ETV Bharat / state

એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર સુરતના યુવાનોનું 'શિવ ભક્તિ' સોન્ગ

author img

By

Published : Sep 26, 2019, 8:07 PM IST

Updated : Sep 26, 2019, 10:27 PM IST

સુરતઃ આપણો દેશ પ્રતિભાશાળી યુવાઓથી ભરપૂર છે. તેમાં પણ આધુનિક યુવાનો દરરોજ કંઈક નવું કરીને દુનીયાભરના લોકોને ચોંકાવી દે છે, ત્યારે સુરતના ચાર યુવાનોએ ઉત્તરાખંડના બર્ફીલા પહાડોમાં માઈનસ 15 ડિગ્રી અને 12 હજાર ફૂટની ઊંચાઈ શીવ ભક્તિનું એક ગીત તૈયાર કર્યું છે. જેને દેશ-વિદેશમાંથી બહોળો લોકપ્રતિસાદ મળતા એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

Shiva Tandava: Strotam

સુરતના જય યાદવ અને તેની ટીમ દ્વારા ઉત્તરાખંડના ટૂંગનાથ મહાદેવ મંદિર પર જઈ આ ગીત બનાવી અનોખી શિવભક્તિની મિશાલ કાયમ કરી છે. 12 હજાર ફૂટની ઊંચાઈ પર જઇ ચાર યુવાનોએ 8 દિવસના પ્રવાસ દરમિયાન 'શિવ તાંડવઃ સ્રોતમ' નામનું આ ગીત તૈયાર કર્યું છે. આ ગીતમાં જય યાદવે પોતાનો સ્વર આપ્યો છે જે લોકોને ખૂબ જ પસંદ પડ્યો છે.

સુરતના યુવાનોનું 'શિવ ભક્તિ' સોન્ગ

આ ગીતને 27 મી ઓગસ્ટના રોજ યુ ટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. સોશીયલ મીડિયા પર આ ગીતને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળતા એશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. સુરતીઓ માટે ગૌરવની વાત છે.

Intro:સુરત : ઉત્તરાખંડના બર્ફીલા પહાડો વચ્ચે માઇન્સ પંદર ડિગ્રી અને બાર હજાર ફૂટની ઊંચાઈએ  સુરત ના ચાર યુવાઓના સમૂહ દ્વારા પવીત્ર શ્રાવણ માસ નિમિતે શિવ તાંડવઃ સ્રોતમ નામનું સોંગ તૈયાર કરવામાં આવ્યું હતું.આ સોંગ 27 મી ઓગસ્ટ એટલે કે પવિત્ર શ્રવણ માસના દિવસે યુ ટ્યુબ પર લોન્ચ થયું હતું.જેને બહોળો લોકપ્રતિસાદ મળતા એશિયા બુક ઓફ રેકોર્ડ માં પણ તેણે સ્થાન મળ્યું છે.જે સુરત માટે ગૌરવ ની બાબત છે.



Body:સુરત ના જય યાદવ અને તેની ટિમ દ્વારા ઉત્તરાખંડ ના ટૂંગનાથ મહાદેવ મંદિર પર જઇ અનોખી શિવભક્તિ ની મિશાલ કાયમ કરવામાં આવી હતી.બાર હજાર ફૂટની ઊંચાઈ પર જઇ ચાર યુવાનોએ આઠ દિવસના પ્રવાસ દરમ્યાન શિવ તાંડવઃ સ્રોતમ નામનું આ સોંગ તૈયાર કર્યું હતું.માઇન્સ પંદર ડિગ્રી વચ્ચે અને બર્ફીલા પહાડો વચ્ચે જઇ યુવાનોએ આ સાહસ કરી અનોખી શિવભક્તિ કરી હતી.બાદમાં 27 મી ઓગસ્ટ ના રોજ પવીત્ર શ્રાવણ માસના દીને આ સોંગ યુ - ટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું હતું.જેને દુનિયાભરમાંથી લોકપ્રતિસાદ મળ્યો હતો.બાદમાં સોંગને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને હવે એશિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું છે.આ અંગે જય યાદવે જણાવ્યું હતું કે,ભગવાન શિવની આરાધના નું આ ફળ છે.આગામી શ્રાવણ માસમાં પણ કંઈક અલગ કરવાની ઘેલછા છે.


Conclusion:જે પ્રમાણે એશિયા બુક ઓફ  રેકોર્ડ માં સ્થાન મળ્યું છે તેવી આશા હવે ગીનીસ બુક  લિમ્કા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તેવી આશા - અપેક્ષા છે.

બાઈટ : જય યાદવ (સિંગર)
Last Updated : Sep 26, 2019, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.