પ્રમુખ બનાવી દેતા સીનીયર હોવા છતાં પોતાની અવગણના થતા દક્ષા બહેન રાજીનામું આપવાનું કારણ જણાવી રહ્યા છે


બાઈટ - દક્ષા બહેન _તાલુકા પંચાયત સભ્ય _કામરેજ
Conclusion:વીઓ - કામરેજ તાલુકા પંચાયત એટલે સુરત જીલ્લા ની અતિ મહત્વ ની તાલુકા પંચાયત છે ,કહી સકાય કે સુરત જીલ્લા ના રાજકારણ નું રીમોટ કંટ્રોલ કામરેજ તાલુકા પંચાયત છે ,અહીંથી આખા જીલ્લા ના રાજકારણ ની રણનીતિ નક્કી થાય છે ,ત્યારે આજ તાલુકા પંચાયત ના સભ્ય અને તે પણ મહિલા સભ્ય રાજીનામું આપે એના જવાબ મહુડી મંડળ ને આપવા કદાચ અઘરા બને ,જેને કારણે કદાચ રાજીનામું નહિ સ્વીકારતું બની સકે ,જોકે પંચાયત ધારા ના નિયમ મુજબ અગર તમે પ્રમુખ ને રાજીનામું આપો છો તો ત્યાર થી જ રાજીનામું સ્વીકાર્ય હોઈ છે પરંતુ તાલુકા પંચાયત ના સભ્યો દર મીટીંગ ના એજન્ડા મોકલી સાબિત સુ કરવા માંગે છે એનો જવાબ મહિલા સભ્ય ના પતિ માંગી રહ્યા છે ....


બાઈટ - કમલેશ પટેલ _તત્કાલીન પ્રમુખ અને હાલ તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ

એપૃવડ બાય-કલ્પેશ સર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.