ETV Bharat / state

Surat Weather News : સુરતમાં ભારે પવન સાથે વરસાદ, સુરત ફાયર વિભાગને ઝાડ પડવાના કુલ 71 કોલ મળ્યાં

author img

By

Published : May 30, 2023, 5:29 PM IST

Updated : May 30, 2023, 5:56 PM IST

Surat Weather News : સુરતમાં ભારે પવન સાથે વરસાદ, સુરત ફાયર વિભાગને ઝાડ પડવાના કુલ 71 કોલ મળ્યાં
Surat Weather News : સુરતમાં ભારે પવન સાથે વરસાદ, સુરત ફાયર વિભાગને ઝાડ પડવાના કુલ 71 કોલ મળ્યાં

સુરતમાં ગઈકાલે સોમવારે મોડીસાંજે વાતાવરણમાં પલટો આવવા સાથે જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. સમગ્ર સુરતમાં ઝાડ પડવાના બનાવ બન્યાં હતાં. સુરત ફાયર વિભાગને કુલ 71 કોલ મળ્યા હતાં.

ઝાડ પડવાના બનાવ

સુરત : સુરતમાં ગઈકાલે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવી 78 કિમીની ઝડપે તેજ પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું.જેને કારણે ઠેકઠેકાણે ઝાડ પડવાના તેમજ મકાનોના પતરા ઉડવાના બનાવો બન્યા હતા. જેમાં ફાયર વિભાગ ને સમગ્ર સુરતમાંથી ઝાડ પડવાના કુલ 71 કોલ મળ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી રસ્તા પર પડેલા ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

66થી વધુ ઝાડ જમીનદોસ્ત : સુરતમાં તેજ પવન સાથે વાવાઝોડું ફૂંકાતા ઠેકઠેકાણે ઝાડ પડવાના તેમજ મકાનોના પતરા ઉડવાના બનાવો બન્યા હતા.જેમાં ફાયર વિભાગને સમગ્ર સુરતમાંથી ઝાડ પડવાના સવારે 6 વાગ્યા સુધી કુલ 71 કોલ મળ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી રસ્તા પર પડેલા ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાવાઝોડા બાદ પણ પવનની ઝડપ જોવાઈ રહી હતી અને મોડી રાત પણ ફરી પછી 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને કારણે અનેક કાચા પાકા મકાનોના પતરાં ઉડી ગયા હતાં તો 66થી વધુ ઝાડ જમીનદોસ્ત થયા હતા. ક્યાંક વીજપોલ તૂટી જવાના, બેનર- હોર્ડિંગ્સ પડવાના બનાવો પણ બન્યા હતા. કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી.

ગઈકાલે સાંજે 7.15થી 7.20 વાગ્યાના અરસામાં સમગ્ર સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેની સાથે જ વાવાઝોડું પણ ફૂંકાયું હતું. ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં કાચા પાકા મકાનોના પતરાં ઉડી ગયા હતા. શહેરના કેટલાક ચાર રસ્તા ઉપર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. તેવા કુલ 71 કોલ ગઈકાલે સાંજથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં આવી ચુક્યા છે. જોકે તમામ સ્થળોએ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી કામગીરી કરી હતી. આ ઘટનાઓમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી.શહેરના ખાસ કરીને રાંદેર, જહાંગીરપુરા પાલ, અડાજણ વિસ્તારમાં વાવાઝોડાની અસર વધુ જોવા મળી હતી ત્યાં સૌથી વધુ ઝાડ પડી જવાના કોલ મળ્યા હતા...દીપક શકપાલ (સુરત ફાયર કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ અધિકારી)

ભારે બફારાથી રાહત : ભારે પવન સાથે વાવાઝોડું આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ભારે બફારાથી રાહત પણ મળી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બપોર બાદ અચાનક ભારે પવન ફૂકાતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેના કારણે ગરમીના બફારામાંથી લોકોને રાહતનો અનુભવ પણ થયો હતો.સુરતમાં મોડી રાત સુધી ઠંડા પવનો ફૂંકાવા સાથે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડ્યો હતો. જોકે, અહીં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી ન હતી.

  1. Gujarat Weather Updtaes: રાજ્યમાં અનેક જગ્યા પર વરસાદ તો ક્યાંક વાતાવરણમાં પલટો, આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી
  2. Ahmedabad News : અમદાવાદમાં વરસાદ વરસતા તંત્રની પોલ ખુલ્લી, 370 ફરિયાદો AMCને મળી
  3. Ahmedabad Rain News : અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, સૌરાષ્ટ્ર-કચ્છમાં પવન સાથે વરસાદ વરસવાની શક્યતા
Last Updated :May 30, 2023, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.