ETV Bharat / state

Surat Crime News: સુરત ગ્રામ્ય એસઓજીએ ગાંજા વેચતા એકની કરી ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 2:29 PM IST

સુરતના ગોથાણ ગામે આવેલ એક હોટલમાં ગાંજાનું વેચાણ કરતા ઈસમની ધરપકડમાં સુરત ગ્રામ્ય એસઓજીને સફળતા મળી છે. વાંચો સુરત ગ્રામ્ય એસઓજીના ઓપરેશન વિશે વિગતવાર

43 વર્ષીય પરેશ પરમારની ગાંજા સહિત ધરપકડ કરાઈ
43 વર્ષીય પરેશ પરમારની ગાંજા સહિત ધરપકડ કરાઈ

સુરત ગ્રામ્ય એસઓજીએ ગાંજા વેચતા એકની કરી ધરપકડ

સુરતઃ જિલ્લાના ગોથાણ ગામની સીમમાં જય દ્વારકાધીશ હોટલોમાંથી સુરત ગ્રામ્ય એસઓજીએ એક ઈસમને ગાંજો વેચતા ઝડપી લીધો છે. એસઓજીએ કુલ રુપિયા 26,300ની કિંમતનો 2.6 કિલો ગાંજો, એક મોબાઈલ ફોન એમ કુલ 36,500 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાક્રમઃ ઓલપાડ તાલુકાના ગોથાણ ગામની સીમમાં રંગોલી ચોકડી પાસે જય દ્વારકાધીશ હોટલમાં ગાંજો વેચાતો હોવાની ચોક્કસ બાતમી સુરત એસઓજી પોલીસને મળી હતી. પોલીસે આ હોટલમાં દરોડો પાડ્યો અને 43 વર્ષીય પરેશ પરમારની ગાંજા સહિત ધરપકડ કરી હતી. કુલ રુપિયા 26,300ની કિંમતનો 2.6 કિલો ગાંજો ઝડપી લીધો હતો.

અગાઉ પણ ધરપકડ થયેલઃ પ્રાથમિક તપાસમાં આ આરોપી અશ્વિનીકુમાર બ્રિજ નીચેથી અજાણ્યા ઈસમ પાસેથી ગાંજો ખરીદીને લાવ્યો હતો. આ આરોપી દ્વારકાધીશ હોટલમાં ગાંજાનું છુટક વેચાણ કરતો હતો. અગાઉ આરોપી પરેશ પરમાર કામરેજ પોલીસ દ્વારા ગાંજા વેચવાના ગુનામાં પકડાયો હતો. છેલ્લા બે વર્ષથી પરેશ પરમાર ગાંજાના વેચાણ સાથે સંકળાયેલો છે. બે વર્ષમાં છેલ્લા દોઢ વર્ષથી જય દ્વારકાધીશ હોટલમાં ગાંજાનું છુટક વેચાણ કરતો હતો. આ આરોપી અશ્વિની બ્રિજ નીચેથી ગાંજો લાવતો હતો.

કોઈપણ જગ્યાએ નશીલા પદાર્થોનું વેચાણ ન થાય તે માટે અમારી ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સાયણ વિસ્તારમાંથી ગાંજો ઝડપી લીધો હતો. આરોપી છેલ્લા બે વર્ષથી ગાંજાનું છુટક વેચાણ કરે છે અને છેલ્લા દોઢેક વર્ષથી આ જય દ્વારકાધીશ હોટેલ પર ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે...બી.જી. ઈશરાણી(P.I., સુરત ગ્રામ્ય એસઓજી)

  1. Surat Crime News: LIC એજન્ટને હનિટ્રેપમાં ફસાવનાર માસ્ટર માઈન્ડની પોલીસે ધરપકડ કરી
  2. Surat Crime : બુટલેગરે પ્રેમ જાળમાં ફસાવીને વારંવાર ધમકીઓ આપતા મહિલાએ કરી આત્મહત્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.